નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના ભાઈ અને પૂર્વ પત્ની આલિયા વિરુદ્ધ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આટલું જ નહીં નવાઝે તેના ભાઈ અને આલિયા પાસેથી 100 કરોડ રૂપિયાનું વળતર પણ માંગ્યું છે. દરમિયાન, જોકે, સમાચાર એવા છે કે, આ કપલ હવે સમાધાન કરવા માંગે છે. અન નવાઝ-આલિયા ફરી એક થવાના છે.
ન્યુ દિલ્હી. નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બંનેમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે. એક તરફ આલિયાએ નવાઝ સામે રેપનો કેસ દાખલ કર્યો છે. બીજી તરફ નવાઝુદ્દીને આલિયા અને તેના ભાઈ શમસુદ્દીન સિદ્દીકી વિરુદ્ધ 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
આ વિવાદો વચ્ચે એવા સમાચાર છે કે, આલિયા-નવાઝ તેમના ઝઘડાનું સમાધાન કરવા માંગે છે. જોકે, એવા પણ સમાચાર છે કે, સમાધાન બાદ આલિયા ફરી એકવાર નવાઝ પાસે જશે. હવે આલિયાના વકીલ રિઝવાન સિદ્દીકીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે, અને સત્ય કહ્યું છે.
ઈ-ટાઇમ્સના અહેવાલ મુજબ, નવાઝ દ્વારા કરારના મામલે પહેલું સત્તાવાર પગલું લેવામાં આવ્યું છે. નવાઝે આલિયાને એક ડ્રાફ્ટ મોકલ્યો હતો, જેમાં કેટલીક શરતો હતી કે, આલિયા અને તે આ મામલે સાથે મળીને ચર્ચા કરશે. બંને પોતાના લગ્ન અને વિવાદ વિશે વાત કરશે. નવાઈની વાત એ છે કે, નવાઝ હજુ પણ કહી રહ્યા છે કે, આલિયા અને તેના છૂટાછેડા થઈ ગયા છે.
જોકે, આ વિવાદ વચ્ચે આ કપલ એકબીજા પર ગંભીર આરોપો લગાવી રહ્યાં છે. આમ છતાં બંને હવે આ લડાઈનો અંત લાવવા માંગે છે. હવે સવાલ એ છે કે, જો નવાઝે સમાધાન માટે કહ્યું છે, તો શું આલિયા તેની પાસે પાછી જશે? આલિયાના વકીલ રિઝવાને E-Times ને કહ્યું, "ના, આલિયા ક્યારેય નવાઝ પાસે નહીં જાય, પરંતુ તે એક પરિપક્વ વ્યક્તિની જેમ તેના બંને બાળકોના ભલા માટે તે ચોક્કસપણે કંઈક સારું કરશે."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર