એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલા (Juhi Chawla)નો એક જમાનો હતો. તેની સ્માઇલ અને સુંદરતાનાં સૌને દિવાના થઇ ગયા હતાં. હાલમાં જૂહી ફિલ્મમેકર સંજય લીલા ભંસાલી (Sanjay Leela Bhansali)નાં ડ્રીમ પ્રોજેક્ટ 'હીરામંડી' (Hiramandi)માં કામ કરી રહી છે. જૂહીએ બોલિવૂડને ઘણી જ સુપર-ડુપર હીટ ફિલ્મો આપી છે. એક્ટ્રેસે ન ફક્ત હિન્દી પણ પંજાબી બંગાળી, તમિલ, તેલુગૂ, કન્નડ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ખુબજ સુંદર જૂહી ચાવલા મિસ ઇન્ડિયા પણ રહી ચૂકી છે. એક્ટ્રેસની એક થ્રોબેક તસવીર સામે આવી છે. જેમાં તેની સાથે લિજન્ડ એક્ટર રેખા (Rekha) નજર આવે છે. જૂહી અને રેખાની વચ્ચે ખાસ બોન્ડિંગ છે. ચાલો તેનાં વિશે કરીએ વાત.
1984માં મિસ ઇન્ડિયાનો તાજ જીતનારી જૂહ ચાવલાની આ થ્રોબેક તસવીરમાં જૂહીનાં માથે મિસ ઇન્ડિયાનો તાજ લેજન્ડ્રી એક્ટ્રેસ રેખા પહેરાવે છે. ઘણાં વર્ષો પહેલાંની આ તસીરને જૂહીએ તેનાં ટ્વટિર અકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીર શેર કરતાં જૂહીએ રેખાનાં વખાણ કર્યા હતાં. અને લખ્યું હતું કે, 'આ ફોટો જોઇ રહી છુ.. અને નોટિસ કરુ છુ કે, રેખાજી કેટલી સુંદર છે.. તેમનાં ફિચર્સ જુઓ..'
(PHOTO- Juhi Chawla/Twitter)
મિસ ઇન્ડિયા જૂહી ચાવલાએ આ બાદ મિસ યૂનિવર્સ સ્પર્ધામાં પહોંચી હતી. ગ્લોબલ પ્લેટફર્મ પર જૂહીએ ભારતીયતાનો ભરપૂર પ્રદર્શન કર્યું હતું. લહેંગા પહેરી ટીકો અને નથ પહેરી જૂહી નેશનલ કોસ્ચ્યૂમ રાઉન્ડમાં પહોચી હતી. જ્યારે તેણે નમસ્તે કહી અભિવાદન કર્યું તો કરોડો ભારતીયોનાં દિલ ઝૂમી ઉઠ્યા હતાં. જૂહીને બેસ્ટ નેશનલ કોસ્ચ્યૂમ એવોર્ડ મળ્યો હતો.
રેખા અને જૂહી ચાવલાની બોન્ડિંગ ખુબજ ખાસ છે. રેખાએ જૂહીને ભારતીય સુંદરીનાં રૂપમાં જોઇ હતી. પણ ઘણાં ઓછાં લોકો જાણે છે કે,ગ્લેમરસ એક્ટ્રેસ રેખાએ એક વખત જૂહી ચાવલાનું એવું મેકઓવર કર્યું હતું કે, જોનારા દંગ રહી ગયા હતાં. જૂહી આમ તો ભોળી પ્રેમાળ એક્ટ્રેસનાં રૂપમાં નજર આવે છે. પણ એક વખત તેની ગ્લેમર્સ અદાઓ જોઇ ફેન્સ ચકિત થઇ ગયા હતાં.
ફિલ્મફેર મેગેજિન માટે જૂહી ચાવલાએ આ ગ્લેમર્સ ફોટોશૂટ કરાવ્યું હતું. આ વાત 1997ની છે. એવામાં રેખાએ જૂહીની મદદ કરી હતી. જૂહીનું રેખાએ એવું જબરદસ્ત મેકઓવર કર્યુ હતું કે, જ્યારે ફોટોગ્રાફરની તસવીરો મેગેઝીનમાં આવી તો લોકો જૂહીનાં આ મેકઓવરનાં વખાણ કરતાં થાકતા ન હતાં. આ તો ઇન્ડસ્ટ્રીનાં જ લોકોનું કહેવું છે કે, આ પાછળ એક્ટ્રેસ રેખાનો હાથ છે.
આપને જણાવી દઇએ કે, 1984માં મિસ ઇન્ડિયા બન્યાનાં બે વર્ષ બાદ જૂહીએ 1986માં આવેલી ફિલ્મ સલ્તનતથી ડેબ્યૂ કર્યું હતું. જે બાદ એક્ટ્રેસ કન્નડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. જે બાદ જ્યારે જૂહીએ આમિરની સાથે 'કયામત સે કયામત તક'માં નજર આવી ત્યારે તેની ફેન ફોલોઇંગ ખુબજ વધી ગઇ હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર