Home /News /entertainment /મહેમાન બનીને આવી તાપસી પન્નુએ જ્યારે શાહરુખ ખાનનું કર્યુ અપમાન, આવું હતું કિંગ ખાનનું રિએક્શન
મહેમાન બનીને આવી તાપસી પન્નુએ જ્યારે શાહરુખ ખાનનું કર્યુ અપમાન, આવું હતું કિંગ ખાનનું રિએક્શન
મહેમાન બનીને શાહરુખનું કરી દીધું અપમાન!
તાપસી પન્નુએ શાહરુખ ખાન સાથે જોડેલો એક કિસ્સો શેર કર્યો છે જેને જાણીને તમે પણ ચોંકી જશો. એકવાર શાહરુખ ખાને તાપસીને પોતાના ઘરે પાર્ટી માટે બોલાવી હતી. આ પાર્ટી દરમિયાન તાપસીએ કિંગ ખાનનું અપમાન કરી દીઘું હતું.
મુંબઈઃ તાપસી પન્નુએ ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે. તાપસીએ સિનેમામાં તમામ પ્રકારની ફિલ્મો કરી છે અને સાબિત કર્યુ છે કે તેણી વર્સટાઇલ એક્ટ્રેસ છે. પરંતુ શું તમે જાણો છો કે જબરદસ્ત એક્ટિંગ કરનારી તાપસીએ એકવાર ફરી શાહરુખ ખાનનું અપમાન કરી દીધુ હતું. એટલું જ નહીં તાપસીએ આ ત્યારે કર્યુ જ્યારે કિંગ ખાને તેણીને પોતાના ઘરે પાર્ટી માટે બોલાવી હતી. તાપસીએ મહેમાનોની સામે કંઈક એવું કરી દીધું જેની શાહરુખને પણ અપેક્ષા નહતી.
મહેમાન બનીને પહોંચી હતી તાપસી
શાહરુખ ખાનને ઈન્ડસ્ટ્રીમાં એમ જ કિંગ ખાન કહેવામાં નથી આવતું. એક્ટિંગ સિવાય બોક્સ ઓફિસના પઠાન પોતાની મહેમાનગતીના કારણે પણ ઓળખવામાં આવે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તાપસીએ કિંગ ખાન સાથે જોડાયેલા કિસ્સાને શેર કર્યો હતો. જેમાં તેણીએ કહ્યુ- 'હું જાણુ છું કે તેમને નામ ઓછા યાદ રહે છે. આ મારા માટે ખૂબ જ મોટી વાત હતી કે તેમણે મને નામથી બોલાવી.'
તાપસીએ કહ્યું- 'તેમણે પોતાના વિદેશી મહેમાનો સાથે મારો પરિચય કરાવ્યો. તેમણે કહ્યું કે હું તમને શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક સાથે પરિચય કરાવું. મને બિલકુલ ખ્યાલ નહોતો કે તે મને શ્રેષ્ઠ અભિનેત્રી કહી રહ્યા છે. આ પછી શાહરૂખ ખાન મારી પાસે આવ્યા અને કહ્યું - મારું અપમાન ન કર... હું તારા વિશે જ વાત કરી રહ્યો છું.'
શાહરૂખ ખાન અને તાપસી પન્નુ પહેલીવાર ફિલ્મ 'ડંકી'માં જોવા મળશે. આ ફિલ્મને રાજકુમાર હિરાણી ડિરેક્ટ કરી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ 22 ડિસેમ્બરે રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે શાહરૂખ ખાનની 'પઠાન' ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મ ટૂંક સમયમાં OTT પર રીલિઝ થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પઠાણ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર 22 માર્ચ, 2023થી સ્ટ્રીમ કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર