એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)નાં દિગ્ગજ એક્ટર ઇરફાન ખાન (Irrfan Khan)એ દુનિયાને અલવિદા કહે 6 મહિના થઇ ગયા છે. પણ પરિવારની યાદો માંથી તે બહાર નથી આવ્યો. તેને એક અનસીન વીડિયો શેર કર્યો છે. જે ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ઇરફાન 'મેરા સાયા સાથ હોગા (Mera Saya Sath hoga) સોન્ગ ગાતા નજર આવે છે. ઇરફાન-સુતાપાનો આ વીડિયો ઘણો પસંદ કરી રહ્યો છે.'
ઇરફાન ખાન (Irrfan Khan)નાં દીકરા બાબિલ (Babil)એ તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઇરફાન ખાન તેની પત્ની સુતાપા સિકદર (Sutapa Sikdar)ની સાથે હાથમાં હાથ નાંખીને રસ્તા પર ચાલી રહ્યો છે. ઇરફાન 'મેરા સાયા સાથ હોગા' ગણગણતો રહે છે. આ સાંભળીને સુતાપા પણ ગીત ગણગણે છે, ઇરફાન સુતાપાને સવાલ કરે છે કે, 'મેરા સાયા કે તેરા સાયા? ' જેનાં પર સુતાપા જવાબ આપે છે મેરા સાયા..
બાબિલે સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતાં લખ્યું છે કે , 'મેરા સાયા તેરા સાયા? મા ને એરપોર્ટ પર છોડી આવ્યો છું' આ વીડિોય સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો ઇરફાન ખાનની ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'નાં શૂટિંગ સમયનો છે. ઇરફાનની આ અંતિમ ફિલ્મ હતી.
આપને જણાવી દઇએ કે, બાબિલની માતા સુતાપા સિકદર હાલમાં જ તેનાં દીકરાને મળવા લંડન ગઇ હતી. જેને મુંબઇ માટે રવાના કરવાં દીકરો એરપોર્ટ પર આવ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ વીડિયો પર ઘણાં ફેન્સની સાથે સાતે એક્ટર પંકજ ત્રિપાઠીએ પણ લવ રિએક્શન આપ્યું છે.
Published by:Margi Pandya
First published:October 23, 2020, 12:31 pm