Home /News /entertainment /

રસપ્રદ : દિલીપ કુમાર સાથે કામ કરવાના મોહમાં રાખી ગુલઝારે અમિતાભ બચ્ચન સાથે કર્યું આવું કામ

રસપ્રદ : દિલીપ કુમાર સાથે કામ કરવાના મોહમાં રાખી ગુલઝારે અમિતાભ બચ્ચન સાથે કર્યું આવું કામ

રાખી ગુલઝાર, અમિતાભ બચ્ચન અને દિલીપ કુમાર

માત્ર રાખી (rakhi gulzar) જેવી અભિનેત્રીમાં જ જેની સાથે રોમાન્સ કર્યો તેની સાથે માતાની ભૂમિકા ભજવવાની હિંમત હશે. આ પીઢ અભિનેત્રીએ એવું કર્યું, અને તે પણ એક જ વર્ષમાં કર્યું. શું હતી આ પૂરી રસપ્રદ કહાની? જોઈએ

    રાખી ગુલઝાર (Rakhi Gulzar) 70ના દાયકાની સુંદર અભિનેત્રીઓમાંની એક છે, જેણે ઘણી ફિલ્મો સુપરહિટ કરી છે. રાખીએ પોતાની ફિલ્મી કરિયરમાં ગર્લફ્રેન્ડ, પત્ની, ભાભી અને માતાની ભૂમિકા પડદા પર સારી રીતે ભજવી છે. ભલે રાખી આજકાલ ફિલ્મોથી દૂર છે, પરંતુ તેના દ્વારા ભજવવામાં આવેલા પાત્રોની ચર્ચા આજે પણ થાય છે. રાખી અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની જોડી ખૂબ જ સફળ રહી હતી. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. માત્ર રાખી જેવી અભિનેત્રીમાં જ જેની સાથે રોમાન્સ કર્યો તેની સાથે માતાની ભૂમિકા ભજવવાની હિંમત હશે. આ પીઢ અભિનેત્રીએ એવું કર્યું, અને તે પણ એક જ વર્ષમાં કર્યું. શું હતી આ પૂરી રસપ્રદ કહાની? જોઈએ.

    રાખી ગુલઝારે મોટું જોખમ લીધું

    1982માં આવેલી ક્રાઈમ ડ્રામા ફિલ્મ 'શક્તિ'માં રાખી (Rakhi) એ મોટો નિર્ણય લીધો હતો. રમેશ સિપ્પી દ્વારા નિર્દેશિત ફિલ્મ શક્તિમાં રાખી ગુલઝારે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની માતા અને દિલીપ કુમાર (Dilip Kumar)ની પત્નીની ભૂમિકા ભજવી હતી. જોકે, જ્યારે રાખી આ રોલ કરવા માટે સંમત થઈ ત્યારે તેને ઘણી ચેતવણી આપવામાં આવી હતી. દિવંગત અભિનેતા દિલીપ કુમારે ડીસીપી અશ્વિની કુમારની ભૂમિકા ભજવી હતી અને રાખી દિલીપ સાહબની પત્નીની ભૂમિકામાં હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને રાખી અને દિલીપ કુમારના પુત્રની ભૂમિકા ભજવી હતી.

    રાખીએ દિલીપ કુમાર સાથે કામ કરવા આ જોખમ લીધું

    2019માં Skol.in ને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું હતું કે, જ્યારે મેં ફિલ્મ 'શક્તિ'માં કામ કર્યું ત્યારે ઘણું બધું સમજાવાવમાં આવ્યું હતું. લોકોએ કહ્યું કે, મારી કારકિર્દી ડૂબી જશે. હું મારી કારકિર્દી સાથે રમત રમી રહી છું. પરંતુ મને દિલીપ કુમાર સાથે કામ કરવાની તક મળી હતી, હું તેને કેવી રીતે છોડી શકું? તેમની સાથે કામ કરવાનો આનંદ હતો અને લમ્બુ (અમિતાભ બચ્ચન) સાથે પણ.

    'બેમીસાલ'માં અમિતાભની ગર્લફ્રેન્ડ અને 'શક્તિ'માં માતા

    રાખી ગુલઝારે વધુમાં જણાવ્યું કે, 'એ જ વર્ષે આવેલી ફિલ્મ 'બેમિસાલ'માં હું અમિતાભ બચ્ચન સાથે રોમેન્ટિક રોલમાં હતી. જો હું મારી પ્રશંસા કરુ તો તો એક તરફ એ જ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'શક્તિ' હતી અને બીજી તરફ 'બેમિસાલ' હતી. બંને ફિલ્મમાં એક જ હીરો સાથે અલગ-અલગ રોલમાં હતી. ના મેં કે ના અમિતાભે બંને પાત્રોને મિશ્રિત કર્યા.

    આ પણ વાંચો'હમ અંગ્રેજો કે જમાને કે જેલર': ખબર છે? અસરાની માત્ર કોમેડિયન જ નહી, પરંતુ સારા ગાયક પણ છે

    તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'શક્તિ'ને 4 ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા. બેસ્ટ ફિલ્મ, બેસ્ટ સ્ક્રીનપ્લે, બેસ્ટ એડિટિંગ અને દિલીપ કુમારને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. જ્યારે 'બેમિસાલ'નું નિર્દેશન હૃષિકેશ મુખર્જીએ કર્યું હતું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Aamitabh Bachchan, Bollywood Interesting story, Bollywood Latest News, Rakhi

    આગામી સમાચાર