Home /News /entertainment /સિદ્ધાર્થનાં મોત પહેલાં શું થયું હતું? ડૉક્ટરે શેનાંથી દૂર રહેવાની આપી હતી સલાહ, જાણો બધુ જ
સિદ્ધાર્થનાં મોત પહેલાં શું થયું હતું? ડૉક્ટરે શેનાંથી દૂર રહેવાની આપી હતી સલાહ, જાણો બધુ જ
Photo- Instagram @realsidharthshukla
સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla) ફક્ત 40 વર્ષનો હતો અને તેનાં નિધનથી ફેન્સ ઘણાં આઘાતમાં છે. 1 સ્પટેમબરની બપોરથી લઇ 2 સ્પટેમ્બરની સવાર સુધી સિદ્ધાર્થ શુક્લા સાથે શું શું થયું તેનાં પર એક નજર કરીએ,
આશીષ સિંહ/મુંબઇ: ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ અને 'બિગ બોસ 13'નાં વિનર સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નું આજે સવારે હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ છે. તે ઇન્ડસ્ટ્રીનો એક ઉગતો સ્ટાર હતો. માત્ર 40 વર્ષની ઉંમરમાં તેનું નિધન થઇ જતાં તેનાં ચાહકોને ઝટકો લાગે છે.
1 સ્પટેમબરની બપોરથી લઇ 2 સ્પટેમ્બરની સવાર સુધી સિદ્ધાર્થ શુક્લા સાથે શું શું થયું તેનાં પર એક નજર કરીએ,
-સિદ્ધાર્થ શુક્લા બુધવારે કોઇ નવાં પ્રોજેક્ટ મામલે બપોરે મિટિંગ કરવાં ગયો હતો. -રાત્રે 8 વાગ્યે તે ઘરે પહોંચ્યો. -આ બાદ રાત્રે સાડા દસ વાગ્યા સુધી બિલ્ડિંગનાં કંપાઉન્ડમાં જ જોગિંગ કરી પરત આવ્યો અને થોડો આરામ કર્યો
-રાત્રે તે કંઇ ખાધા બાદ સુવા જતો રહ્યો. -આ સમયે તેને અસહજ લાગી રહ્યું હતું. સિદ્ધાર્થે શેહનાઝ ગિલને જણાવ્યું અને શેહનાઝે તેની માતાને જણાવ્યું. -સિદ્ધાર્થની માતા રીતા શુક્લાએ તેને રાત્રે 1 વાગ્યે જ્યૂસ અને પાણી આપ્યું અને રાત્રે સુવા માટે કહ્યું.
-સવારે 3 વાગ્યે જ્યારે તેની માતા મેડિટેશન માટે ઉઠી ત્યારે માતાએ જોયુ કે સિદ્ધાર્થ સુઈ રહ્યો છે તેથી તે બીજા રૂમમાં જતી રહી. -પણ મેડિટેશનથી આવ્યાં બાદ માએ જોયુ કે, કોઇ હલચલ નથી તે જેમ સુતો હતો તેમ જ સુતો હતો અને ત્યારે સવારનાં 5 વાગ્યા હતાં. જે બાદ તેણે તેની દીકરીઓને બોલાવી જે આ જ બિલ્ડિંગમાં રહે છે.
-9.25 પર સિદ્ધાર્થનાં પરિવારનાં લોકો હોસ્પિટલ લઇ તેને પહોંચ્યા. -આશરે 10.30 વાગ્યે તેને મૃત જાહેર કરવામાં આવ્યો. -પરિવારનાં ડોક્ટરે સિદ્ધાર્થને વધુ વર્કઆઉટ ન કરવાની સલાહ આપી હતી. -સિદ્ધાર્થ દરરોજ ત્રણથી ચાર કલાક વર્કઆઉટ કરતો હતો. -સિદ્ધાર્થ શુક્લાનાં અચાનક નિધનથી આખી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી શોકમાં છે. સ્મોલ સ્ક્રીનથી લઇ બિગ સ્ક્રીન સુધી તમામ સિતારાઓએ નમ આંખે તેને શ્રદ્ધાંજલિ આપી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર