જ્યારે મુશ્કેલ સમયમાં સલમાને આપી હતી ઐશ્વર્યાનાં પતિ અભિષેક બચ્ચનને લિફ્ટ

News18 Gujarati
Updated: April 14, 2019, 11:02 AM IST
જ્યારે મુશ્કેલ સમયમાં સલમાને આપી હતી ઐશ્વર્યાનાં પતિ અભિષેક બચ્ચનને લિફ્ટ
ઐશ્વર્યા અને સલમાનનાં લાંબા ફિલ્મી કરિઅરમાં તેમણે એક જ ફિલ્મ કરી છે 'હમ દિલ દે ચૂકે સનમ' બાકી 'હમ તૂમહારે હૈ સનમમાં ઐશ્વર્યાનો સલમાન સાથે કેમિયો સિન હતો'

ઐશ્વર્યા અને સલમાનનાં લાંબા ફિલ્મી કરિઅરમાં તેમણે એક જ ફિલ્મ કરી છે 'હમ દિલ દે ચૂકે સનમ' બાકી 'હમ તૂમહારે હૈ સનમમાં ઐશ્વર્યાનો સલમાન સાથે કેમિયો સિન હતો'

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સૌથી ચર્ચિત અફેરની લિસ્ટ બને તો તેમાં સલમાન-ઐશ્વર્યાનું નામ ટોપ-5માં આવે. સુંદર ઐશ્વર્યા અને દિલોનાં રાજા સલમાનની જોડી ફેન્સને ખુબજ પસંદ આવી તી. તે સમયે ઐશ્વર્યા મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને બોલિવૂડમાં એન્ટ્રી લઇ રહી હતી. અને સલમાનનું નામ બની ગયુ હતું. એવું પણ ન હતું કે,સલમાન તે સમયે સિંગલ હતો. આમ તો તે સોમી અલીને ડેટ કરી રહ્યો હતો. અને તે ઘણો સિરીયસ પણ હતો. પણ આ વચ્ચે તે ઐશ્વર્યાનાં પ્રેમમાં પડ્યો. એક વેબસાઇટને આપેલાં ઇન્ટરવ્યુંમાં સોમીએ ખુદ જણાવ્યું હતું કે, તેનાં અને સલમાનનાં બ્રેકઅપનુ કારણ ઐશ્વર્યા હતી.

આ સમયે સલમાન અને ઐશ્વર્યાને 'જોશ' ફિલ્મ ઓફર થઇ હતી પણ ફિલ્મમાં ઐશ્વર્યાનાં ભાઇનો રોલ હોવાને કારણે સલમાને આ ફિલ્મ છોડી દીધી હતી. અને બાદમાં આ રોલ શાહરૂખ ખાનને ઓફર થયો હતો. વેલ આ બંનેનો સંબંધ જાણે આંધીની જેમ શરૂ થયો અને વંટોળની જેમ પૂર્ણ પણ થઇ ગયો. બંનેએ એકબીજાથી ઘણી દૂરી બનાવી લીધી. વર્ષ 1999માં આવેલી 'હમ દિલ દે ચૂકે સનમ' તેમની લિડ હિરો-હિરોઇનની એક માત્ર ફિલ્મ છે. તે બાદ સલમાન અને ઐશ્વર્યા 'હમ તૂમહારે હૈ સનમ'માં નજર આવ્યા પણ આ ફિલ્મમાં ઐશ્વર્યાનો કેમિયો રોલ હતો.તો બીજી એક ફિલ્મની વાત કરીએ તો વર્ષ 2000માં આવેલી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની 'ઢાઇ અક્ષર પ્રેમ કે'માં સાથે નજર આવ્યા હતાં. આ ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો હતો. આ ફિલ્મમાં જ્યારે કરન સાહિબાને ઘરમાં છોડીને જતો હોય છે તે સમયે સાહિબા, પતિનું નાટક કરી રહેલાં કરનનાં પ્રેમમાં પડી ચૂકી હોય છે. કરન પણ તે જ દ્વિધામાં હોય છે કે તે શું કરે? તે રસ્તામાં ટ્રક ડ્રાઇવરની મદદ લે છે. આ ટ્રક ડ્રાઇવર કોઇ નહીં પણ સલમાન ખાન હ ોય છે. સલમાન ઐશ્વર્યાનાં પતિ એલટે કે અભિષેક બચ્ચનને તેનાં મુશ્કેલ સમયમાં લિફ્ટ આપતો નજર આવી ચુક્યો છે.

આ પણ વાંચો-વર્ષો બાદ ઇન્ટરનેટ પર VIRAL થઇ સલમાન ઐશ્વર્યાની તસવીર, જુઓ કોણે કરી છે શેર
First published: April 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading