મુંબઈ : આજે દેશભરમાં 26/11ના આતંકી હુમલા (26/11 mumbai terror attacks)ની વરસી મનાવવામાં આવી રહી છે. 2008માં આ દિવસે પાકિસ્તાન (Pakistan)થી આવેલા 10 લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ ત્રણ દિવસ સુધી મુંબઈમાં મોતનો તાંડવ રચ્યો હતો. સમગ્ર વિશ્વએ આ ઘટનાની નિંદા કરી હતી. આ હુમલા બાદ બોલિવુડે (Bollywood) પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. શાહરૂખ ખાને (Shahrukh Khan) તેને મુલ્લાનો ઈસ્લામ કહ્યો હતો.
2008માં એક ઈન્ટરવ્યુમાં શાહરૂખ ખાને મુંબઈ હુમલા પર કહ્યું હતું કે, 'કોઈ મને પુછે કે આતંકવાદનો ઈસ્લામ સાથે સંબંધ છે? તો હું ના પાડી દેત, પરંતુ હવે હું સમજી ગયો છું કે આતંકવાદીઓ જે ઈસ્લામનું પાલન કરે છે. તે આપણો ઇસ્લામ નથી. અલ્લાહનો અવાજ છે જે આપણા કુરાનમાં લખાયેલ છે. એમાં ક્યાંય આવું નથી.
અલ્લાહ નહીં મુલ્લાનો ઈસ્લામ
શાહરુખ ખાન આગળ કહે છે, 'કુરાનમાં લખ્યું છે કે, 'જો તમે મારા એક વ્યક્તિને સુધારશો તો તમે સમગ્ર માનવતા પર ઉપકાર કરશો. જો તમે મારા એક વ્યક્તિને દુઃખ પહોંચાડો છો, તો તમે મારી સમગ્ર માનવતાને નુકસાન પહોંચાડો છો. જો લડાઈમાં હોય તો પણ સ્ત્રી, બાળક, પશુ અને પાકનો નાશ ન કરો. આ અલ્લાહની વાત છે. આ લોકો જે ઇસ્લામનું પાલન કરે છે તે મુલ્લાનો શબ્દ છે. આપણી યુવા પેઢીને સમગ્ર ધાર્મિક પુસ્તકનો સાચો અર્થ શીખવવો જોઈએ.
સલમાને કહ્યું, 'આ બધું ઇસ્લામમાં નથી'
સલમાન ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'જો તમે કોઈ બાળકને ગરીબીમાંથી બહાર કાઢી અને આવું શિક્ષણ આપો છો તો તે શું કરશે? તમામ છોકરાઓની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચે હતી. એકે કહ્યું કે, મને 1.5 લાખ રૂપિયા મળ્યા છે. તે ઇસ્લામ માટે આવું નથી કરી રહ્યો. ઇસ્લામમાં આવું બધુ નથી.
સલમાને કહ્યું, 'તમે કાં તો આ લોકોની વાત સાંભળો અથવા હઝરત મોહમ્મદે કુરાન અને હદીસમાં જે શીખવ્યું છે તેનું પાલન કરો. જેમણે આતંકવાદીઓને તાલીમ આપી, નફરત કરવાનું શીખવ્યું, તેમને નાણાં પૂરાં પાડનારાઓને પકડવા જોઈએ.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર