Home /News /entertainment /

VIDEO: મોહિનીએ પચાવી પાડ્યું 'ઝવેરી નિવાસ', શું કરશે આ ઘર બચાવવાં સ્વરા?

VIDEO: મોહિનીએ પચાવી પાડ્યું 'ઝવેરી નિવાસ', શું કરશે આ ઘર બચાવવાં સ્વરા?

શું ઝવેરી નિવાસ પર હવે થશે મોન્ટીનો કબ્જો

Moti Baa ni Nani Vahu: સ્વરા 'ઝવેરી નિવાસ' કેવી રીતે મોન્ટી અને મોહિની પાસેથી પરત લાવશે. અને કેવી રીતે ઘરનાં સભ્યોને આ દુખનાં સમયમાં એક કરીને રાખશે તે જોવું રહ્યું. ઝવેરી પરિવાર હાલમાં ક્યાં રહેશે

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કલર્સ પરનાં લોકપ્રિય શો 'મોટી બાની નાની વહુ'માં હાલમાં મોહિની અને તેનાં પિતનાં પ્રપંચને કારણે ઝવેરી પરિવાર રસ્તા પર આવી ગયો છે. તેમને તેમનું વારસાગત ઘર ખાલી કરવાનો વારો આવ્યો છે.

    મોન્ટી મકવાણાએ લજ્જાની મદદથી ઝવેરી નિવાસ પચાવી પાડ્યું છે. એક તરફ લજ્જાને હતું કે આ ઘર મોન્ટી તેનાં નામે કરશે. પણ તેની ચાલ વાંકી પડી ગઇ અને આ ઘર હાલમાં મોહિનીનાં નામે થઇ ગયું છે હવે સ્વરા આ ઘર કેવી રીતે પરત લાવશે. અને કેવી રીતે ઘરનાંને આ દુખનાં સમયમાં એક કરીને રાખશે તે જોવું રહ્યું. ઝવેરી પરિવાર હાલમાં ક્યાં રહેશે



    ત્યારે બીજી તરફ મનનો મોહિની પ્રત્યેનો મોહ તુટતો જોવા મળશે. અને સાથે સાથે સ્વરા માટે તેનું માન પ્રેમમાં બદલાતું જોવા મળશે. પણ શું મન આ વાત સ્વિકારી શકશે કે મોહિની નહીં પણ સ્વરા જ તેનાં જીવનસાથી તરીકે શ્રેષ્ઠ પાત્ર છે. એ તો ટીવી શોનાં આગામી અંકમાં જોવા મળશે. ત્યારે હાલમાં મોહિની અને તેનાં પિતા મોન્ટી કેવી રીતે ઝવેરી નિવાસનાં સભ્યોને ઘર બહાર કરે છે તે જોવું રહ્યું.



    આ પણ વાંચો-દિશાબેન હોય કે નિશાબેન 'દયાભાભી' TMKOC માં જરુરથી નજર આવશે- અસિત મોદી

    તો હાલમાં સ્વરા તેનો પરિવાર વિખેરાતો કેવી રીતે બચાવશે તે જાણવાં માટે જોવાનું ચુકતા નહીં 'મોટી બાની નાની વહુ' સોમથી શની રાત્રે 8.30 કલાકે
    Published by:Margi Pandya
    First published:

    Tags: Colors Gujarati, Mann, Mohini, Moti baa ni nani vahu, Swara

    આગામી સમાચાર