સુશાંતસિંહ રાજપૂતઃ આત્મહત્યા પહેલાના એ 12 કલાક! ક્યારે, શું અને કેવી રીતે થયું?

News18 Gujarati
Updated: June 15, 2020, 9:13 AM IST
સુશાંતસિંહ રાજપૂતઃ આત્મહત્યા પહેલાના એ 12 કલાક! ક્યારે, શું અને કેવી રીતે થયું?
સુશાંતસિંહ રાજપૂતના જીવનના એ છેલ્લા 12 કલાક, શનિવાર રાત્રે કયા મિત્રને ફોન કર્યો હતો?

સુશાંતસિંહ રાજપૂતના જીવનના એ છેલ્લા 12 કલાક, શનિવાર રાત્રે કયા મિત્રને ફોન કર્યો હતો?

  • Share this:
મુંબઈઃ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. કોઈને એ વિશ્વાસ નથી થતો કે 34 વર્ષીય આ યુવા કલાકાર આત્મહત્યા કેવી રીતે કરી શકે. પોલીસને હજુ સુધી તેમના ફ્લેટમાંથી કોઈ સુસાઇડ નોટ નથી મળી. હાલ આત્મહત્યા (suicide)નું કારણે ડિપ્રેશન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આવો નજર કરીએ તેમનો મૃતદેહ મળ્યા પહેલા ઘરમાં શું થયું હતું. સુશાંતસિંહ રાજપૂતના જીવનના એ છેલ્લા 12 કલાક...

આત્મહત્યા પહેલા એટલે કે શનિવાર મોડી રાત્રે તેઓએ છેલ્લો ફોન મિત્રને કર્યો હતો, પરંતુ તેમના મિત્રએ ફોન ઉઠાવ્યો નહોતો. તે મિત્ર કોણ હતો અને રાત્રે કેટલા વાગ્યે વાતચીત થઈ તેની જાણ હજુ થઈ નથી. મુંબઈ પોલીસે સુશાંતસિંહના ફોનને પોતાના કબ્જામાં લઈ લીધો છે. પરંતુ ડિજિટલ લૉક હોવાના કારણે હજુ સુધી મોબાઇલ ખોલી નથી શકાયો.

>> રવિવાર સવારે હંમેશાની જેમ સુશાંતસિંહ રાજપૂત લગભગ 6 વાગ્યે સૂઈને ઉઠ્યા. પોલીસ મુજબ ત્યારબાદથી તેઓ પોતાના રૂમમાં જ રહ્યા.

>> સવારે લગભગ 9:30 વાગ્યે તેમના નોકરે દાડમનું જ્યૂસ પીવા માટે આપ્યું. જ્યૂસ પીધા બાદ તેઓ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. સુશાંત સિંહની સાથે બે સ્ટાફ રહેતો હતો. એક કેરટેકર અને બીજો એક શૅફ.

>> ત્યારબાદ લગભગ 11:30 વાગ્યે શૅફે દરવાજો ખખડાવ્યો. મૂળે તે બપોરનું ભોજનનું મેનૂ જાણવા માંગતો હતો. પરંતુ સુશાંતસિંહે દરવાજો ખોલ્યો નહીં. એવામાં તમામ લોકોને લાગ્યું કે કદાચ તેઓ સૂઈ રહ્યા છે.

આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતે 3 દિવસ પહેલા પિતા સાથે ફોન પર કરી હતી વાત, આ વાતની ચિંતા વ્યક્ત કરી હતી 

>> ત્યારબાદ બપોરે 1 વાગ્યે ફરી એકવાર સુશાંતસિંહના રૂમનો દરવાજો ખખડાવવામાં આવ્યો. અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં. ત્યારબાદ શૅફ અને નોકરે ક્રિએટિવ મેનેજરનો બોલાવ્યા. નોંધનીય છે કે ક્રિએટિવ મેનેજર નીચના ફ્લેટમાં રહે છે. જે ફ્લેટમાં સુશાંત સિંહ રહેતા હતા તે એક ડૂપ્લેક્સ અપાર્ટમેન્ટ છે. મેનેજરે દરવાજો બળપૂર્વક ખખડાવવાનો પ્રયાસ કર્યો અને બૂમો પણ પાડી. પરંતુ અંદરથી કોઈ હલચલ ન થઈ.

>> બાદમાં આ લોકોએ સુશાંતસિંહ રાજપૂતની બહેનને ફોન કર્યો. તેમની બહેન મુંબઈના ગોરેગાંવમાં રહે છે.

>> ત્યારબાદ ચાવીવાળાની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો. સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ પંખાથી લટકતો હતો. આ લોકોએ મૃતદેહને નીચે ઉતાર્યો.
ઘટનાને લઈ પોલીસ કમિશ્નર રમબીર સિંહને બે વાગ્યાની આસપાસ કૉલ આવ્યો. ત્યારબાદ મુંબઈ પોલીસ કમિશ્નરે ડીસીપી અભિષેક ત્રિમુખે અને બાંદ્રા પોલીસ સ્ટાફને સુશાંતસિંહ રાજપૂતના ઘરે મોકલ્યા.

આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતે એન્જિનિયરિંગ પરીક્ષામાં મેળવ્યો હતો ઓલ ઈન્ડિયા સાતમો રેન્ક
First published: June 15, 2020, 9:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading