Home /News /entertainment /

Bollywood News : કાજોલે જ્યારે બાળકો સાથે ઘર છોડવાની આપી ધમકી, જાણો શું હતુ કારણ

Bollywood News : કાજોલે જ્યારે બાળકો સાથે ઘર છોડવાની આપી ધમકી, જાણો શું હતુ કારણ

જ્યારે કાજોલ અને અજયના લગ્ન જીવનમાં સમસ્યા આવી હતી

અજય દેવગન (Ajay Devgn) અને કાજોલના (Kajol) લગ્નને 23 વર્ષ થયા છે અને ઘણી વખત તેઓએ જીવનમાં ઉતાર-ચઢાવ પણ જોયા છે. અજય 2 એપ્રિલે 53મો જન્મદિવસ (Ajay Devgn birthday) ઉજવવા જઈ રહ્યો છે. અજય અને કાજોલે દરેક મુશ્કેલ સમસ્યાને એકસાથે ઉકેલી અને આજે આ કપલ એક પર્વતની જેમ એકબીજા સાથે છે.

વધુ જુઓ ...
    બોલિવૂડમાં લિંકઅપ્સ અને અફેર સામાન્ય છે, પરંતુ ઘણી વખત આપણે જોયું છે કે તેના કારણે ઘણા સ્ટાર્સના લગ્ન તૂટી ગયા છે. બોલિવૂડમાં શાહરૂખ ખાન-ગૌરી, અજય દેવગણ-કાજોલ, રિતેશ-જેનેલિયા સહિત ઘણા કપલ્સ છે જેઓ ફક્ત એકબીજાને વર્ષોથી ઓળખતા જ નથી પરંતુ એકબીજાનો સાથ પણ નિભાવી રહ્યા છે. તેઓ અન્ય લોકો માટે એક ઉદાહરણ બની ગયા છે. પરંતુ એવું નથી કે તેમના લગ્ન જીવનમાં કોઈ સમસ્યા ન હતી. આજે અમે અજય દેવગન અને કાજોલ વિશે વાત કરી રહ્યા છીએ.

    અજય દેવગન અને કાજોલના લગ્નને 23 વર્ષ થયા છે અને ઘણી વખત તેઓએ જીવનમાં ઉતાર-ચઢાવ પણ જોયા છે. 2 એપ્રિલે 53મો જન્મદિવસ ઉજવવા જઈ રહેલા અજય દેવગન અને કાજોલ દરેક મુશ્કેલ સમસ્યાને ઉકેલવામાં સફળ રહ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓ ત્યારે શરૂ થઈ જ્યારે અજય દેવગન 'વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ'ના સેટ પર કંગના રનૌતને મળ્યો.

    અજય દેવગન-કંગનાના અફેરની ચર્ચાઓ


    આ ફિલ્મમાં અજય દેવગન અને કંગના રનૌત એકબીજાની સામે હતા. આવી સ્થિતિમાં, ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે અજય દેવગન અને કંગના રનૌત વાસ્તવિક જીવનમાં એકબીજાની નજીક આવી રહ્યા છે અને તેમના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. એવા અહેવાલો પણ હતા કે અજય દેવગને જ 'તેજ' અને 'રાસ્કલ્સ' માટે કંગનાનું નામ સૂચવ્યું હતું.

    આ પણ વાંચો - 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે વધુ એક સારા સમાચાર, વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કરી આપી ખુશખબરી

    કાજોલે આપી હતી ધમકી


    જ્યારે કાજોલને લાગ્યું કે હવે પાણી તેના માથા પરથી ઉપર જઇ રહ્યું છે, ત્યારે તેણે સમગ્ર મામલો સંભાળવાનું નક્કી કર્યું. એવું કહેવાય છે કે તેણે અજય દેવગનને ધમકી આપી હતી કે જો આ બધું ચાલતું રહેશે તો તે બાળકો સાથે ઘર છોડી દેશે. સારી વાત એ હતી કે આવું કંઇક બને તે પહેલા બંનેએ મળીને બધું ઉકેલી લીધું હતું. રસપ્રદ વાત એ છે કે એક ઈન્ટરવ્યુમાં અજય દેવગને એક્સ્ટ્રા મેરિટલ અફેર વિશે વાત પણ કરી હતી.

    આ પણ વાંચો - શું RRRની OTT રિલીઝની તારીખ થઈ ગઈ છે નક્કી! અહીં જાણો

    તેણે કહ્યું હતું કે, 'હું એવું નથી કહેતો કે એક્સ્ટ્રા મેરિટલ અફેર નથી થતા, પરંતુ ઘણી વખત મીડિયા બે લોકોને એકસાથે જોઈને ગેરસમજ કરે છે. હું ક્યારેય કોઈને એવી તક આપતો નથી કે કોઈ મારું નામ કોઈની સાથે જોડે. અજય દેવગને કહ્યું હતું કે, મને મારું કામ ગમે છે અને હું કામ પૂરું કરીને સીધો ઘરે આવું છું.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Ajay Devgn, Bollywood News in Gujarati, Entertainment news, Kajol

    આગામી સમાચાર