Home /News /entertainment /જયારે ડિપ્રેશનથી લડી રહી હતી દીપિકા પદુકોણ, રણબીર કપૂરે કરી હતી મદદ!

જયારે ડિપ્રેશનથી લડી રહી હતી દીપિકા પદુકોણ, રણબીર કપૂરે કરી હતી મદદ!

ડિપ્રેશનનો સામનો કરી રહી હતી દીપિકા

રણબીર કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જો કે, આજે આપણે રણબીરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' વિશે નહીં, પરંતુ અભિનેતાના જીવન સાથે જોડાયેલા કેટલાક એવા કિસ્સાઓ વિશે વાત કરીશું

    Ranbir Kapoor Deepika Padukone love story: રણબીર કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જો કે, આજે આપણે રણબીરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' વિશે નહીં, પરંતુ અભિનેતાના જીવન સાથે જોડાયેલા કેટલાક એવા કિસ્સાઓ વિશે વાત કરીશું, જે ચર્ચામાં રહ્યા હતા.

    આ પણ વાંચોઃ- Hrithik Roshan Video: હૃતિક રોશને લાઈવ ઈવેન્ટમાં ફેનને પગે લાગ્યો, એક્ટરના આ અંદાજ પર ફેન્સ થઈ ગયા ફિદા, ચાહકોએ કહ્યું, કેટલો વિનમ્ર છે

    રણબીર કપૂર એક સમયે અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે સિરિયસ રીલેશનશીપમાં હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'બચના એ હસીના' ના શૂટિંગ દરમિયાન તેમની નિકટતા વધી હતી. આ ફિલ્મ રિલીઝ થયા બાદ તેઓ ઘણીવાર સાથે જોવા મળ્યા હતા. લોકોને પણ તેમની જોડી ખુબ પસંદ હતી અને તેઓએ "તમાશા" અને "યે જવાની હે દીવાની" જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું હતું. જોકે, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રણબીર કપૂરે રિલેશનશિપમાં દીપિકાને દગો આપ્યો હતો. દીપિકાના નજીકના મિત્રોએ પણ અભિનેત્રીને આ વિશે જણાવ્યું હતું.

    જોકે, દીપિકા રણબીરને બીજી તક આપવા મક્કમ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીજી તક મળ્યા પછી પણ રણબીર બદલાયો નહીં અને દીપિકાને છેતરતો રહ્યો. આનું પરિણામ એ આવ્યું કે દીપિકાએ પોતે એક વખત રણબીર કપૂરને રંગે હાથે પકડ્યો હતો.



    કહેવાય છે કે આ ઘટનાની દીપિકા પર ખૂબ જ ખરાબ અસર પડી હતી. દીપિકાનું રણબીર સાથે બ્રેકઅપ થયું, ત્યારે અભિનેત્રી પણ ડિપ્રેશનમાં જતી રહી હતી. દીપિકાએ ઘણા પ્રસંગોએ ડિપ્રેશન સાથે જોડાયેલા તેના અનુભવ વિશે વાત કરી છે. તે એક સંસ્થા પણ ચલાવે છે, જે માનસિક રોગો પ્રત્યે લોકોમાં સજાગતા ફેલાવે છે. જોકે, મીડિયા રિપોર્ટ્સ એમ પણ કૈં છે કે, દીપિકાને તેના ડિપ્રેશન દરમિયાન સૌથી વધુ મદદ રણબીર તરફથી મળી હતી.

    એક ઈન્ટરવ્યુમાં દીપિકાએ પોતે સ્વીકાર્યું હતું કે રણબીરે તેને ડિપ્રેશન સામે લડવામાં ઘણી મદદ કરી હતી. વાસ્તવમાં, બ્રેકઅપના થોડા વર્ષો પછી બંનેએ એકબીજા માટે મનની કડવાશ દૂર કરી હતી અને બંનેએ ફિલ્મોમાં સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું, જેથી તેમનો બોન્ડ ફરી સારો બન્યો હતો અને હવે તેઓ સારા મિત્રો છે.

    જણાવી દઈએ કે દીપિકા પાદુકોણે પઠાણ ફિલ્મમાં શાહરુખ ખાન (Shahrukh Khan) સાથે જોવા મળશે. તેમજ અભિનેત્રી એક બીજી ફિલ્મ 'ફાઇટર'માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં રિતિક રોશન લીડ રોલમાં હશે અને તેની સામે દીપિકા પાદુકોણ હિરોઈન તરીકે જોવા મળશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Bollywod, Deepika Padukone, Ranbir Kapoor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन