ફેંસે ખબર પૂછવા પર કોવિડ-19 પોઝિટિવ સોનૂ સૂદ બોલ્યા, હું સારો છું કોરોના વાયરસને દર્દ થઈ રહ્યું છે

ફાઈલ તસવીર

ફેન્સે કોવિડ-19 પોઝિટિવ સૂદને પૂછ્યું તો તમે કેવું મહેસૂસ કરી રહ્યા છો તો તેના જવાબમાં સોનૂ સૂદે કહ્યું કે હું એકદમ સારો છું કોરોના વાયરસને કષ્ટ થઈ રહ્યું છે.

 • Share this:
  મુંબઈઃ ગત વર્ષે કોરોના વાયરસના (coronavirus) કારણે મુંબઈમાંથી (mumbai) પલાયન કરી રહેલા પ્રવાસી મજૂરોની મદદ કરીને વાસ્તવિક જીવનમાં નાયક (Nayak) બનેલા સોનૂ સૂદ (sonu sood) આ સમયે કોરોના સામે લડી રહ્યા છે. પ્રવાસી મજૂરો માટે મસિહા બનીને સામે આવ્યા બાદ અત્યાર સુધી જરૂરતમંદ લોકોની સતત મદદ કરી રહ્યા છે. હવે સોનૂ સૂદ પોતે વાયરસ સામે લડી રહ્યા છે. દેશભરમાં તેમના માટે દુવાઓ શરૂ થઈ છે

  ચાહકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી સોનૂ સૂદના જલદી સાજા થવાની કામનાઓ કરી રહ્યા છે. ફેન્સે કોવિડ-19 પોઝિટિવ સૂદને પૂછ્યું તો તમે કેવું મહેસૂસ કરી રહ્યા છો તો તેના જવાબમાં સોનૂ સૂદે કહ્યું કે હું એકદમ સારો છું કોરોના વાયરસને કષ્ટ થઈ રહ્યું છે.

  સોનૂ આ સમયે લોકોને દરેક સંભવ મદદ કરી રહ્યા છે. સંક્રમિત થયાબાદ તેમણે પોતાની ટ્વીટમાં કહ્યું હતું કે, મદદ કરવા પર તેમને એક વ્યક્તિએ ધન્યવાદ કહ્યું હતું. એ વ્યક્તિએ સોનૂ પાસે આઈસીયુ બેડ અને એમ્બ્યુલન્સની માંગણી કરી હતી. સૂદે સોશિયલ મીડિયા ઉપર કહ્યું કે આગામી 30 મિનિટમાં તેમને આઈસીયુ બેડ અને એમ્બ્યુલન્સ મળી જશે. તૈયારી કરો.

  આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા કરી એવી ઘટના! લાચાર પતિ કોરોના સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો, ન મળી સારવાર, દુઃખી પત્ની કરી આત્મહત્યા

  આ પણ વાંચોઃ-કોરોના સ્ટ્રેનનું ભયાનક રૂપઃ 24 કલાકમાં જ મહિલાના 80% ફેફસાં કરી નાંખ્યા ખરાબ, એક્સ-રે જોઈ ડોક્ટરો ચોંકી ગયા

  આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

  આ પણ વાંચોઃ-મોબાઈલ ઉપર વાત કરવા માટે ટોકી તો ભાભીએ નણંદની કરી નાંખી હત્યા, લાશને પથારીમાં લપેટી બોક્સમાં રાખી

  સમય ઉપર મદદ મળવાથી વ્યક્તિએ ટ્વીટર ઉપર લખ્યું હતું કે જ્યારે તમે પોતે કોરોના પોઝિટિવ છો છતાં પણ ઝડપથી મદદ કરવા માટે ધન્યવાદ. તમારા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.  આ પહેલા સોનું સૂદને સંક્રમિત થયા બાદ એક ટ્વીટમાં લખ્યું હતું કે, સવારે મેં મારો ફોન નીચે રાખ્યો નહીં. મને આખા દેશમાંથી સતત ફોન આવી રહ્યા હતા. લોકો બેડ, દવાઓ અને ઇન્જેક્શનની વ્યવસ્થા કરવા માટે કહી રહ્યા હતા. હું ખુબ જ લાચાર મહેસૂસ કરી રહ્યો છું. કારણ કે હું આ ચીજોની વ્યવસ્થા નથી કરી શકતો.
  Published by:ankit patel
  First published: