Home /News /entertainment /TMKOC:'તારક મહેતા'નાં બબીતાજીને શખ્સે પૂછી એક રાતની કિંમત, તો એક્ટ્રેસે જડબાતોડ જવાબ આપ્યો

TMKOC:'તારક મહેતા'નાં બબીતાજીને શખ્સે પૂછી એક રાતની કિંમત, તો એક્ટ્રેસે જડબાતોડ જવાબ આપ્યો

બબીતાજીને શખ્સે પૂછી એક રાતની કિંમત

લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતો આવી રહ્યો છે. આ સિરિયલના દરેક પાત્રએ લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આ લિસ્ટમાં બબીતાજીનું નામ પણ આવે છે જે જેઠાલાલનો જ નહીં પણ દેશના ઘણા યુવાનો ક્રશ પણ છે.

વધુ જુઓ ...
    લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતો આવી રહ્યો છે. આ સિરિયલના દરેક પાત્રએ લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આ લિસ્ટમાં બબીતાજીનું નામ પણ આવે છે જે જેઠાલાલનો જ નહીં પણ દેશના ઘણા યુવાનો ક્રશ પણ છે. બબીતાજીનો રોલ નિભાવતી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટોઝ અને વીડિયોઝ શેર કરતી રહે છે પરંતુ ઘણી વખત તેણે અભદ્ર કમેન્ટનો પણ સામનો કરવો પડે છે.

    આ પણ વાંચોઃ-સિરિયલમાં નવા તારક મહેતા આવતાં જ શૈલેષ લોઢાએ વ્યંગ્ય પોસ્ટ કરી, આસિત મોદીને ટાર્ગેટ કર્યા?

    14 વર્ષથી શો ચાલી રહ્યો છે


    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)ભારતીય ટેલિવિઝન ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલનાર ટીવી શોમાંનો એક છે. તમને જાણની આશ્ચર્ય થશે કે આ શોને હવે 14 વર્ષ પૂરા થઈ ગયા છે. જેઠાલાલ ગડા (દિલીપ જોશી), દયા ગડા (દિશા વાકાણી) અને ઘણા અન્ય લોકોના નામોની સાથે શોના પાત્ર ઘણા લોકપ્રિય થઈ ગયા છે.


    બબીતાજીનો વીડિયો વાયરલ થઈ જાય છે


    આમાં બબીતાજીનું પાત્ર પણ છે જે વધારે લોકપ્રિય અને પ્રભાવશાળી કેરેક્ટર છે, આ જ કારણે તેમની ઘણી પ્રશંસા કરવામાં આવે છે. આ પાત્ર મુનમુન દત્તા નિભાવી રહી છે. તમને જણાવી દઈએ કે મુનમુન સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ છે, તેના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. આ જ કારણ છે કે તેના ફોટો, વીડિયો વાયરલ થઈ જાય છે. જો કે, જ્યાં તેના ફોટો પર કેટલાક લોકો વખાણ કરે છે તો કેટલાક લોકો અસામાજીક તત્વો છે જે અભદ્ર કમેન્ટ કરતા અચકાતા નથી. આવું જ કંઈક તેની એક પોસ્ટની સાથે થયું, જ્યારે તેણે ભારતીય પોષાકમાં નવી તસવીર શેર કરી હતી. આ તસવીરને લાખો લોકોએ પસંદ કરી હતી. પરંતુ એક વ્યક્તિ એવો હતો જેને કમેન્ટ કરતા એવું પૂછ્યું કે એક રાતની કિંમત કેટલી હશે.

    જડબાતોડ જવાબ આપ્યો


    કોઈ બીજી અભિનેત્રી હોત તો તેને નજરઅંદાજ કરી દીધી હોત. જો કે દરેક બીજો યુઝર કમેન્ટ સેક્શનમાં આ પ્રકારની કમેન્ટ કરતો હોય છે પરંતુ મુનમુન દત્તા આ પ્રકારનું અપમાન સહન કરે તેમાંની નથી. તેણે આ પ્રકારની ગેરવર્તણૂક બિલકુલ પસંદ ન આવી અને તેણે તેને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપ્યો.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Babita Ji, Munmun Dutta, Taarak Mehta Ka Ooltah Chashmah

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन