જ્યારે પહેલી પત્ની રીના દત્તાથી છૂટાછેડા બાદ તૂટી ગયો હતો આમિર ખાન, સલમાને કરી હતી મદદ

કોફી વિથ કરનમાં આમિરે કરી હતી દિલ ખોલીને વાત

આમિર ખાન (Aamir Khan)એ કરન જૌહરનાં ટોક શો કોફી વિથ કરનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. આમિર ખાને કહ્યું હતું કે તેની અને સલમાન ખાન વચ્ચે મિત્રતા ત્યારે વધી જ્યારે 2002માં રીના દત્તા (Reena Dutta)થી અલગ થયા બાદ તે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો હતો.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan) અને ફિલ્મ નિર્માતા કિરન રાવ (Kiran Rao)નાં લગ્ન 15 વર્ષ બાદ શનિવારે છૂટાછેડાની જાહેરાત કરી છે. બંનેએ 3 જૂલાઇનાં જોઇન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરી તેમનાં છૂટાછેડાની જાહેરાત કરી છે. દંપત્તિએ તેમનાં નિવેદનમાં કહ્યું કે, તે પ્રોફેશનલી સાથે રહેશે અને દીકરા આઝાદ રાવ ખાનનું પાલન-પોષણ સાથે જ કરશે. આમિર ખાને પહેલી પત્ની રીના દત્તા (Reena Duta) થી અલગ થયા બાદ વર્ષ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતાં. હવે બંને અલગ થઇ રહ્યાં છે. એટલે કે કિરણ સાથે આમિર ખાનનાં બીજા છૂટાછેડા છે. રીના દત્તાથી અલગ થયા બાદ જીવનમાં આવેલાં એકલપણા અંગે આમિર ખાને ઘણી વખત વાત કરી છે.

    આ પણ વાંચો-Aamir Khan મોંઘી ગાડીઓનો શોખીન છે, જાણો તેની કરોડોની સંપત્તી વિશે

    આમિર ખાને  કરણ જોહર (Karan Johar)નાં ટોક શો કોફી વિથ કરણ (Koffiee With Karan)માં આ વાત કરી હતી. આમિર ખાને કહ્યું હતું કે, તેનાં અને સલમાન ખાન (Salman Khan) વચ્ચે મિત્રતા ત્યારે તઇ જ્યારે 2002માં રીના સાથે છૂટાછેડા બાદ તે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન સલમાન ખાને તેની તરફ મદદનો હાથ વધાર્યો હતો અને એક સાચો મિત્ર બની સામે આવ્યો હતો. આપને જણાવી દઇએ કે, તે બાદ તેમનાં વચ્ચે મિત્રતાની શરૂઆત થઇ હતી.

    આ પણ વાંચો- રાખી સાવંત બોલી, 'બોલિવૂડમાં કોઇ ડ્રગ્સ નથી લેતું, બધા પવિત્ર છે'

    આમિર ખાને હોસ્ટ કરન જૌહરને આ વિશે વાત કરતાં કહ્યું કે, 'અંદાજ અપના અપનામાં સલમાન ખાનની સાથે કામ કરવાંનો મારો અનુભવ ખુબજ ખરાબ રહ્યો. તે દરમિયાન હું તેને જરાં પણ પસંદ નહોતો કરતો. તે સમયે અસભ્ય અને લાપરવાહ સમજતો હતો. તેની સાથે કામ કરવાનો મારો અનુભવ બાદ સલમાનથી હું દૂર રહેવાં જ ઇચ્છતો હતો.'

    આ પણ વાંચો-250થી વધુ ફિલ્મો કરનારા ગુજરાતી રંગભૂમિનાં જાણીતા એક્ટર અરવિંદ રાઠોડનું નિધન

    સલમાને મારા જીવનમાં એન્ટ્રી ત્યારે લીધી જ્યારે હું મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો હતો. મારી પત્ની રીના સાથે છૂટાછેડાનું દુખ મને કોરી ખાતું હતું. પણ બાદમાં અમે એકબીજાથી ભટકાયા અને તેમે મને મલવાની ઇચ્છા જાહેર કરી. અમે મળ્યાં. સાથે ડ્રિંક કર્યું. તે બાદ અમારી અસલ મિત્રતા શરૂ થઇ. અને સમયની સાથે વધુ મજબૂત થતી ગઇ.

    આમિર અને સમલાનને રાજકુમાર સંતોષી દ્વારા નિર્દેશિત 1994ની કોમેડી ફિલ્મ 'અંદાજ અપના અપના'માં સાથે કામ કરતાં સૌએ જોયા છે. અંદાજ અપના અપનામાં સલમાન ખાન-આમિર ખાનની સાથે સાથે કરિશ્મા કપૂર, રવિના ટંડન અને પરેસ રાવલ લિડ રોલમાં છે.
    Published by:Margi Pandya
    First published: