મુંબઇ: બોલિવૂડ એક્ટર અર્જૂન રામપાલનાં છુટાછેડાનાં સમાચારને કારણે સુઝૈન ખાન ફરી એક વખત ચર્ચામાં આવી છે. અર્જૂન અને સુઝૈનનું નામ આ પહેલાં વર્ષ
2014માં ચર્ચામાં રહ્યું હતું. તે સમય હતો જ્યારે સુઝૈન અને રિતીકે અલગ થવાનો નિર્ણય લીધો હતો. તે સમયે સુઝૈન તો ચૂપ રહી હતી. પણ અર્જૂને ઓફીશિયલ
સ્ટેટમેન્ટ જાહેર કરીને નારાજગી જાહેર કરી હતી.
અર્જૂને કહ્યું હતું કે, આ લગ્નમાં મારા ઇનવોલ્વમેન્ટની વાત મે સમાચારમાં વાંચી. આ ઘણું જ દુખદ છે. જ્યારે આવા મુશ્કેલ સમયમાં આ પ્રકારની અફવાઓ
ઉડાવવામાં આવે છે. મેહર અને હું ઇચ્છીએ છીએ કે તે શાંતિથી રહે. મિત્ર તરીકે અમે ઇચ્છીએ છીએ કે તેમનો પરિવાર હમેશાં ખુશ રહે.
અર્જૂને આ પ્રકારનાં નિવેદન બાદ સુઝૈન સાથે તેનાં અફેરની અફવાઓ શાંત થઇ ગઇ. પણ સુઝૈને તેનો પક્ષ સ્પષ્ટ મુક્યો હતો. સુઝૈને કહ્યું હતું કે, 'અર્જૂન અને મેહર
વર્ષોથી તેમનાં મિત્ર છે આવા સંબંધોમાં ઝૈર ઘોળવું નિમ્ન વાત છે. હું તે વાત સ્પષ્ટ કરી ચૂકી છુ કે મારા અને અર્જૂન વચ્ચે મિત્રતાથી વધીને કોઇ સંબંધ નથી. હું તે
પ્રકારની ફિલ્મી વાઇફ નથી જે અફવાઓ ફેલાવે છે અને સંબંધો અને જીવનને બર્બાદ કરે છે. '
મુંબઇ મિરરમાં આવેલી રિપોર્ટ મુજબ અર્જુન અને મેહર છ મહિના પહેલાં જ અલગ થઇ ગયા હતાં પણ તેમણે આ જાહેરાત એટલે નહોતી કરી કારણકે તેઓ ઇચ્છતા હતાં કે પહેલાં તેમની દીકરીઓ તેમનાં નિર્ણયથી સહજ થઇ જાય.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર