Home /News /entertainment /થઇ ગયો ખુલાસો! કરણ જોહરના કૉફી હેમ્પરમાં હોય છે કઇ મોંઘીદાટ વસ્તુઓ, Videoમાં જુઓ
થઇ ગયો ખુલાસો! કરણ જોહરના કૉફી હેમ્પરમાં હોય છે કઇ મોંઘીદાટ વસ્તુઓ, Videoમાં જુઓ
કોફી વિથ કરણની 7મી સીઝન ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ છે.
Koffee With Karan : કરણ જોહરે પોતાના ચેટ શૉ 'કૉફી વિથ કરણ'ના હેમ્પર પરથી પહેલીવાર પડદો ઉંચક્યો છે. 7 સીઝનમાં પહેલીવાર એ વાતનો ખુલાસો થયો છે કે આકરે આ હેમ્પરમાં શું-શું હોય છે જેને સેલેબ્રિટીઝ પોતાની સાથે ઘરે લઇ જાય છે.
Koffee With Karan : કરણ જોહરે પોતાના ચેટ શૉ 'કૉફી વિથ કરણ'ના હેમ્પર પરથી પહેલીવાર પડદો ઉંચક્યો છે. 7 સીઝનમાં પહેલીવાર એ વાતનો ખુલાસો થયો છે કે આકરે આ હેમ્પરમાં શું-શું હોય છે જેને સેલેબ્રિટીઝ પોતાની સાથે ઘરે લઇ જાય છે.
કરણ જોહરના ચેટ શૉ 'કૉફી વિથ કરણ' હંમેશાથી ચર્ચામાં રહ્યો છે. કારણ કે કરણ જોહર પોતાની સામે બેઠેલા સેલેબ્રિટીઝના અનેક રહસ્યો જાણે છે અને વાતો વાતોમાં આ સીક્રેટ્સ કઢાવી પણ લે છે.
આ શૉની સાતમી સીઝન હાલમાં જ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થયું હતું. આમ તો આ શૉ પર ઘણી એવી વસ્તુઓ થઇ ચુકી છે, જેની ચર્ચા ઘણીવાર થાય છે. પરંતુ આ શૉની સૌથી ફેમસ બે વસ્તુઓ છે. પહેલી શૉનો 'રેપિડ ફાયર રાઉન્ડ' અને બીજી રેપિડ ફાયર રાઉન્ડ જીતનારને મળતું હેમ્પર.
આ હેમ્પર જીતવા માટે ઘણા સ્ટાર્સ શૉ પર લડતા-ઝગડતા અને ઘણા મજેદાર જવાબ આપતા જોવા મળે છે. હવે 7 સીઝનમાં પહેલીવાર એ વાતનો ખુલાસો થયો છે કે આખરે આ હેમ્પરમાં શું હોય છે જેને સેલેબ્રિટીઝ પોતાની સાથે લઇ જાય છે.
કરણ જોહરે એક નવો વીડિયો શેર કર્યો છે, જેમાં તે આ હેમ્પરની અંદર આપવામાં આવેલી તમામ વસ્તુઓ વિશે જણાવી રહ્યાં છે. આ હેમ્પરમાં ડાયમંડ જ્વેલરીથી લઇને મીઠાઇ, ઘણું બધુ આપવામાં આવે છે. સીઝન 7ના આ હેમ્પરમાં કરણ જોહરની જ્વેલરી બ્રાન્ડ ત્યાની જ્વેલરી, માર્શન એક્ટન II સ્પીકર્સ, ઑડી એસ્પ્રેસો મોબાઇલ, એમેઝોન ઇકો શૉ 10, વાહદમ ટી એંડ ટી મેકર સેટ, ન્યૂહૉસ ચોકલેટ્સ કલેક્શન ડિસ્કવરી બોક્સ, બોમ્બે સ્વીટ શૉપની મિઠાઇ, 28 બેકર સ્ટ્રીટ, કૉફી વિથ કરણ મગ જેવી પ્રોડક્ટ્સ સેલેબ્રિટીઝને આપવામાં આવે છે.
કરણ જોહરના આ શૉમાં આ વખતે રણવીર સિંહ, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, સિદ્ધાર્થ મલ્હોત્રા, વિક્કી કૌશલ, સારા અલી ખાન, જ્હાન્વી કપૂર, અનન્યા પાંડે, સામંથા, અક્ષય કુમાર, કિયારા અડવાણી, શાહિદ કપૂર સહિત અનેક સ્ટાર્સ જોવા મળ્યાં હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર