સલમાન ઓફ સ્ક્રીન જ એટલું કરી લે છે.. અરબાઝે ખોલ્યું ફિલ્મોમાં 'ભાઈ'નું કિસ ન કરવાનું રહસ્ય

રાધેમાં સલમાન ખાનનો દિશા પટાની સાથે કિસિંગ સિન

એક ઇન્ટરવ્યુમાં સલમાન ખાને કિસ સીન ન કર્યા હોવા મુદ્દે ફોડ પડતા કહ્યું હતું કે, હીરોઇનને પડદા પર ચુંબન કરવાનું કઢંગુ લાગ્યું હતું.

 • Share this:
  સલમાન ખાન ફિલ્મોમાં કિસિંગ સીનથી દૂર રહેતો જોવા મળે છે. જોકે તેની પાછળનું કારણ શું તે સવાલ દરેક ચાહકના મનમાં ઉઠે છે. આવી સ્થિતિમાં છ વર્ષ પહેલાં અથિયા શેટ્ટી અને સુરજ પંચોલીની પ્રથમ ફિલ્મ હીરોના ટ્રેઇલર લોન્ચ દરમિયાન સલમાન ખાને ફિલ્મોમાં કિસિંગ સીન જરૂરી ન હોવાનું કહ્યું હતું.

  મૂવીમાંથી સમાવવામાં આવતા કિસિંગ સીન અંગેના પ્રશ્નના જવાબમાં સલમાને કહ્યું હતું કે, ફિલ્મમાં કોઈ કિસિંગ સીન નથી. અમે એક સીન મૂકવા માંગતા હતા. પરંતુ ફિલ્મ નિર્માતાઓએ ના પાડી. મેં કિસિંગ સીન નથી કર્યો, ત્યારે હું સૂરજ અને આથિયાને કેવી રીતે આવા સીન કરવા કહી શકું? "

  ધ હિન્દુ સાથેના અન્ય એક ઇન્ટરવ્યુમાં સલમાન ખાને કિસ સીન ન કર્યા હોવા મુદ્દે ફોડ પડતા કહ્યું હતું કે, હીરોઇનને પડદા પર ચુંબન કરવાનું કઢંગુ લાગ્યું હતું. જોકે, સલમાનના ભાઈ અરબાઝ ખાને એકવાર સલમાન ખાનને પડદા પર ચુંબન કેમ નથી કરતો તે અંગે વિચિત્ર કારણ જાહેર કર્યું હતું.  સલમાન સાથે અરબાઝ અને સોહેલ ખાને ધ કપિલ શર્મા શોના સેટની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ એકબીજા વિશે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર સોની ટીવી એંટરટેનમેન્ટે 2018માં શેર કરેલા એક જૂના પ્રોમોમાં સલમાન કહેતો દેખાય છે કે “દેખો કિસ તો મેં કરતા નહીં સ્ક્રીન પે, તો મુઝે તો કોઈ કોઈ ફર્ક પડતા નહીં. આ જવાબ બાદ અરબાઝ ખાને તુરંત ટિપ્પણી કરી કે, તેઓ ઓફ સ્ક્રીન જ એટલું કરી નાંખે છે કે ઓન સ્ક્રીન કરવાની જરૂર નથી પડતી. આ વાત સાંભળતા જ આખું ઓડિયન્સ ખડખડાટ હસી પડ્યું હતું.

  અલબત્ત તેની લેટેસ્ટ ફિલ્મ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈમાં સલમાન કિસ કરતો જોવા મળશે. દિશા પટણી સાથે તેની લીપ લોકનો સીન જોવા મળશે. જોકે, ટ્રેલરમાં આંખોના પલકારામાં આ સીન ચાલ્યો જાય છે. આ ફિલ્મ એક્શન જોનરની ફિલ્મ છે. જેમાં જેકલીન ફર્નાન્ડિઝનો ડાન્સ નંબર પણ જોવા મળશે. આ ફિલ્મમાં સલમાનને કિસ કરતો જોઈ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ત્રણ દાયકાના કેરિયરમાં સલમાને પ્રથમ વખત ઓન સ્ક્રીન કિસ કરી છે.
  First published: