Home /News /entertainment /પાકિસ્તાની એક્ટરને ખબર પડ્યો હૃતિક રોશનનો ફિટનેસ મંત્ર, ત્યારે તેણેે આપી કંઈક આવી પ્રતિક્રીયા
પાકિસ્તાની એક્ટરને ખબર પડ્યો હૃતિક રોશનનો ફિટનેસ મંત્ર, ત્યારે તેણેે આપી કંઈક આવી પ્રતિક્રીયા
હૃતિક રોશનના ફિટનેસ પર અલી ઝફરે કંઈક આવી રીતે રીએક્ટ કર્યું.
Hrithik Roshan Fitness Tips: બોલિવૂડ એક્ટર હૃતિક રોશને હાલમાં જ પોતાનો એક ફોટો શેર કર્યો છે, અને તેના ફોલોઅર્સને ફિટનેસ મંત્ર પણ આપ્યો છે. દરેક વ્યક્તિ આ ફોટો પર પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યાં છે, અને 49 વર્ષીય અભિનેતા હૃતિકના શબ્દો પર પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.
Hrithik Roshan Fitness Tips: બોલિવૂડ એક્ટર હૃતિક રોશન યુવાનો માટે પ્રેરણારૂપ છે. હૃતિકને હવે 50 વર્ષ પણ થશે, પરંતુ તેની ફિટનેસ જોઈને અંદાજ લગાવી શકાય છે કે, તે પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે, એટલા માટેજ તે આ ઉંમરે પણ જબરદસ્ત એક્શન કરી શકે છે. જોકે, હૃતિકના ફેન્સ પણ હંમેશા ફિટનેસ પ્રત્યે જાગૃત જોવા મળે છે. તાજેતરમાં, અભિનેતાએ તેનો થ્રોબેક ફોટો શેર કરીને આવું જ કર્યું હતુ. જોકે, તેના પોસ્ટની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. જેમાં પાકિસ્તાનના બહુપ્રતિભાશાળી અભિનેતા અલી ઝફરે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
હૃતિક રોશને ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક થ્રોબેક ફોટો શેર કર્યો છે. આમાં તે પોતાના બાઈસેપ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં પણ તેની ફિટનેસ જોઈને કોઈ પણ છેતરાઈ શકે છે. ફોટોની સાથે હૃતિક રોશને કેપ્શનમાં લખ્યું કે, જ્યારે તમારો આહાર અને ઊંઘ બંને યોગ્ય હોય તો તમને સારું લાગે છે. મેં આ ફોટો નવેમ્બર 2022માં લીધો હતો. હું મારા ધ્યેયથી ભટકી ન જાઉં અને ગેરમાર્ગે દોરાઈ ન જાઉં તે માટે હું આ તસવીરો એક રીમાઇન્ડર તરીકે શેર કરી રહ્યો છું.
આપણે કેવી રીતે ખાવું અને સૂવું તે વિશે કોઈ વાત કરવા માંગતું નથી કારણ કે, તે હાસ્યાસ્પદ લાગે છે. તે સરળ લાગે છે જેમાં મોટાભાગના લોકો નિષ્ફળ જાય છે. કારણ કે, તેના માટે શાંત મન અને નિયમિત દિનચર્યાની જરૂર છે. આ માટે સાતત્ય જરૂરી છે. જ્યારે તાલીમ અને જીમ એવી વસ્તુઓ છે, જેમાં માત્ર આક્રમકતા જરૂરી છે, જે સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. મારી નિયમિત દિનચર્યા બદલવામાં મને જે વસ્તુએ મદદ કરી તે ધ્યાન હતું, તે કંટાળાજનક લાગે પરંતુ જ્યારે તમે તેને પૂરતો સમય આપવાનું શરૂ કરો છો, ત્યારે જાણે કોઈ જાદુ થવા લાગે છે. મેં એક વર્ષ પહેલા 10 મિનિટથી શરૂઆત કરી હતી, અને આજે કલાકો સુધી ધ્યાન કરું તો પણ તે ઓછું લાગે છે.
ઘણા ચાહકો હૃતિકના આ ફિટનેસ મંત્રને સમર્થન આપી રહ્યા છે, અને ઘણા સ્ટાર્સ તેની સાથે સહમત પણ જોવા મળી રહ્યા છે. હૃતિકની કો-સ્ટાર પ્રીતિ ઝિન્ટાએ કહ્યું છે કે, તે પણ ક્રિસ ફેમ અભિનેતા પાસેથી આ કૌશલ્ય શીખવા માંગે છે. આ સિવાય પાકિસ્તાની એક્ટર અલી ઝફરે પણ હૃતિકની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેણે ટિપ્પણી કરતાં તેમણે કહ્યું કે, આ જ વાસ્તવિક ચાવી છે.
ફાઈટરમાં જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હૃતિક રોશને તાજેતરના ભૂતકાળમાં બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે. સુપર 30ની સફળતા બાદ તેની ફિલ્મ વોરે સારી કમાણી કરી હતી. આ સિવાય તેની પાછલી ફિલ્મ વિક્રમ વેદા ચાહકોને વધુ પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી હતી. હવે અભિનેતા ફિલ્મ ફાઈટરમાં જોવા મળશે, જેના પર હાલમાં કામ ચાલી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર