Home /News /entertainment /

રસપ્રદ કિસ્સો: જ્યારે એક ચાહકે દિલીપ કુમારને પત્ર લખીને એસિડ ફેંકવાની ધમકી આપી હતી

રસપ્રદ કિસ્સો: જ્યારે એક ચાહકે દિલીપ કુમારને પત્ર લખીને એસિડ ફેંકવાની ધમકી આપી હતી

દિલીપ કુમારનો એક ચાહક હતો જે તેના પર એસિડ (Acid) ફેંકવા માંગતો હતો અને તેણે આ વાત દિલીપ કુમાર સાહેબને પત્ર (Letter)માં લખી હતી અને કારણ જણાવ્યું હતું કે તે એસિડ કેમ ફેંકવા માંગતો નથી

બોલિવૂડ (Bollywood)ની ફિલ્મો (Films)ને જો કોઈએ નવો લુક આપ્યો હોય અને અભિનય (Acting)ને એક નવા સ્કેલ પર લઈ ગયા હોય તો તે દિલીપ કુમાર (Dilip Kumar) સાહેબ હતા. કેમ એક ફેન દિલીપ કુમારથી નારાજ હતો? શું કામ તેણે ધમકી આપી હતી? પોલીસે ધરપકડ બાદ તેણે ત્રણ કારણ જણાવ્યા હતા.

વધુ જુઓ ...
    મુંબઈ : બોલિવૂડ (Bollywood)ની ફિલ્મો (Films)ને જો કોઈએ નવો લુક આપ્યો હોય અને અભિનય (Acting)ને એક નવા સ્કેલ પર લઈ ગયા હોય તો તે દિલીપ કુમાર (Dilip Kumar) સાહેબ હતા. તેણે ફિલ્મ 'જ્વાર ભાટા' થી પોતાના કરિયર (Career)ની શરૂઆત કરી હતી અને લોકોના દિલમાં એવી રીતે વસી ગયા હતા કે તેઓ ક્યારેય ન નીકળી શકે. દિલીપ સાહેબના આ પ્રેમને કારણે તેમના કરોડો ચાહકો (Fans) હતા, જેઓ તેમને અપાર પ્રેમ (Love) કરતા હતા. પરંતુ એક ચાહક હતો જે તેમના પર એસિડ (Acid) ફેંકવા માંગતો હતો અને તેણે આ વાત દિલીપ કુમાર સાહેબને પત્ર (Letter)માં લખી હતી અને કારણ જણાવ્યું હતું કે, તે એસિડ કેમ ફેંકવા માંગતો હતો.

    દિલીપ કુમાર સાથે જોડાયેલી આ વાતનો ખુલાસો શો 70 MM વિથ રાહુલમાં થયો હતો. આ મુજબ, આ વ્યક્તિ દિલ્હીનો રહેવાસી હતો અને તેનું નામ મોહમ્મદ યાસીન ચાંદીવાલા હતું. યાસીને એસિડ ફેંકવા પાછળ ત્રણ કારણો આપ્યા હતા, પહેલું કારણ દિલીપ સાહેબે પોતાનું હિન્દુ નામ ન રાખવું જોઈતું હતું. બીજું કારણ, દિલીપ કુમાર મુસ્લિમ મહિલાઓ સાથે સંબંધ બાંધે છે અને પછી તેમનું જીવન બગાડે છે અને ત્રીજું કારણ એ હતું કે દિલીપે તે વ્યક્તિને મદદ કરવી જોઈએ.

    દિલીપ સાહેબના આ ચાહકે આ બધું એટલા માટે કર્યું હતું કે તેઓ તેમને ઓળખે અને મદદ કરે. વાસ્તવમાં આ ફેન પાકિસ્તાનનો રહેવાસી હતો, કોઈ કારણસર તે ભારતમાં ફસાઈ ગયો હતો. તેથી તેઓ ઈચ્છતા હતા કે દિલીપ કુમાર તેમની મદદ કરે જેથી કરીને તેઓ પાકિસ્તાનમાં તેમના નજીકના અને પ્રિયજનો સુધી પહોંચી શકે. દિલીપ કુમારે એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી, તેમણે તે વ્યક્તિની વાતને બહુ ગંભીરતાથી લીધી ન હતી.

     આ પણ વાંચોબોલિવૂડની આ 8 અભિનેત્રીઓ એક સમયે નોન-વેજની શોખીન હતી, હવે બની ગઈ પ્યોર વેજીટેરિયન

    રિપોર્ટ અનુસાર આ પત્ર પોલીસ મારફતે દિલીપ કુમાર સુધી પહોંચ્યો હતો. વાસ્તવમાં યાસીનનો પત્ર તેના મિત્રને મળ્યો હતો અને તેણે પોલીસને આપ્યો હતો. આ પત્ર વાંચ્યા બાદ પોલીસે દિલીપ કુમારના પાલી હિલ બંગલાની સુરક્ષા વધારી દીધી હતી. પરંતુ દિલીપ સાહેબે પોલીસકર્મીઓને ત્યાંથી જવાનું કહ્યું હતું અને તેઓ પોલીસકર્મીઓને મળવા બહાર પણ આવ્યા હતા, ત્યારે તે વ્યક્તિ પણ એસિડની બોટલ લઈને તેમના ગેટની બહાર ઊભો હતો. જો કે, પોલીસકર્મીઓ યાસીનને જોઈ જતા તેને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, તેઓએ બાદમાં દિલીપ કુમારને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Interesting story, Bollywood Latest News, Dilip Kumar

    આગામી સમાચાર