Home /News /entertainment /Entertainment : કપિલના 40 કરોડ રૂપિયા ડૂબવાની વાત પર અજય દેવગને આપ્યુ વિચિત્ર રિએક્શન
Entertainment : કપિલના 40 કરોડ રૂપિયા ડૂબવાની વાત પર અજય દેવગને આપ્યુ વિચિત્ર રિએક્શન
અજય દેવગને કપિલને મગજ ન ચલાવવાની સલાહ આપી.
કોમેડી કિંગ કપિલ શર્મા (Kapil Sharma) બબલી છે, જ્યારે બોલિવૂડ એક્ટર અજય દેવગન (Ajay Devgn) ખૂબ જ શાંત વ્યક્તિ છે. પરંતુ આ બંને સેલેબ્સ વચ્ચે એક સમાનતા છે કે બંને 2જી એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવે છે. આ વર્ષે 2 એપ્રિલે, જ્યાં કપિલ 41 વર્ષનો થશે, ત્યાં અજય તેનો 53મો જન્મદિવસ ઉજવશે.
કપિલ શર્માના ફેમસ કોમેડી શોમાં ફિલ્મી દુનિયાના સ્ટાર્સ અવારનવાર પોતાની ફિલ્મોના પ્રમોશન માટે પહોંચે છે અને દર્શકોનું ભરપૂર મનોરંજન કરે છે. કપિલ શર્માની કોમિક ટાઈમિંગ લોકોને હસાવે છે. ઘણી વખત કપિલ શોમાં લોકોની ટાંગ ખેંચે છે તો ક્યારેક તેની ખેંચાઈ જાય છે. આવું જ એક વખત બન્યું હતું, જ્યારે બોલિવૂડ એક્ટર અજય દેવગન તેના કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'માં પહોંચ્યો હતો, ત્યારે કપિલને તેણે એવો સવાલ પૂછ્યો હતો કે જવાબમાં તેને તેના દર્દભર્યા દિવસો યાદ આવી ગયા.
કોમેડી કિંગ કપિલ શર્મા બબલી છે, જ્યારે બોલિવૂડ એક્ટર અજય દેવગન ખૂબ જ શાંત વ્યક્તિ છે. પરંતુ આ બંને સેલેબ્સ વચ્ચે એક સમાનતા છે કે બંને 2જી એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવે છે. આ વર્ષે 2 એપ્રિલે, જ્યાં કપિલ 41 વર્ષનો થશે, ત્યાં અજય તેનો 53મો જન્મદિવસ ઉજવશે. બંને એક જૂના વીડિયોમાં સાથે જોવા મળે છે. આ વીડિયોમાં અજય સાથે અભિષેક બચ્ચન પણ કપિલના શોમાં ગેસ્ટ તરીકે જોવા મળી રહ્યો છે.
વાસ્તવમાં, અજય દેવગન અને અભિષેક બચ્ચન ગયા વર્ષે તેમની ફિલ્મ 'ધ બિગ બુલ'ના પ્રમોશન માટે 'ધ કપિલ શર્મા શો'માં પહોંચ્યા હતા. શો દરમિયાન કપિલે અજયને પૂછ્યું કે તમે ધ બિગ બુલ માટે અભિષેકને કેમ કાસ્ટ કર્યો, તમે જાતે કરી શકતા હોત. આના પર અજય દેવગને કહ્યું કારણ કે મને લાગ્યું કે અભિષેક બચ્ચન આ રોલ માટે પરફેક્ટ છે અને દરેક ફિલ્મ તમે તમારા માટે વિચારીને બનાવતા નથી. તમે પણ વિચારો કે કઈ સ્ક્રિપ્ટ કોને અનુકૂળ છે અને કઈ નથી.
અજય દેવગનની વાત સાંભળ્યા બાદ કપિલ કહે છે કે 'મે પોતાનું વિચારીને બનાવી હતી' એટલે જ મારુ કામ બગડી ગયું. અજય કપિલને કહે છે કે 'આગળથી તારુ મગજ ન ચલાવતો'. આના પર કપિલ કહે છે કે 'પોતાના પૈસા ડૂબે છે ત્યારે જ સમજમાં આવે છે અને હુ ખૂબ સમજી ગયો છુ. 40 કરોડ રૂપિયાનું સમજ્યો છું
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર