Home /News /entertainment /Tunisha Sharma Suicide Case: શીજાન ખાન અને તુનિષા શર્મા વચ્ચે છેલ્લી મિનિટોમાં શું થયું હતું? પોલીસે રિક્રિએટ કર્યો ક્રાઇમ સીન
Tunisha Sharma Suicide Case: શીજાન ખાન અને તુનિષા શર્મા વચ્ચે છેલ્લી મિનિટોમાં શું થયું હતું? પોલીસે રિક્રિએટ કર્યો ક્રાઇમ સીન
આ કેસમાં અત્યાર સુધીમાં 18 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા
Tunisha Sharma Suicide Case: તુનિષા શર્મા સુસાઇડ કેસમાં 'અલી બાબા દાસ્તાન એ કાબુલ'ના લીડ એક્ટર શીજાન મોહમ્મદ ખાનને અરેસ્ટ કર્યા બાદ પોલીસ પૂછપરછ કરી રહી છે.
Tunisha Sharma Suicide Case : તુનિષા શર્મા સુસાઇડ કેસમાં 'અલી બાબા દાસ્તાન એ કાબુલ'ના લીડ એક્ટર શીજાન મોહમ્મદ ખાનની ધરપકડ કર્યા બાદ પોલીસ પૂછપરછ કરી રહી છે. હવે આ કેસમાં મંગળવારે પોલીસ શીજાન સાથે ઘટનાસ્થળે ગઈ હતી અને ત્યારબાદ ક્રાઈમ સીન ફરી સર્જાયો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 18 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે.
શીજાન અંગે નિવેદન નોંધવા પોલીસ શોના સેટ પર પહોંચી
તુનિષા શર્માના કો-એક્ટર પાર્થ જુત્શીને તેનું નિવેદન નોંધવા માટે આજે બીજી વખત પોલીસે બોલાવ્યા હતા. હવે આવતીકાલે સેકેન્ડ હાફમાં શીજાનને વસઈ કોર્ટમાં હાજર કરવામાં આવશે. ગઈ કાલે રાત્રે 2 વાગ્યાની આસપાસ પોલીસ શીજાન સાથે 'અલી બાબા દાસ્તાન-એ-કાબુલ'ના સેટ પર પહોંચી હતી અને લગભગ 4 વાગ્યે પરત ફરી હતી.
પોલીસ શીજાનને ક્રાઈમ સીન પરના મેક-અપ રૂમમાં લઈ ગઈ, જ્યાં તુનીષાની લાશ લટકતી મળી આવી. તે સમયે શીજાન અને અન્ય લોકો ક્યાં હતા અને શું થયું હતું. આ વાત સમજવા માટે પોલીસ શીજાનને સ્પોટ પર લઈ ગઈ હતી. આ સમગ્ર રિક્રિએશનની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી છે.
શીજાનના રિમાન્ડ વધારવા માંગ કરશે પોલીસ
રિપોર્ટ અનુસાર, વાલીવ પોલીસ આજે શીજાન ખાનની પોલીસ કસ્ટડી વધારવાની માંગ કરશે. પોલીસનું કહેવું છે કે શીજનની પૂછપરછ અને કેસની તપાસ હજુ પૂરી થઈ નથી. આવી સ્થિતિમાં વાલીવ પોલીસ શીજાનની કસ્ટડી વધારવાની માંગ કરશે. પોલીસ કોર્ટમાં 2 થી 3 દિવસ માટે શીજાનની કસ્ટડીની માંગણી કરશે.
જણાવી દઈએ કે ગઇકાલે સાંજે તુનિષા શર્માના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ દરમિયાન તેની માતા બેભાન જોવા મળી હતી. તેમની અંતિમ દર્શને પરિવાર ઉપરાંત ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે પણ હાજર રહ્યાં હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર