Home /News /entertainment /સેલિબ્રિટીઝ શા માટે નથી રીપીટ કરતા એક જ કપડા, જાણો શું થાય છે તે ડિઝાઇનર કપડાનું?

સેલિબ્રિટીઝ શા માટે નથી રીપીટ કરતા એક જ કપડા, જાણો શું થાય છે તે ડિઝાઇનર કપડાનું?

સેલિબ્રિટીઝે ફેશન શો, ફિલ્મ ફેસ્ટિવલમાં પહેરેલાં કપડાંનું શું થાય છે?

Cannes 2022: તમને ઘણી વખત વિચાર આવ્યો હશે કે રેડ કાર્પેટ પર સેલિબ્રિટિઝ (Celebrities on Red Carpet) ઘણા અલગ અને અતરંગી કપડાઓ પહેરે છે, પરંતુ તે કપડામાં તેઓ ફરી નજરે નથી આવતા. તો આ આખરે આ કપડાનું થાય છે શું? (what happens to the red carpet dresses) એવોર્ડ શોથી લઇને ફેશન શો સુધીમાં પહેરવામાં આવતા કપડાઓનું બાદમાં શું કરવામાં આવે છે.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival)ની શરૂઆત મંગળવારથી થઇ ચૂકી છે. રેડ કાર્પેટ પર વિશ્વભરના સેલિબ્રિટીઝ શું પહેરશે તેના પર સૌની મીટ મંડાયેલી રહે છે. તમને ઘણી વખત વિચાર આવ્યો હશે કે રેડ કાર્પેટ પર સેલિબ્રિટિઝ (Celebrities on Red Carpet) ઘણા અલગ અને અતરંગી કપડાઓ પહેરે છે, પરંતુ તે કપડામાં તેઓ ફરી નજરે નથી આવતા. તો આ આખરે આ કપડાનું થાય છે શું? (what happens to the red carpet dresses) એવોર્ડ શોથી લઇને ફેશન શો સુધીમાં પહેરવામાં આવતા કપડાઓનું બાદમાં શું કરવામાં આવે છે. હોલિવૂડના અનેક સ્ટાઇલિસ્ટે તેનો જવાબ આપ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, સેલિબ્રિટિઝ એક ડ્રેસ પહેર્યા બાદ ફરી તે જ કપડામાં નજરે નથી આવતા કારણ કે એક રીતે તે કપડાને ભાડે લેવામાં આવ્યા હોય છે.

ક્યાં જાય છે આ કપડા?

મિરરના એક અહેવાલ અનુસાર, હાઇ પ્રોફાઇલ ઇવેન્ટ, એવોર્ડ શોઝ અને કાન્સ જેવા ફિલ્મ ફેસ્ટિવલમાં જતા પહેલા સેલિબ્રિટીઝ પોતાના કપડા પસંદ કરે છે. તે કપડા જાણીતા ફેશન ડિઝાઇનર્સના હોય છે. આ ફેશન ડિઝાઇનર્સ સેલેબ્રિટીઓને પોતાના કપડા પહેરવા માટે પૈસા આપે છે. એ-લિસ્ટેડ સેલિબ્રિટીઝ તે કપડાઓ ખાસ ઇવેન્ટ પર પહેરે છે. કામ પૂર્ણ થયા બાદ તે કપડા ડિઝાઇનરને પરત કરી દેવામાં આવે છે. તેના બદલામાં સેલેબ્સ તે ડિઝાઇનર્સની તસવીરો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરે છે અને કેપ્શનમાં તે ડિઝાઇનર્સ અને બ્રાન્ડનું નામ મેન્શન કરે છે.

બ્રાન્ડ નક્કી કરે છે કપડા

સેલિબ્રિટીઝ કેવા કપડા પહેરશે તે ઘણી વખત તે બ્રાન્ડ દ્વારા નક્કી કરવામાં આવે છે, જેના સ્પોન્સર્ડ પ્રોગ્રામમાં તેઓ જાય છે. તે જ કારણ છે કે સેલિબ્રિટીઝ એક જ કપડામાં વારંવાર નજરે આવતા નથી. મિરરના એક રીપોર્ટ અનુસાર, દરેક વખતે જરૂરી નથી તે સેલિબ્રિટીને ડિઝાઇનર્સ કપડા પહેરવા માટે પૈસા જ મળે. ઘણી વખત સેલિબ્રિટી ડિઝાઇનર્સ કપડા ઉધાર લે છે અને ઇવેન્ટ પૂર્ણ થયા બાદ ભાડાની રકમ સાથે કપડા પરત કરી દે છે.

આ પણ વાંચો-ફેલાઇ 'ભીડે'નાં મોતની ખબર, તો ખુદ Insta Live કરી કહ્યું, 'કૃપ્યા આવી અફવા ન ફેલાવો'

શું તે કપડા વેસ્ટ થશે?

જી નહીં. ઘણા ડિઝાઇનર્સ તે કપડાઓને રીડિઝાઇન કરે છે અને ફરી સેલિબ્રિટીઝ માટે ઉપયોગમાં લે છે. એટલું જ નહીં જો ડિઝાઇનર્સ અને સેલિબ્રિટીઝ કોઇ ખાસ પ્રાગ્રામ સાથએ જોડાયેલા છે તો તે પૈસા એકત્રિત કરવા માટે તે કપડાની નીલામી પણ કરવામાં આવે છે અને તેના દ્વારા એક મોટી રકમ એકઠી કરવામાં આવે છે. નીલમી બાદ મળનાર રકમનો ઉપયોગ તે પ્રોગ્રામ અંતર્ગત લોકોની મદદ માટે કરવામાં આવે છે.

આ પણ વાંચો-FIR Against Bharti Singh: હાથ જોડીને માફી માંગવાં છતાં સિખ સમુદાયે કોમેડિયન વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

આ રીતે સેલિબ્રિટીઝને સુંદર કપડા પહેરવા મળે છે અને ફેશન ડિઝાઇનરને ફેમ મળી રહે છે. માત્ર કપડાં જ નહીં ફૂટવેર, જ્વેલરી અને અન્ય ઘણી એસેસરિઝમાં પણ આ જ રીત અપનાવવામાં આવે છે.
First published:

Tags: Cannes Film Festival, Celebrities, Fashion Designer

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો