એવું શું થયું કે દીપિકા જીમ બહાર 'એ ગાડી' જોઇને પરત ફરી ગઈ?

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ વર્કઆઉટ માટે તેના ટ્રેનર યાસ્મીન કરાચીવાલાના ફિટનેસ સ્ટુડિઓ જઈ રહી હતી.

 • Share this:
  દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ વચ્ચેનું કોલ્ડવોર અવાર નવાર મીડિયામાં ચમકતું રહે છે. હંમેશા કેમેરાની સામે નજરે પડતી આ બંને અભિનેત્રીઓ ક્યારેય એકબીજા વિશે કંઈ બોલતી નથી. જોકે, ક્યારેક એવું બને છે જેના કારણે આપણને બંને વચ્ચે કોલ્ડવોર ચાલતું હોય તેના પુરાવા મળી રહી છે. આવા બનાવો મીડિયામાં હેડલાઇન્સ બની જતા હોય છે. તાજેતરમાં દીપિકા પાદુકોણ સાથે કંઈક આવું જ થયું હતું. દીપિકા તેના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ કેટરિના કૈફને નજરઅંદાજ કરતી જોવા મળી હતી.

  દીપિકા પાદુકોણ વર્કઆઉટ માટે તેના ટ્રેનર યાસ્મીન કરાચીવાલાના ફિટનેસ સ્ટુડિઓ જઈ રહી હતી. પરંતુ તેણે જીમ બહાર એક કાર જોઈ હતી. જેના કારણે તેણે તરત યૂ ટર્ન લઈ લીધો હતો. આ કાર કેટરિના કૈફની હતી. દીપિકા ગાડી જોઈને જ તેને ઓળખી ગઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે તેને કેટરિનાની ગાડીનો નંબર પણ યાદ હતો. બસ પછી થવાનું શું હતું, દીપિકાએ નક્કી કર્યું કે તે કેટરિનાનો સામનો કરવા નથી માંગતી અને આથી જ તે ત્યાંથી દબાતા પગે નીકળી ગઈ હતી!

  નોંધનીય છે કે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ તેના લગ્નની વાતને લઈને સમાચારમાં છે. એવા સમાચાર આવી રહ્યા છે કે રણવીર અને દીપિકા આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે. હાલમાં જ બંને પરિવારના સભ્યોની મુલાકાત બાદ લગ્નની વાતને વધારે હવા મળી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: