બાદશાહે જેમ ગાયું અભી તો પાર્ટી શુરુ હુઇ હૈ.. ત્યારે જ પહોંચી પોલીસ, એક બોલ્યો- 'અબ કર લે હેન્ડલ'

રેપર બાદશાહ

સિંગર રેપર બાદશાહનો જન્મ 19 નવેમ્બર 1985નાં દિલ્હીમાં થયો હતો. તેનાં પિતા હરિયાણવી છે જ્યારે માતા પંજાબી છે. બાદશાહનું સાચુ નામ આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયા છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રેપર બાદશાહ અને સિંગર સુખબીર સિંહ હાલમાં જ કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'માં આવ્યા હતા. આ દરમ્યાન બાદશાહે તેના સોન્ગ 'અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ' સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. બાદશાહે જણાવ્યુંહ તું કે, તે જ્યારે દિલ્હીમાં એક સ્ટેજ શો કરી રહ્યો હતો ત્યારે જેવું તેણે તેનું સૌથી હિટ સોન્ગ અભી તો તો પાર્ટી શુરુ હુઇ હૈ.. ગાયું ત્યાં સ્ટેજ પર પોલીસ પહોંચી હતી. આ સમયે ત્યાં નીચે હાજર ઓડિયન્સમાંથી કોઇએ બૂમ પાડીને કહ્યું હતું અબ કર લે હેન્ડલ. બાદશાહની વાત સાંભળીને કપિલ, સુખબીર, અર્ચના પૂરણ સિંહ સહિત ત્યાં હાજર લોકો ખૂબ હસવા લાગ્યા.

  બાદશાહનાં નામ પર પણ કોમેડિયન કપિલ શર્માએ જોક ક્રેક કર્યો. કપિલે રેપરને પૂછ્યું, 'નામ તો તમારું બાદશાહ છે. જ્યારે લોકડાઉન ચાલી રહ્યું હતું, બાદશાહ ત્યારે પણ બાદશાહ હતા કે પછી રામુ કાકા બની ગયા હતા.

  આપને જણાવી દઇએ કે, સિંગર રેપર બાદશાહનો જન્મ 19 નવેમ્બર 1985નાં દિલ્હીમાં થયો હતો. તેનાં પિતા હરિયાણવી છે જ્યારે માતા પંજાબી છે. બાદશાહનું સાચુ નામ આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયા છે.
  બાદશાહે ચંદીગઢ સ્થિત પંજાબ એન્જીનિયરિંગ કોલેજમાં એડમિશન લીધુ હતું. બાદશાહ પહેલાં સિવિલ એન્જીનિયર બનવાં ઇચ્છતો હતો.

  બાદશાહની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તેનાં લગ્ન થઇ ગયા છે તેણે યૂકેની એક યુવતી જૈસ્મીન સાથે લગ્ન કર્યા છે. ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલાં બાદશાહ યો યો હની સિંહનાં ગ્રુપ માફિયા મુંદીરમાં ગાતો હતો.

  બાદશાહને એક દીકરી છે જેનું નામ જેસેમી ગ્રેસ મસીહા છે. તેનો જન્મ 11 જાન્યુઆરી 2017માં થયો હતો.
  Published by:Margi Pandya
  First published: