Home /News /entertainment /ખુદ સાજીદે કબૂલ્યું હતું, 'મેં મહિલાઓને છેતરી છે, ખરાબ રીતે ટ્રીટ કરી છે'

ખુદ સાજીદે કબૂલ્યું હતું, 'મેં મહિલાઓને છેતરી છે, ખરાબ રીતે ટ્રીટ કરી છે'

સાજિદ ખાન, ડિરેક્ટર

સાજિદે કબુલ્યું કે, મે મારા જીવનમાં આવેલી ઘણી સારી મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો

મુંબઇ: બોલિવૂડ ડિરેક્ટર સાજિદ ખાન જેનાં પર હાલમાં સલોની ચોપરા, મંદના કરીમી અને સિમરન કૌર જેવી ઘણી એક્ટ્રેસે શારીરિક છેડતીનો આરોપ લગાવ્યો છે. તેમજ સાજિદ અંગે દિયા મિર્ઝાએ તેનાં નિવેદનમાં કહ્યું છે કે, સાજિદ એક વાહિયાત પ્રકારનો માણસ છે. સાજિદની ગંદી હરકતો ઉજાગર થયા બાદ સાજિદને 'હાઉસફુલ-4' માંથી કાઢી નાખવામાં આવ્યો છે.

પણ હાલમાં જ સાજિદનો એક જુનો વીડિયો સામે આવ્યો છે આ વીડિયો બોલિવૂડ હંગામાનો છે જે જુનો છે પણ હાલમાં ફરીથી તેને પબ્લિશ કરવામાં આવ્યો છે. આ આખા ઇન્ટરવ્યુનો એક ભાગ છે. જેમાં સાજિદ ખાન બોલતો નજર આવે છે કે તે જ્યારે તેનાં ટ્વેન્ટીઝમાં તો ત્યારે ખુબજ ખરાબ માણસ હતો. તેણે ખુબ બધી યુવતીઓનાં દિલ તોડ્યા છે, જુઠ્ઠુ બોલ્યો છે, છેતર્યા છે. જે મોટે ભાગે દરેક પુરૂષ કરે છે. હું મહિલાઓને ખુબજ ખરાબ રીતે ટ્રિટ કરતો હતો. મે મારા જીવનમાં આવેલી ઘણી સારી મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

" isDesktop="true" id="804485" >

આ ઉપરાંત સાજિદે કહ્યું હતું કે, હું જ્યારે મારા ત્રીસીમાં હતો ત્યારે મારુ બધુ જ ધ્યાન મે ફિલ્મ મેકિંગ પર લગાવી દીધુ હતું. જ્યારે આપ ફિલ્મમાં કામ શરૂ કરો છો તો આફ મહિલાઓનાં એટ્રેક્ટિવ હોવા પર બહુ મગજ નથી દોડાવતા એનો અર્થ એ નથી કે આપ પુરૂષો તરફ આકર્ષિત થાઓ છો. તે સમયે આપ ફખ્ત ફિલ્મો વિશે વિચારો છો. આ ખુબ મોટી જવાબદારી હોય છે. ઘણાંખરાં ફિલ્મ મેકર મારાથી સહમત હશે. હવે હું મારી ચાળીસીમાં છું અને ખુશ છું.

આપને જણાવી દઇએ કે સાજિદ પર સલોની ચોપરા ઉપરાંત રશેલ વ્હાઇટ અને એક પત્રકાર સહિત અન્ય ઘણી મહિલાઓએ પણ શારીરિક છેડતીનો આરોપ લગાવ્યો છે.
First published:

Tags: Sajid-khan, Viral videos, Watch-video

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો