Home /News /entertainment /

આમિરની લાલ સિંહ ચઢ્ઢાનો મિલિંદ સોમને કર્યો સપોર્ટ, ટ્વીટર પર લખ્યું- ટ્રોલ્સ એક સારી ફિલ્મ નથી રોકી શકતા

આમિરની લાલ સિંહ ચઢ્ઢાનો મિલિંદ સોમને કર્યો સપોર્ટ, ટ્વીટર પર લખ્યું- ટ્રોલ્સ એક સારી ફિલ્મ નથી રોકી શકતા

લાલ સિંહ ચઢ્ઢાના સપોર્ટમાં આવ્યો મિલિંદ સોમન

બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' 11 ઓગ્સ્ટે રિલીઝ માટે તૈયાર છે. રિલીઝ પહેલા જ આમિરની ફિલ્મ વિવાદમાં ફસાય ગઈ છે. સોશિયલ મીડિયા પર સતત ફિલ્મને બાયકોટની માગણી કરવામાં આવી છે. જેને લઈ આમિર ખાને લોકોને ફિલ્મ જોવા માટે અપીલ પણ કરી હતી. હવે 'લાલ સિંહ ચઢ્ઢા' ને બાયકોટની માગ પર એક્ટર મિલિંદ સોમન (Milind Soman) આમિર ખાનના સપોર્ટમાં આવ્યો છે.

વધુ જુઓ ...

    હકીકતમાં સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા દિવસથી લાલ સિંહ ચઢ્ઢાને બાયકોટ કરવાની માગથી આમિર ખાન પરેશાન થઈ ગયો છે. એટલું જ નહીં આમિરે જાતે લોકોને ફિલ્મને બાયકોટ ન કરવાની અપીલ કરતા ફિલ્મ જોવા માટે કહ્યું હતું. જેના પછી આમિર ખાનને એક એક કરી ઈન્ડસ્ટ્રીના લોકોનો સપોર્ટ મળવાનું શરૂ થઈ ગયું છે.

    હવે આ સમગ્ર વિવાદ પર અભિનેતા મિલિંદ સોમને ટ્વિટર પર એક ટ્વિટ કરી છે. મિલિંદે પોતાની આ ટ્વીટમાં લખ્યું છે- ટ્રોલ્સ એક સારી ફિલ્મ નથી રોકી શકતા...ભલે એક્ટરે આમિર ખાનનું નામ ન લીધું હોય પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે તે અત્યારે સૌથી વધારે ટ્રોલિંગનો સામનો કરી રહેલા આમિર ખાનને લઈને ટ્વિટ કરી છે. જો કે મિલિંદને આમિરને લઈને ટ્વિટ કરવાનું ભારે પડ્યું કેમ કે યુઝર્સ હવે તેને નિશાના પર લઈ રહ્યા છે.

    ફિલ્મ નિર્માતા રાહુલ ધોળકિયાએ પણ સંયમ રાખવાની વિનંતી કરતી ટ્વિટ શેર કરી છે, ફિલ્મને ટ્રોલ કરવી ખોટી છે. કેમ કે આ ફિલ્મ બનાવવા માટે સખત મહેનત કરવી પડે છે.

    લાલ સિંહ ચઢ્ઢાને લઈને કેટલાક યુઝર્સ આમિરના જૂના નિવેદન અને અસહિષ્ણુતાવાળા નિવેદનને જોતા તેની ફિલ્મને બાયકોટ કરવાનું શરૂ કરી દીધું હતું, જેના પછી સોશિયલ મીડિયા પર #BaycottLaalSinghChaddha ટ્રેન્ડ થવા લાગ્યું. ફિલ્મના બહિષ્કારને લઈને આમિર ખાને પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઘણા લોકો કહી રહ્યા છે કે મને ભારત પસંદ નથી, પરંતુ આવું બિલકુલ નથી. હું વાસ્તવમાં મારા દેશને ઘણો પ્રેમ કરું છું. કૃપા કરીને મારી ફિલ્મોનો બહિષ્કાર ન કરો, મારી ફિલ્મો જુઓ...
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Milind soman

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन