નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ પોતાના જીવનની ડાયરીના પાનાઓમાં લખાયેલી અમુક વાતો અભિનેતા અક્ષય કુમાર સાથે એક મુલાકાતમાં વાગોળી હતી. મોદીએ નવી દિલ્હી ખાતે તેમના અધિકારિક નિવાસસ્થાન ખાતે અભિનેતા અક્ષય કુમારને એક કલાકનો ઇન્ટરવ્યૂ આપ્યો હતો. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રાજકારણ અને દેશની નહીં પરંતુ અંગત જીવન વિશેની વાતો કહી હતી.
વાતચીત દરમિયાન એક મુદ્દો એવો પણ નીકળ્યો જ્યારે પીએમ મોદીએ અભિનેતા અક્ષય કુમારને હસતાં હસતાં તેની પત્ની ટ્વિન્ક ખન્ના દ્વારા તેના વિશે અવાર નવાર કરાતા ટ્વિટ્સની વાત કહી હતી. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં મોદીએ કહ્યું કે, "હું તમને(અક્ષય કુમાર) અને તેમને(ટ્વિન્ક ખન્ના)ને પણ ફોલો કરું છું. જેવી રીતે તેણી મારા પર નિશાન સાધે છે તેના પરથી મને લાગે છે કે તમારા ઘરે શાંતિ રહેતી હશે. કારણ કે ટ્વિન્કલનો બધો ગુસ્સો મારા પર જ નીકળો જતો હશે અને તમે ઘરે શાંતિનો અનુભવ કરતા હશો." આ સવાલ અને તેનો જવાબ સાંભળીને પીએમ મોદી અને અક્ષય કુમાર બંને હસી પડ્યાં હતાં.
I have a rather positive way of looking at this-Not only is the Prime Minister aware that I exist but he actually reads my work :) 🙏 https://t.co/Pkk4tKEVHm
ટ્વિન્ક ખન્ના પણ મોદીની આવી ટિપ્પણીનો જવાબ આપવાનું ચુકી ન હતી. મોદીનો ઇન્ટરવ્યૂ પ્રસારિત થયા બાદ ટ્વિન્કને ટ્વિટર પર લખ્યું કે, "હું આ આખી વાતને ખૂબ જ હકારાત્મક રીતે જોઈ રહી છું. મને આનંદ છે કે મારી હયાતીની નોંધ લેવા ઉપરાંત પીએમ મોદી મારા કામની નોંધ પણ લઈ રહ્યા છે."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર