Home /News /entertainment /સડક પર ભિખારી બનીને સૂર રેલાવતા આ જાણીતાં ગાયકને તમે ઓળખ્યો? VIDEO જોઈ ચોંકી જશો
સડક પર ભિખારી બનીને સૂર રેલાવતા આ જાણીતાં ગાયકને તમે ઓળખ્યો? VIDEO જોઈ ચોંકી જશો
આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. (ફોટો- @Beingindian/ Youtube grab)
ઝાડ નીચે હાર્મોનિયમ લઈને મખમલી અવાજમાં ગાતી આ વ્યક્તિને જો તમે ભિખારી સમજો છો તો થોડું ધ્યાનથી જુઓ. આ વ્યક્તિ કોઈ સામાન્ય માણસ નથી પણ બોલિવુડનો જાણીતો ગાયક છે.
સડક પર ઝાડ નીચે હાર્મોનિયમ લઈને એક માણસ અદભુત અવાજમાં ગીત ગાઈ રહ્યો છે. ત્યાંથી પસાર થતાં લોકો પણ અટકીને તેને સાંભળવા મજબૂર બને છે. અમુક લોકો તેની ગાયન પ્રતિભાથી ઈમ્પ્રેસ થઈને રેકોર્ડિંગ કરે છે, તો અમુકને તેનો અવાજ ક્યાંક સાંભળેલો પણ લાગે છે! પણ જો તમે એ વ્યક્તિને ભિખારી સમજો છો તો તમે ખોટા છો કેમકે એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ બોલિવુડનો ચહિતો સિંગર છે. સામાન્ય રીતે એક્ટર્સ વેશ બદલીને લોકો વચ્ચે ફરતા હોય છે પણ કોઈ સિંગર પોતાની ઓળખ છૂપાવીને લોકો વચ્ચે જાય એવું ભાગ્યે જ બને છે.
આમિર ખાન ઘણી વખત વેશપલટો કરીને ચાહકો વચ્ચે પહોંચી જાય છે. પણ એક વખત ગાયક સોનુ નિગમે પણ એવું કર્યું હતું અને તેમનો 5 વર્ષ પહેલાંનો એ વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે સિંગર એક બૂઢા ભિખારીના ગેટઅપમાં છે અને રોડની બાજુએ હાર્મોનિયમ લઈને ‘અગ્નિપથ’નું ગીત ‘અભી મુઝમેં કહીં બાકી થોડી સી હૈ ઝિંદગી’નો એક અંતરો ગાઈ રહ્યો છે. આ ગીત ફિલ્મમાં પણ સોનુ નિગમે જ ગાયું છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે લોકો તેનું ગીત સાંભળીને અટકી જાય છે. જુઓ એ વિડીયો-
" isDesktop="true" id="1142079" >
વિડીયોમાં જોઈ શકાય છે કે એક છોકરો તેને કહે છે કે ‘તમારો અવાજ બહુ સરસ છે, શું હું રેકોર્ડ કરી શકું છું?’ વિડીયોના અંતમાં સોનુ નિગમ એ છોકરા વિશે વાત કરતા કહે છે કે, ‘હું આ અનુભવને ક્યારેય નહીં ભૂલી શકું કે જે છોકરાએ તેની સાથે હાથ મિલાવીને જમવા બાબતે પૂછ્યું હતું, તેણે પોતાની કમાણીમાંથી 12 રૂપિયા ચૂપચાપ આપી દીધા હતા.’ સિંગરે આ અણમોલ કમાણીને ફ્રેમ કરાવીને પોતાની ઓફિસમાં લગાડી છે. સિંગરની એવી ઈચ્છા છે કે તે એ છોકરાને ફરી મળી શકે.
સોનુ નિગમ ચાર વર્ષની ઉંમરથી જ ગાયન ક્ષેત્રમાં છે. તેમણે સૌથી પહેલાં પોતાના પિતાજી સાથે મંચ પ રમોહમ્મદ રફીનું ગીત ‘ક્યા હુઆ તેરા વાદા’ ગાયું હતું. તેમણે શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન પાસેથી તાલીમ લીધી છે. સોનુએ હિન્દી ઉપરાંત કન્નડ, ઉડિયા, તમિલ, અસમિયા, પંજાબી, ગુજરાતી, બંગાળી, મરાઠી વગેરે ભાષામાં પોતાનો અવાજ આપ્યો છે.