HBD Mumtaz: રાજેશ ખન્ના સાથે મોટા પડદે જમાવી હતી જોડી, દરેક વ્યક્તિ મુમતાઝની ક્યુટનેસ પર હતું ફિદા

Instagram/mumtaz_diva_of_bollywood

તમને જણાવી દઈએ કે, મુમતાઝને ફિલ્મ 'બાલ બ્રહ્મચારી' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. 1970માં રિલીઝ થયેલી 'ખિલોના' માટે મુમતાઝને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

  • Share this:
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી મુમતાઝ (Mumtaz) આજે એટલે કે 31 જુલાઈએ પોતાનો 74મો જન્મદિવસ (Mumtaz birthday) ઉજવી રહી છે. તેમનો જન્મ 31 જુલાઈ 1947ના રોજ થયો હતો. તેમને આજે પણ 'રોટી', 'બંધન', 'દુશ્મન', 'પ્રેમ કહાની' જેવી ફિલ્મોમાં તેમના અભિનય માટે યાદ કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે પોતાની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તેઓ ફિલ્મ 'સોને કી ચિડિયા' (1958)માં બાળ કલાકાર તરીકે જોવા મળ્યા હતા.

ફિલ્મ 'દો રસ્તે'થી મુમતાઝે બોલીવુડમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું હતું. આ ફિલ્મ 1969માં રિલીઝ થઈ હતી, જેમાં રાજેશ ખન્નાએ તેમની સામે અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં મુમતાઝની ક્યુટનેસ પર દરેકના દિલ આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, મુમતાઝે રાજેશ ખન્ના અને ધર્મેન્દ્ર સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણીએ રાજેશ ખન્ના સાથે 10 ફિલ્મોમાં કામ કર્યું છે. આ જોડી તે સમયના હિટ કપલ્સમાંથી એક હતી.



મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1977માં ફિલ્મ 'આયના' રિલીઝ થયા બાદ મુમતાઝે પરિવારનું ધ્યાન રાખવા માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. તેમણે 1990માં ફિલ્મ 'આંધિયાં'થી ફિલ્મોમાં વાપસી કરી હતી. તેમણે વર્ષ 1974માં ઉદ્યોગપતિ મયુર મદવાણી સાથે લગ્ન કર્યા હતા. તેઓને બે દીકરીઓ પણ છે.

તમને જણાવી દઈએ કે, મુમતાઝને ફિલ્મ 'બાલ બ્રહ્મચારી' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. 1970માં રિલીઝ થયેલી 'ખિલોના' માટે મુમતાઝને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. તેઓ ફિલ્મ ઉદ્યોગના બેસ્ટ ડાન્સર્સમાંથી એક ગણાતા હતા અને તેમને હેલેનના ડાન્સ મૂવ્સને ટક્કર આપવાની આદત હતી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે તેમણે પોતાના જીવનમાં પણ ઘણા ઉતાર-ચડાવ જોયા હતા. જ્યારે તેઓ 50 વર્ષના હતા, ત્યારે તેઓ સ્તન કેન્સરથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ આ જીવલેણ રોગમાંથી સ્વસ્થ થઈ ગયા હતા અને હવે તેઓ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.
First published: