જ્યારે મેકઅપ કરાવતા દેવ આનંદનાં ગીત પર ઝૂમી રહ્યો હતો સુશાંત, અંદાજ જોઇને તમે પણ ભાવુક થઇ જશો

News18 Gujarati
Updated: June 20, 2020, 3:22 PM IST
જ્યારે મેકઅપ કરાવતા દેવ આનંદનાં ગીત પર ઝૂમી રહ્યો હતો સુશાંત, અંદાજ જોઇને તમે પણ ભાવુક થઇ જશો

  • Share this:
મુંબઈ : સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ભલે આ દુનિયામાં નથી રહ્યાં પરંતુ તેમની પાછળ ઘણી બધી યાદો છોડીને ગયા છે. લોકો તેમને સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતનો એક જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ ફિલ્મ છિછોરેના સેટ પર મેકઅપ કરાવી રહ્યાં છે. સુશાંતનો આ વીડિયો ડાયરેક્ટર નીતેશ તિવારીએ (Nitesh Tiwari) શેર કર્યો છે. નીતેશે આ વીડિયો સપ્ટેમ્બર 2019માં શેર કર્યો હતો જે એક્ટરનાં નિધન પછી વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં સુશાંત મેકઅપ કરાવતા દેખાઇ રહ્યાં છે. જેમા તે દેવ આનંદના (Dev Anand) ગીતની મઝા માણતો દેખાઇ રહ્યો છે. વીડિયો શેર કરતા નીતેશ તિવારીએ કેપ્શનમાં લખ્યું હતું કે, જ્યારે તમે કામની મઝા માણો છો તો તે દેખાય છે.

નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતનાં મોતમાં બાંદ્રા પોલીસે સુશાંતની નજીકની મિત્ર રિયા ચક્રવર્તીનું નિવેદન નોંધ્યું છે. લગભગ નવ કલાક ચાલેલી આ પૂછપરછમાં અનેક પ્રશ્નોના જવાબો બહાર આવ્યાં છે. આ દરમિયાન રિયાએ યશ રાજ ફિલ્મ્સના કરાર અંગે મોટો ખુલાસો કર્યો છે. રિયા ચક્રવર્તીએ પોતાના નિવેદનમાં કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતે યશ રાજ ફિલ્મ્સ સાથેનો કરાર સમાપ્ત કરી દીધો હતો. સુશાંતે રિયાને પોતાનો કરાર સમાપ્ત કરવા પણ કહ્યું. રિયાના આ નિવેદનથી મોટી ઉલટફેર થઇ શકે છે. કારણ કે આ પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે યશરાજ ફિલ્મ્સે સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ કરવાથી ઇન્કાર કર્યો છે. જ્યારે હવે રિયાનું આ સ્ટેટમેન્ટ કંઇક અલગ જ બતાવી રહ્યું છે.

આ પણ વાંચો - સુશાંતના ડૉક્ટરે ખોલ્યું આ રહસ્ય,'તે અંકિતા લોખંડેને મિસ કરતો હતો અને રિયા સાથે...'

આ પણ જુઓ -  

રિયાએ સુશાંત અને તેના સંબંધો વિશે જણાવ્યું હતું કે સુશાંત યશ રાજ ફિલ્મસની SHUDH DESI ROMANCE ફિલ્મ કરી રહ્યો હતો અને હું યસ રાજ ફિલ્મ MERE DAD KI MARUTI શૂટિંગ કરી રહી હતી અમે જ્યારે પ્રથમ વખત મળ્યા ત્યારે તે પછી, અમે ઇન્ડસ્ટ્રી પાર્ટીઓમાં મળવાનું શરૂ કર્યું અને અમે મિત્રો બન્યા. ત્યારબાદ વર્ષ 2019 માં સુશાંતે મને પ્રપોઝ કર્યું. સુશાંતે મને કહ્યું, ‘હું તને indirectly કહી શકતો નથી, તેથી જ હું તમને સીધુ કહું છું. હું તને પસંદ કરું છુ હું તમને મારી ગર્લફ્રેન્ડ બનાવવા માંગુ છું. ”રિયા સુશાંતને પણ પ્રેમ કરતી હતી અને બંને વચ્ચે રિલેશન શરૂ થયું.
First published: June 20, 2020, 3:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading