Home /News /entertainment /જ્યારે અટલ બિહારી વાજપેયી માટે દિલીપ કુમારે પાક. PMને ઝાટકી કાઢ્યા હતા

જ્યારે અટલ બિહારી વાજપેયી માટે દિલીપ કુમારે પાક. PMને ઝાટકી કાઢ્યા હતા

બાજપેયી-દીલિપ કુમાર

પાકિસ્તાનનાં પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ કસૂરીએ તેમની બૂક 'નાઇધર અ હોક નૌર અ ડવ'માં દિલીપ કુમારવાળા કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે

  નવી દિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયી અને એક્ટર દિલીપ કુમારનાં સંબંધો ખુબજ સારા હતાં અને એવા ઘણાં અવસર હતાં જેમાં આ વાત સામે આવી છે. પાકિસ્તાનની કારગિલમાં ઘુસણખોરી દરમિયાન એક એવી ઘટના બની હતી કે તે સમયે અટલ બિહારી બાજપેયીએ દિલીપ કુમારને તત્કાલીન પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફ સુધીને ઝાટકી નાંખ્યા હતાં. દિલીપ કુમારે નવાઝ શરીફને 'શરાફત'થી રહેવાની સલાહ આપી દીધી હતી.

  શું હતો મામલો- આ આખો મામલો સમજવા માટે અટલ બિહારી બાજપેયીની લાહૌર યાત્રા અને 1999નાં લાહૌર ઘોષણાપત્રનો ઉલ્લેખ કરવો જરૂરી છે. આ ઘોષણા પત્રની સાથએ જ એવી આશા જતાવવામાં આવી રહી હતી કે હવે બંને દેશોનાં સંબંધો મિત્રતા ભર્યા થઇ શકે છે. આ સમજૂતીથી બંને દેશોને શિમલા સમજૂતિ લાગૂ કરવા પ્રત્યે પ્રતિબદ્ધતા પણ જાહેર કરી હતી. વાજપેયીની યાત્રા દરમિયાન પાકિસ્તાનનાં ઘણાં કટ્ટરપંથી સંગઠનોએ વિરોધ પણ કર્યો હતો. અને મીનાર-એ-પાકિસ્તાનનાં પ્લેટફર્મને તે કહીને ધોવડાવ્યો હતો કે અહીં દુશ્મન દેશનાં પ્રધાનમંત્રીનાં કદમ પડી ગયા છે.

  જોકે આ મિત્રતા વધુ ટકી ન હતી. અને પાકિસ્તાનનાં નવાં બનેલા સેના પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફનાં નેજા હેઠળ કારગિલમાં ઘુસણખોરી શરૂ થઇ ગઇ છએ. અને સ્થિતિ ફરીથી તણાવ પૂર્ણ થઇ ગઇ હતી. વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદીની કિતાબ 'હાર નહીં માનૂંગા- અટલ એક જીવન ગાથા'માં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મુશર્રફે શરીફની સત્તા આંચકી લેવા માટે કારગિલને અંજામ આપ્યો હતો.

  જોકે, પાકિસ્તાનનાં પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ કસૂરીએ તેમની બૂક 'નાઇધર અ હોક નૌર અ ડવ'માં દિલીપ કુમારવાળા કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. તેમનાં મુજબ કારગીલ ઘુસણખોરીથી નારાજ વાજપેયીએ દિલીપ કુમાર આગળ નવાઝ શરીફનાં વ્યવહાર પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યુ હતું. જે બાદ દિલીપ કુમારે પોતે નવાઝ શરીફ સાથે વાત કરી હતી. ઉલ્લેખીય છે કે, દિલીપ કુમાર પણ વર્ષ 1997માં અટલ બિહારી વાજપેયી સાથે લાહૌર ગયા હતાં. આ વર્ષે પાકિસ્તાને દિલીપ કુમારને સર્વોચ્ચ સન્માન 'નિશાન એ ઇમ્તિાયઝ'થી સન્માનિત કર્યા હતાં.

  બન્યું એમ કે, કારગીલ ઘુસણખોરીને અટલ બીહારી વાજપેયીની પીઠમાં ખંજરની જેમ માની. અને તેની ફિરયાદ દિલીપ કુમારને પણ કરી. અટલ જીએ કહ્યું કે, શરીફે એક બાજુ લાહૌરમાં અમનની વાત કરી અને બીજી તરફ મુશર્રફે ઘુસણખોરી કરતાં પણ ન રોક્યાં. ખુર્શીદ કસૂરીનાં બૂકમાં આવેલા લેખ મુજબ વાજપેયીએ શરીફને ફરિયાદ ભર્યો ફોન કર્યો અને અચાનક જ ફોન દિલીપ કુમારને પકડાવી દીધો. દિલીપ કુમારની અવાજ સાંભળીને શરીફ પણ ગભરાઇ ગયા. પણ દિલીપ કુમારે કહ્યું કે, 'મિયાં સાહિબ, આપે હમેશા અમનનાં સમર્થક હોવાનો દાવો કર્યો છે. તેથી અમે આપની પાસે જંગની ઉમ્મીદ નથી કરતાં. તણાવની આ હાલતમાં ભારતીય મુસલમાન ખુબજ અસુરક્ષિત થઇ જાય છે., તેથી હાલાતને કાબૂમાં કરવા કંઇક કરો'

  કસૂરીએ કહ્યું કે, અટલજીએ સરતાજ અઝીઝને પણ ફોન કરીને દુ:ખ જાહેર કર્યુ હતું. પાકિસ્તાનમાં ઉચ્ચાયુક્ત રહેલાં પાર્થસારથીનાં જણાવ્યાં મુજબ દિલીપ કુમારનાં વાત કરવાંથી નવાઝ શરીફને ખુબ મોટો આંચકો લાગ્યો હતો. એક તરફ તો તે તખ્તોપલટ રોકવાનાં પ્રયાસમાં લાગેલાં હતાં. તેમજ તેમને એ વાતનો અહેસાસ પણ થઇ ગયો કે કારગિલની ઘટનાથી તેમની છબીને કેટલું નુક્સાન થયુ છે
  Published by:Margi Pandya
  First published:

  Tags: Dilip Kumar, Nawaz sharif, Talk, અટલ બિહારી વાજપેયી

  विज्ञापन
  विज्ञापन