રણબીર કપૂર પર ભાડવાતે કર્યો કેસ, માંગ્યા 50 લાખ રૂપિયા

News18 Gujarati
Updated: July 20, 2018, 4:09 PM IST
રણબીર કપૂર પર ભાડવાતે કર્યો કેસ, માંગ્યા 50 લાખ રૂપિયા
મહારાષ્ટ્રનાં પુણેમાં રણબીર કપુરનું એક પોશ એપાર્ટમેન્ટ છે જેનું નામ ટ્રમ્પ ટાવર છે. જેના ભાડવાતે તેનાં વિરુદ્ધ કેસ કર્યો છે.

મહારાષ્ટ્રનાં પુણેમાં રણબીર કપુરનું એક પોશ એપાર્ટમેન્ટ છે જેનું નામ ટ્રમ્પ ટાવર છે. જેના ભાડવાતે તેનાં વિરુદ્ધ કેસ કર્યો છે.

  • Share this:
મુંબઇ: હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'સંજૂ'ની સફળતાનો સ્વાદ રણબીર કપૂર ચાખી રહ્યો છે પણ હાલમાં એક મોટી મુશ્કેલીમાં ફસાઇ ગયો છે. હાલમાં પુણેમાં રણબીરનું એક પોશ એપાર્ટમેન્ટ છે જેનું નામ ટ્રમ્પ ટાવર છે. આ એપાર્ટમેન્ટ તેણે ભાડે આપ્યું છે. પણ હવે તે જ એપાર્ટમેન્ટમાં જ ભાડે રહેનારા એક વ્યક્તિએ રણબીર પર 50 લાખ રૂપિયાનો કેસ ઠોકી દીધો છે. રણબીર પર આ કેસ રેન્ટ એગ્રીમેન્ટનાં નિયમને ફોલો ન કરવાં મુદ્દે છે.

બોલિવૂડ લાઇફમાં આવેલી રિપોર્ટ મુજબ, રણબીરનાં એપાર્ટમેન્ટમાં રહેનારા ભાડવાત શીતલ સૂર્યવંશીએ રણબીર કપૂર પર આરોપ લગાવ્યો છે કે, એક્ટરે રેન્ટ એગ્રીમેન્ટનો ટાઇમ પૂર્ણ થયા વગર જ તેને ઘરમાંથી કાઢી મુક્યો. શીતલનાં મત પ્રમાણે, તેમની વચ્ચે 4 લાખનાં હિસાબે 12 મહિના સુધીનાં પૈસા આપવાની વાત થઇ હતી. અને આ ઉપરાંત તેન 24 લાખનું ડિપોઝિટ પણ કર કરાવી દીઘા છે.

હવેઆ કેસમાં પુણેની સિવિલ કોર્ટમાં એક કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. જ્યાં શીતલ સૂર્યવંશીએ 50 લાખ રૂપિયા માંગ્યા છે. તેણે આ પૈસા 1.08 લાખ રૂપિયા વ્યાજ સાથે માંગી રહ્યાં છે. ભાડવાતનો આરપો છે કે તેની ફેમિલીને ઘણું સહન કર્યુ છે. અને અસમય નિકળી જવાનાં આદેશથી અમે આહત થયા છીએ.

રણબીરે કરી સ્પષ્ટતા
તો રણબીર કૂપરે તેનાં વિરુદ્ધ લાગેલા તમામ આરોપોનું ખંડન કર્યુ છે. રણબીરનું કહેવું છે કે તેણે શીતલ રઘુવંશીને એપાર્ટમેન્ટ ખાલી રવા નથી કહ્યું. ફણ રેન્ટ અગ્રીમેન્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે ભાડે લીધા બાદ એપાર્ટમેન્ટ 12 મહિના માટે અલોટ કરી દેવામાં આવ્યું છે. રણબીર વધુમાં કહે છે કે, ભાડવાતે તેની મરજીથી ઘર ખાલી કર્યુ છે. અને 3 મહિનાનું ભાડુંં પણ નથી આપ્યું . જેથી ભાડવાતે આપેલાં ડિપોઝિટમાંથી કાપી લેવામાં આવ્યું છે. હવે આ કેસની આગામી સુનાવણી 28 ઓગષ્ટનાં રોજ થશે.
First published: July 20, 2018, 4:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading