Home /News /entertainment /KBCમાં કરોડો કમાયા બાદ અર્શથી ફર્શ પર ઉતર્યો આ શખ્સ : સિગરેટ-દારૂની લત બાદ પત્નીએ સાથ છોડ્યો અને પછી......
KBCમાં કરોડો કમાયા બાદ અર્શથી ફર્શ પર ઉતર્યો આ શખ્સ : સિગરેટ-દારૂની લત બાદ પત્નીએ સાથ છોડ્યો અને પછી......
KBCમાં કરોડો કમાયા બાદ અર્શથી ફર્શ પર ઉતર્યો આ શખ્સ
અમિતાભ બચ્ચના સ્ટારર શો કૌન બનેગા કરોડપતિ(KBC) અનેક લોકોના જીવનની કાયાપલટ કરી ચૂક્યું છે. વિજેતા થયેલ લોકોના જીવન ખુશાલીથી ભરપુર થઈ ગયાં છે, પરંતુ વધુ પડતા પૈસા અને ફેમને કારણે અનેકની જિંદગી ખરાબ પણ થઈ હોઈ શકે છે. આ જ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે.
અમિતાભ બચ્ચના સ્ટારર શો કૌન બનેગા કરોડપતિ(KBC) અનેક લોકોના જીવનની કાયાપલટ કરી ચૂક્યું છે. વિજેતા થયેલ લોકોના જીવન ખુશાલીથી ભરપુર થઈ ગયાં છે, પરંતુ વધુ પડતા પૈસા અને ફેમને કારણે અનેકની જિંદગી ખરાબ પણ થઈ હોઈ શકે છે. આ જ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે.
KBCના સ્પર્ધક સુશીલ કુમારે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવેલ ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'ની પાંચમી સિઝનમાં 5 કરોડ રૂપિયા જીત્યા હતા. આટલી મોટી રકમ જીતીને વ્યક્તિ પોતાના સપનાને પૂરા કરવાનો પ્રયાસ કરવા લાગે છે અને સુશીલ કુમાર સાથે પણ આવું જ થયું, પરંતુ આટલી મોટી રકમ જીતીને તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા. તેમણે પોતાના ફેસબુક પેજ પર પોતાની આ વેદના વિશે પોસ્ટ કરતા જણાવ્યું કે કેવી રીતે કેબીસીમાં જીતવું તે તેમના જીવનનો સૌથી ખરાબ તબક્કો હતો.
જોકે સુશીલ કુમાર હવે સામાન્ય જીવનમાં પાછા ફર્યા છે, ટીચિંગ ફરી શરૂ કર્યું છે, ધૂમ્રપાન છોડી દીધું છે અને પર્યાવરણવિદ્દ બની ગયા છે.
KBCની જીત જીવનનો સૌથી ખરાબ તબક્કો :
સુશીલની FB પોસ્ટને કેપ્શન આપવામાં આવ્યું હતું, 'મારા જીવનનો સૌથી ખરાબ સમયગાળો.' સુશીલે લખ્યું કે 2015-2016 મારા જીવનનો સૌથી પડકારજનક સમય હતો. મને ખબર નહોતી પડતી કે શું કરવું. હું એક સામાન્ય વ્યક્તિમાંથી લોકલ હસ્તી બની ગયો હતો અને બિહારમાં ક્યાંક મહિનામાં 10 કે ક્યારેક 15 દિવસ પણ કાર્યક્રમોમાં હાજરી આપતો હતો. હું મારા શિક્ષણકાર્યથી દૂર થતો જતો હતો અને હું એક લોકલ હસ્તી હોવાને કારણે તે દિવસોમાં મીડિયાને ખૂબ ગંભીરતાથી લેતો હતો. ક્યારેક પત્રકારો મારો ઇન્ટરવ્યુ લેતા અને મારા વિશે લખતા. હું તેમને મારા વ્યવસાય વિશે જણાવતો હતો, જેથી હું તેમને બેરોજગાર ન લાગું. જોકે તે બિઝનેસ થોડા દિવસો પછી બંધ થઈ ગયો.
પત્ની સાથે વણસ્યા સંબંધો :
તેમણે આગળ કેબીસી પછી મૂર્ખ બનવાની વાત પણ સ્વીકારી. તેમણે કહ્યું કે કેબીસી પછી હું એક પરોપકારી બન્યો. 'ગુપ્ત દાન'નો વ્યસની બન્યો અને એક મહિનામાં હજારો કાર્યક્રમોમાં હાજરી આપતો હતો. આ કારણે ઘણી વખત લોકોએ મારી સાથે છેતરપિંડી કરી, જેની મને દાન આપ્યા બાદ જ ખબર પડી હતી. આ કારણે મારી પત્ની સાથેના મારા સંબંધો ધીમે-ધીમે બગડી રહ્યાં હતા. પત્ની ઘણી વાર કહેતી હતી કે મને સાચા અને ખોટા લોકો વચ્ચે તફાવત કેવી રીતે કરવો તે ખબર નથી અને મને ભવિષ્યની ચિંતા નથી. આ બાબતે અમારા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો.
દારૂનું વ્યસન :
સુશીલે વધુમાં કહ્યું કે મારા બિઝનેસને કારણે હું જામીલા મિલિયામાં પત્રકારત્વનો કોર્સ કરતા કેટલાક બાળકોને મળ્યો. કેટલાક IIMC અને JNUના કેટલાક વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી. હું કેટલાક થિયેટર કલાકારોને પણ મળ્યો, પરંતુ જ્યારે આ વિદ્યાર્થીઓ અને કલાકારો કોઈ વિષય વિશે વાત કરતા ત્યારે મને ડર લાગતો કે મને તેના વિશે કોઈ જાણકારી કેમ નથી. ધીમે ધીમે મને દારૂ અને ધૂમ્રપાનની લત લાગતી ગઈ. હું જ્યારે પણ દિલ્હીમાં એક અઠવાડિયું રોકાતો, ત્યારે સાત અલગ-અલગ ગ્રુપ સાથે દારૂ પીતો અને ધૂમ્રપાન કરતો હતો.
ગુસ્સામાં કર્યું ખરાબ કૃત્ય :
જોકે હવે FB પોસ્ટમાં સુશીલે કંગાળ કેમ બન્યો તે અંગેનું કારણ આપતા લખ્યું 'અને હવે, હું કેવી રીતે નાદાર થઈ ગયો...? તમને વાર્તા થોડી 'ફિલ્મી' લાગશે. એક દિવસ રાત્રે જ્યારે હું ફિલ્મ 'પ્યાસા' જોઈ રહ્યો હતો અને તે ક્લાઈમેક્સ પર પહોંચી ત્યારે મારી પત્ની ચીસો પાડીને આવે છે અને કહે છે કે હું એક જ ફિલ્મ વારંવાર જોઈને પાગલ થઈ જઈશ. તેણે મને રૂમ છોડીને બહાર જવા કહ્યું. હું મારું લેપટોપ બંધ કરીને ફરવા ગયો. એક મહિના સુધી તેણે મારી જોડે વાત ન કરતા હું ઉદાસ થઈ ગયો હતો. હું ચાલતો જતો હતો ત્યારે એક અંગ્રેજી અખબારના પત્રકારે મને ફોન કર્યો. બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે અચાનક તેમણે મને કંઈક એવું પૂછ્યું જેનાથી મને ચીડ ચડી ગઈ, ત્યારે મેં તેને અચાનક કહ્યું કે મારા બધા પૈસા ખાલી થઈ ગયા છે અને મારી પાસે બસ હવે બે ગાય જ છે અને તેમનું દૂધ વેચીને, તેમાંથી થોડા પૈસા કમાઈને જીવી રહ્યો છું. ત્યારબાદ તમે બધા તે સમાચારની અસરથી તો વાકેફ હશો જ. થોડક સમયમાં લોકોએ મારો સંપર્ક કરવાનું બંધ કરી દીધું. મને ઈવેન્ટ્સમાં આમંત્રણ આવવાના બંધ થયા અને ત્યારે જ મને વિચારવાનો સમય મળ્યો કે મારે આગળ શું કરવું જોઈએ.
મુંબઈ નગરીમાં ફરી ગાડી પાટે ચઢાવવાનો પ્રયાસ :
સુશીલે આગળ લખ્યું કે આ દરમિયાન મારી પત્ની અને મારી વચ્ચે મોટો ઝઘડો થયો. તે મને છોડીને પિયર જતી રહી અને છૂટાછેડા માટે કહ્યું. આ કપરી સ્થિતિમાં મને સમજાયું કે જો મારે મારા લગ્નજીવનને બચાવવું હોય તો મારે ફિલ્મ ડાયરેક્ટર બનવું પડશે અને મારી જાતને એક નવી ઓળખ આપવી પડશે તેથી સુશીલે ફિલ્મ નિર્દેશક બનવાનું વિચાર્યું અને તે મુંબઈ આવી ગયો, પરંતુ ત્યાં પહોંચતા જ મને ખ્યાલ આવ્યો કે હું કોઈ દિગ્દર્શક બનવા મુંબઈ નથી આવ્યો, પરંતુ એક ભાગેડુ છું, જે સત્યથી ભાગી રહ્યો છું.
મારા મનએ મને કહ્યું કે નાની-નાની બાબતોમાં ખુશી છુપાયેલી હોય છે. લોકોને શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરવો, જેની શરૂઆત પોતાના જ ઘર/ગામથી થવી જોઈએ. મેં ત્રણ સ્ક્રિપ્ટ લખી જે એક પ્રોડક્શન હાઉસને ગમી અને તેણે મને તેના માટે 20 હજાર રૂપિયા આપ્યા.
જીવનની ફરી પાટે ચઢી :
મુંબઈ છોડ્યા પછી સુશીલ ઘરે પાછો ગયો અને નવું જીવન શરૂ કર્યું. તેણે બાળકોને ભણાવવાનું શરૂ કર્યું અને વર્ષ 2019માં ધૂમ્રપાન છોડ્યું અને ઘણા પ્રોજેક્ટ્સ સાથે જોડાયા, જેમાં તેમને શાંતિ મળી.
રસપ્રદ વાત એ પણ છે કે સુશીલ કુમારને SBI બેંક દ્વારા તેમની મોતિહારી બ્રાંચના ટોચના 20 થાપણદારોમાં સામેલ થવા બદલ સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર