VIRAL VIDEO: જ્યારે સિનેમા હોલમાં ભીડની વચ્ચે રણવીરે આંટીને કરી KISS

News18 Gujarati
Updated: December 30, 2018, 1:07 PM IST
VIRAL VIDEO: જ્યારે સિનેમા હોલમાં ભીડની વચ્ચે રણવીરે આંટીને કરી KISS
રણવીરે સિંબા ફિલ્મ જોવા આવેલી આંટીને કર્યું KISS

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: રણવીરસિંહની ફિલ્મ સિંબા બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. ફિલ્મ વિશે દર્શકોના રિએક્શન જાણવા માટે અનેકવાર રણીવીર ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટીની સાથે મુંબઈના સિનેમાહોલમાં પહોંચી રહ્યો છે. પોતાની ફિલ્મ સાથે જોડાયેલા રિએક્શન જાણવા માટે રણવીર મુંબઈના એક થિએટરમાં પહોંચ્યો તો ત્યાં પોતાની એક ફેનને જોઈને ઘણી ઇમોશનલ થઈ ગયો. રણવીરે ભીડની સામે જ તે ફેનને Kiss કરી અને તેની સાથે ફોટો પણ પડાવ્યો.

ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહ પોતાની ફિલ્મ સાથે જોડાયેલા દર્શકોના રિએક્શન જાણવા માટે મુંબઈના એક થિએટરમાં પહોંચ્યો હતો. આ દરમિયાન રણવીરે જોયું કે એક આન્ટી, જેમના બંને પગે ફેક્ચર હતું તેઓ પણ તેની ફિલ્મ સિંબા જોવા માટે આવ્યા હતા.




 



View this post on Instagram




 

The most loved actor #ranveersingh


A post shared by Viral Bhayani (@viralbhayani) on




 રણવીરને જોતાં જ દર્શકોની ભીડ એકત્ર થઈ ગઈ અને લોકો તેની સાથે ફોટો ખેંચાવવા લાગ્યા. રણવીરે જ્યારે જોયું કે આંટીના પગમાં ફેક્ચર હોવાના કારણે તેની પાસે ન પહોંચી શકી તો રણવીર તરત ભીડથી બહાર આવ્યો અને તેણે આંટીની સાથે ફોટો તો ખેંચાવ્યો ઉપરાંત તેમને ગાલ પર એક પ્રેમભરી KISS કરી તેમને thank you પણ કહ્યું.

આંટીએ પણ રણવીરને ફિલ્મમાં સારું કામ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી. તેઓએ રણવીરને કહ્યું કે તે તેની ખૂબ જ મોટી ફેન છે. રણવીર અને આંટીનો આ ઇમોશનલ પ્રેમ જોઈ ત્યાં ઉપસ્થિત તમામ દર્શકોએ તેમને ચિઅરઅપ કર્યા.
First published: December 30, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading