Home /News /entertainment /

જ્યારે શ્રીદેવી સાથેના સંબંધ પર અર્જુન કપૂરે આપ્યો હતો આ જવાબ

જ્યારે શ્રીદેવી સાથેના સંબંધ પર અર્જુન કપૂરે આપ્યો હતો આ જવાબ

અર્જુન કપૂર અને શ્રીદેવી

શ્રીદેવી સાથેના સંબંધને લઈને અનેક અફવા પછી અર્જુન કપૂરે એક ઇન્ટરવ્યૂમાં બંને વચ્ચેના સંબંધ અંગે આખરે પોતાનું મૌન તોડ્યું હતું.

    54 વર્ષીય અભિનેત્રી તેના લાખો પ્રશંસકો અને તેના પરિવારને રડતાં મૂકીને અચાનક ફાની દુનિયાને છોડીને ચાલી ગઈ છે. ભારતની પ્રથમ મહિલા સુપરસ્ટાર બિરુદ પામેલી શ્રીદેવીનું 24મી ફેબ્રુઆરીના રોજ દુબઇની એક હોટલમાં બાથટબમાં ડૂબી જવાથી મોત થઈ ગયું હતું. તે બોની કપૂરના ભાણેજ મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા માટે પતિ બોન કપૂર અને પુત્રી ખુશી સાથે દુબઇ પહોંચી હતી.

    શ્રીદેવી પોતાની પાછળ પતિ બોની કપૂર અને બે પુત્રી ખુશી અને જ્હાનવીને છોડી ગઈ છે. બોની કપૂર પ્રોડક્શનની ફિલ્મ મિસ્ટર ઇન્ડિયામાં કામ કર્યાના નવ વર્ષ બાદ એટલે કે 1996માં શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. આ ફિલ્મમાં તેણે તેના દિયર અનિલ કપૂર સાથે કામ કર્યું હતું. બોની કપૂર અને શ્રીદેવીના ઘરે લગ્ન બાદ બે પુત્રીએ ખુશી અને જ્હાનવી અવતરી છે.

    ખુશી અને જ્હાન્વી ઉપરાંત બોની કપૂર અર્જુન અને અનુશા કપૂરનો પણ પિતા છે. આ બંને બાળકો બોની કપૂરની પ્રથમ પત્ની મોના શોરીથી થયા છે. બોની કપૂરના પ્રથમ પત્નીના બાળક અને શ્રીદેવીના સાવકા પુત્ર અર્જુન કપૂરે જ્યારેથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે ત્યારથી એવા સમાચાર આવી રહ્યા છે કે તેના તેની સાવકી માતા અને સાવકી બહેનો સાથે બોલવા કે ચાલવાના પણ સંબંધ નથી.

    અર્જુન કપૂરને જ્યારે હફિંગ્ટનપોસ્ટ દ્વારા તેની સાવકી બહેનો સાથે તેના સંબંધો અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબમાં કહ્યું હતું કે, 'હકીકતમાં અમે લોકો ક્યારેય મળતા નથી, અમે ક્યારેય સાથે સમય પણ વિતાવતા નથી. એક રીતે કહીએ તો મારા મારી સાવકી બહેન ખુશી અને જ્હાન્વી સાથે કોઈ જ સંબંધ નથી.'

    શ્રીદેવી સાથેના સંબંધને લઈને અનેક અફવા પછી અર્જુન કપૂરે એક ઇન્ટરવ્યૂમાં બંને વચ્ચેના સંબંધ અંગે આખરે પોતાનું મૌન તોડ્યું હતું. એક ટીવી કાર્યક્રમ દરમિયાન નિરંજન આયંગરને ઇન્ટરવ્યૂ આપતા અર્જુને કહ્યું હતું કે, તે અભિનેત્રીનો ખૂબ જ આદર કરે છે, તેમજ તેનાથી તેને કોઈ જ વેરભાવ નથી.

    'હું મારા પિતાની જિંદગીમાં આવેલા તમામ લોકોનો આદર કરુ છું. મારા પિતા પણ મારા પાસેથી આવી જ અપેક્ષા રાખતા હોય છે. આથી હું તેણીનો પણ આદર કરું છું, હું કોઈનું કંઈ ખરાબ થાય તેવું નથી ઈચ્છી રહ્યો.'

    બોલિવૂડમાં અર્જુન કપૂરની સફળતા માટે શ્રીદેવી હંમેશા તેને પ્રોત્સાહિત કરતી રહી છે. આ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં અર્જુને કહ્યું હતું કે, 'હું ચોક્કસ છું કે તેણીએ પ્રયાસ કર્યા હશે, પરંતુ મારા મતે એવું નથી. મેં ક્યારેય તેની સાથે બેસીને એવી ચર્ચા નથી કરી કે બોલિવૂડમાં તેને મારું કામ પસંદ પડે છે કે નહીં. અમે સામ-સામે બેસીને ક્યારેય વાત નથી કરી. હું શું કરું છું તે અંગે તેણી ધ્યાન રાખે છે કે નહીં તે અંગે પણ અમે કોઈ ચર્ચા કરતા નથી.'
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Boney kapoor, Khushi, Sridevi

    આગામી સમાચાર