Home /News /entertainment /

RRR Movie: 400 કરોડની RRR ફિલ્મની ટિકિટના ભાવ નક્કી, કેટલામાં મળશે ટિકિટ? હાલ ટિકિટ બુક કરાવી કે નહીં?

RRR Movie: 400 કરોડની RRR ફિલ્મની ટિકિટના ભાવ નક્કી, કેટલામાં મળશે ટિકિટ? હાલ ટિકિટ બુક કરાવી કે નહીં?

RRR ફિલ્મની ટિકિટની કિંમત નક્કી કરવામાં આવી

RRR Ticket Price: ફિલ્મ નિર્માતાઓની વારંવારની અપીલો બાદ રાજ્ય સરકારે નાના અને મોટા બંને નિર્માતાઓને ફાયદો પહોંચાડવાના હેતુથી એક નવો GO રજૂ કર્યો. SS રાજામૌલીની 'RRR મૂવી' મૂવી ટિકિટની કિંમત (rrr movie tickets price) પણ નક્કી કરાઈ

વધુ જુઓ ...
  RRR Ticket Price : તેલંગાણા ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ અનુસાર, છેલ્લા બે વર્ષમાં ફિલ્મ ઉદ્યોગ અને સિનેમાઘરોને કોરોનાને કારણે ઘણું નુકસાન થયું છે. તેથી, તેલંગાણા સરકારે (Telangana government) હૈદરાબાદમાં સિનેમાને મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે નવો ઓર્ડર 120 રજૂ કર્યો હતો. આ મામલે શુક્રવારે (21 ડિસેમ્બર 2021) હૈદરાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, ફિલ્મ નિર્માતાઓની વારંવારની અપીલો બાદ રાજ્ય સરકારે નાના અને મોટા બંને નિર્માતાઓને ફાયદો પહોંચાડવાના હેતુથી એક નવો GO રજૂ કર્યો છે.

  તેલંગાણા સરકારે નિર્માતાઓને મોટી રાહત આપી છે

  નવા આદેશ અનુસાર, સરકાર સૂચવે છે કે, ફિલ્મ નિર્માતાઓએ નવા GOમાં નિર્ધારિત માર્જિનમાં ટિકિટ વેચવી જોઈએ. તેલંગાણા ફિલ્મ ચેમ્બરના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, નિર્માતાઓને ફિલ્મની રિલીઝના પ્રથમ બે અઠવાડિયા (mid-range movies) માટે મહત્તમ કિંમતે ટિકિટ વેચવાની અને પછી કિંમત ઘટાડવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે મોટા બજેટની ફિલ્મો માટે આ ત્રણ અઠવાડિયા માટે આવુ કરી શકાય છે અને આ સમયગાળા પછી ટિકિટના ભાવમાં ઘટાડો કરવો જોઈએ.

  ફિલ્મ નિર્માતાઓના નુકસાનની ભરપાઈ કરવા સરકાર મદદ કરી રહી

  એશિયન મૂવીઝના એમડી (Asian movies MD) સુનિલે કહ્યું કે તેણે સોશિયલ મીડિયા પર નેટીઝન્સ દ્વારા એવી પોસ્ટ્સ જોઈ કે 'મૂવી ટિકિટના ભાવ અને થિયેટર કેન્ટીનના ભાવ OTT ચાર્જ કરતાં વધુ છે. અમારે તેમને એટલું જ કહેવાનું છે કે, છેલ્લા બે વર્ષથી કોવિડના કારણે પ્રદર્શકોને નિર્માતાઓ અને વિતરકો કરતાં વધુ નુકસાન થયું છે. આ ખુશીની વાત છે કે, સરકાર અમારી દુર્દશા સમજીને અમને થોડી છૂટછાટ આપવા આગળ આવી છે. તેમણે કહ્યું, 'અમને એ પણ જાણવા મળ્યું છે કે, કેટલાક લોકોએ સરકાર દ્વારા આપવામાં આવેલી તકનો દુરુપયોગ કર્યો છે અને તેમની મનમરજીના ભાવે મૂવી ટિકિટો વેચી રહ્યા છે. આવી સ્થિતિમાં, અમે દરેકને ફોન કરીને આવતીકાલથી ભાવ ઘટાડવા અને સરકારના આદેશનું કડક પાલન કરવાની સૂચના આપીશું.

  શું હશે RRR ટિકિટની કિંમત

  એશિયન મૂવીઝના એમડીએ વધુમાં જણાવ્યું હતું કે, 'અમે હવેથી તમામ શોર્ટ ફિલ્મો માટે પોસાય તેવા ભાવો ઓફર કરીએ છીએ. SS રાજામૌલીની 'RRR મૂવી' મૂવી ટિકિટની કિંમત (rrr movie tickets price) સિંગલ સ્ક્રીન પર લગભગ 175 રૂપિયા હશે, જ્યારે મલ્ટિપ્લેક્સમાં મહત્તમ કિંમત 295 રૂપિયા હશે. આ સાથે, તેમણે કહ્યું, 'ફિલ્મ દર્શાવતા તમામ થિયેટરોએ કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. સરકારે એ પણ જાહેરાત કરી છે કે, જે સિનેમા હોલ નિયમોનું ઉલ્લંઘન કરશે, તે બંધ કરવામાં આવશે.

  આ પણ વાંચોRRR movie postponed: SS Rajamouliની RRR 7 જાન્યુઆરીએ રિલીઝ નહીં થાય

  હાલ ટિકિટ બુક કરાવવી કે નહીં અસમંજસ

  ઉલ્લેખનીય છે કે, આ બધા એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, #RRRMoviepostponed: દેશ અને દુનિયાભરના દર્શકો SS Rajamouli ની આગામી ફિલ્મ RRR જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટ્રેલરમાં રામ ચરણ અને જુનિયર એનટીઆરના દમદાર દ્રશ્યો જોયા બાદ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહી છે. અમેરિકામાં રહેતા લોકોએ પણ મોટી સંખ્યામાં એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. આ ફિલ્મ 7 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ હવે સાંભળવા મળી રહ્યું છે કે તેને સ્થગિત કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, JR નંદામુરી તારકા રામા રાવ (JR NTR) અને રામ ચરણ (ram charan) સ્ટારર ફિલ્મ RRR જે 7 જાન્યુઆરીએ યોજાવાની હતી પરંતુ હવે તેને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, મેકર્સે રિલીઝ ડેટમાં ફેરફાર કે મુલતવી રાખવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. આ ઉપરાંત, શાહિદ કપૂર સ્ટારર જર્સીના નિર્માતાઓએ પણ જાહેરાત કરી કે, તેઓ તેમની ફિલ્મ સ્થગિત કરી રહ્યાં છે જે 31 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી હતી. બીજી બાજુ, મકરસંક્રાંતિ દરમિયાન, ઘણી મોટી ફિલ્મો થિયેટરોમાં બતાવવાની મંજૂરી છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Box Office, RRR Movie, South Cinema, South Cinema News, Upcoming Movies

  આગામી સમાચાર