જ્યારે અમિતાભ બચ્ચન પર ભારે પડ્યા હતા મનોજ બાજપેયી, સિનેમાઘરોમાં દર્શકો પણ થરથરી ઉઠ્યા હતા
જ્યારે અમિતાભ બચ્ચન પર ભારે પડ્યા હતા મનોજ બાજપેયી, સિનેમાઘરોમાં દર્શકો પણ થરથરી ઉઠ્યા હતા
મનોજે જ્યારે પહેલીવાર અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું ત્યારે તેમણે અમિતાભને પણ ઝાંખા પાડી દીધા હતા.
રાકેશ ઓમ પ્રકાશ મહેરાની ફિલ્મ 'અક્સ'માં મનોજ બાજપેયીની (Manoj Bajpayee) મહેનત બાદ જ્યારે રાઘવન ઘાટગે સ્ક્રીન પર આવ્યા તો લોકોના શ્વાસ થંભી ગયા. મનોજે કહ્યું હતું કે, 'ફિલ્મફેર એવોર્ડ લેતી વખતે અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) મારા વખાણ કર્યા ત્યારે લાગ્યું કે મહેનત સફળ થઈ છે'.
મનોજ બાજપેયી એક સારા કલાકાર છે જે દરેક પ્રકારના પાત્રોમાં જાન નાખી દે છે. મનોજની કોઈપણ ફિલ્મમાં તેમનો અભિનય એવરેજ રહ્યો નથી. દરેક જોનરની ફિલ્મોમાં શાનદાર કામ કરનાર મનોજે જ્યારે પહેલીવાર અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું ત્યારે તેમણે અમિતાભને પણ ઝાંખા પાડી દીધા હતા. અમિતાભ પોતે પણ મનોજના અભિનયથી ઇમ્પ્રેસ થયા હતા અને તેમના જોરદાર વખાણ કર્યા હતા.
23 એપ્રિલ 1969ના રોજ જન્મેલા મનોજ બાજપેયીએ ઘણી ફિલ્મોમાં ભૂમિકા ભજવી છે. તાજેતરની વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન'ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ઘણી હિટ ફિલ્મોનો ભાગ રહી ચૂકેલા મનોજે વર્ષ 2001માં રાકેશ ઓમ પ્રકાશ મહેરા સાથે 'અક્સ' ફિલ્મ કરી હતી. આ રોમાંચક ફિલ્મમાં મનોજ ઉપરાંત અમિતાભ બચ્ચન, નંદિતા દાસ, રવિના ટંડન જેવા મોટા કલાકારો હતા. મનોજના ફિલ્મી કરિયરમાં આ ફિલ્મ ખૂબ જ ખાસ છે.
અમિતાભ પણ મનોજના અભિનયના કાયલ થઇ ગયા હતા
હકીકતમાં અમિતાભ બચ્ચન સદીના સુપરસ્ટાર છે. આખી દુનિયા તેમની એક્ટિંગની દિવાની છે. પરંતુ સુપરનેચરલ એક્શન ફિલ્મ 'અક્સ'માં કામ કર્યા બાદ અમિતાભ મનોજના પ્રશંસક બની ગયા હતા. મનોજે આ ફિલ્મમાં નેગેટિવ રોલ કર્યો હતો, તે અદ્ભુત હતું કે સિનેમા હોલમાં બેઠેલા દર્શકો પણ તેનાથી ગભરાઇ ગયા હતા.
રાઘવન ઘાટગે નામના વિલનની ભૂમિકા ભજવી હતી
અક્સ ફિલ્મમાં અમિતાભ બચ્ચને મનુ વર્મા નામના ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી હતી જ્યારે મનોજ બાજપેયીએ રાઘવન ઘાટગે નામના વિલનની ભૂમિકા ભજવી હતી. રાઘવન પોતાના ચહેરા પર માસ્ક પહેરે છે. ફિલ્મની વાર્તા મુજબ, રાઘવનની હત્યા થયા પછી, અમિતાભે માસ્ક પહેરીને રાઘવનની જેમ અભિનય કરવો પડ્યો હતો, પરંતુ અમિતાભ તે કરવામાં અસફળ રહ્યા અને દર્શકોએ પણ સ્પષ્ટપણે જોયું કે બિગ બી મનોજની જેમ અભિનય કરી ન શક્યા.
અમિતાભ બચ્ચનને 'અક્સ' માટે ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતાનો વિવેચક પુરસ્કાર મળ્યો હતો જ્યારે મનોજ બાજપેયીને શ્રેષ્ઠ નકારાત્મક અભિનેતાની શ્રેણીમાં નામાંકન મળ્યું હતું. મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં મનોજે કહ્યું હતું કે તેણે રાઘવનના રોલ માટે ઘણી મહેનત કરી હતી. મારે એક પાત્રમાં ખતરનાક, લોભી, પ્રેમી, મનોરંજક, વિલક્ષણ બધું જ ભજવવાનું હતું.
આટલી મહેનત પછી જ્યારે રાઘવન ઘાટગે સ્ક્રીન પર આવ્યા તો લોકોના શ્વાસ થંભી ગયા. મનોજે કહ્યું હતું કે, 'ફિલ્મફેર એવોર્ડ મેળવતી વખતે અમિતાભ બચ્ચને મારા વખાણ કર્યા હતા, ત્યારે લાગ્યું હતું કે મહેનત સફળ થઈ છે'.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર