UNSEEN VIDEO: જ્યારે સુશાંતે TV પર જોઇ હતી પોતાની ફિલ્મ 'ધોની'

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં ફેન્સ સોશિયલ મીડિયા (Social Media) પર તેનાં જુના વીડિયો અને તસવીરો પોસ્ટ કરતાં રહે છે.

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં ફેન્સ સોશિયલ મીડિયા (Social Media) પર તેનાં જુના વીડિયો અને તસવીરો પોસ્ટ કરતાં રહે છે.

  • Share this:
    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધન બાદથી તેનાં ફેન્સ અને ફ્રેન્ડ્સ આઘાતમાં છે કોઇપણ આ વાત પર વિશ્વાસ કરવાં માંગતું નથી કે હવે સુશાંત આ દુનિયામાં નથી રહ્યો. અને તેઓ સોશિયલ મીડિયામાં સુશાંતનાં દરરોજ જુના જુના વીડિયો અને તસવીરો શેર કરતાં રહે છે. તેવામાં હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ટીવી પર તેની સુપરહિટ ફિલ્મ 'એમ એસ ધોની- ઘ અનટોલ્ડ સ્ટોરી' (MS Dhoni The Untold Story)માં નજર આવે છે.

    સુશાંત આ વીડિયોમાં ઘરે બેઠા ટીવી પર તેની ફિલ્મ 'એમ એસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી' જોઇ રહ્યો છે. આ વીડિયોમાં સુશાંત પોતે તેનાં કિરદારને ધ્યાનથી નિહાળી રહ્યો છે. તેનાં હાથમાં એક પેન છે અને ડાઇરી છે. જેમાં તે ફિલ્મ જોઇને કંઇ લખી રહ્યો છે. ત્યારે તેની નજર વીડિયો પર પડે છે અને તે સ્ક્રીન તરફ મસ્તનો ઇશારો કરે છે.








    View this post on Instagram





    #realtime #nostalgia #msdhoni @sushantsinghrajput 😎


    A post shared by Kushal Zaveri (@kushalz) on





    જે બાદ ફિલ્મમાં તે ધોનીને ચિયર કરતો પણ નજર આવે છે. સુશાંત સિંહ રાજપૂતનો આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યોછે. ફિલ્મમાં અનુપમ ખેર મહેન્દ્ર સિંહ ધોનીનાં પિતાનાં કિરદારમાં નજર આવ્યા હતાં. આ ફિલ્મમાં કિયારા અડવાણી, દિશા પાટની, ભૂમિકા ચાવલા પણ અહમ કિરદારમાં હતાં.

    ફિલ્મ એમ એસ ધોનીએ બોક્સ ઓફિસ પર કમાલ કરી નાંખી હતી. 104 કરોડ રૂપિાયનાં બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 216 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિ્લમ નિરજ પાંડેએ બનાવી હતી.
    Published by:Margi Pandya
    First published: