Home /News /entertainment /આલિયા ભટ્ટે શું રાખ્યું પોતાની 'ઢીંગલી'નું નામ? ડિલીવરી પહેલા જ આપી દીધી હતી હિંટ

આલિયા ભટ્ટે શું રાખ્યું પોતાની 'ઢીંગલી'નું નામ? ડિલીવરી પહેલા જ આપી દીધી હતી હિંટ

ફોટો : @aliaabhatt ઇન્સ્ટાગ્રામ

Alia Bhatt's Daughter: આલિયા ભટ્ટ મા બની ગઈ છે. તેની દીકરીનું નામ શું હશે તે અંગે તેણે પહેલેથી જ હિંટ આપી દીધી હતી. ચાલો જાણીએ આલિયા-રણબીરની દીકરીનું નામ શું હોઈ શકે.

  આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. બંને આજે માતા-પિતા બની ગયા છે. આલિયા ભટ્ટે મુંબઈની HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. આ સમાચાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે ફિલ્મ સ્ટાર્સ પણ આ ફિલ્મ કપલને અભિનંદન આપી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેની ચર્ચા થઈ રહી છે.

  અમે અહીં જે વીડિયો વિશે વાત કરી રહ્યા છીએ તે વર્ષ 2019નો છે. ત્યારે આલિયા ભટ્ટ અને રણવીર સિંહ તેમની ફિલ્મ ગલી બોયનું પ્રમોશન કરી રહ્યા હતા. તે સમયે બંને સુપર ડાન્સર 3 ના સેટ પર પહોંચ્યા હતા. તે દરમિયાન આલિયાએ કહ્યું હતું કે જો તેને દીકરી હશે તો તે સક્ષમ નામના સ્પર્ધકના ફની અંગ્રેજીને કારણે તેનું નામ અલ્મા રાખશે.  આ પણ વાંચો : મા બન્યા બાદ આલિયાએ શેર કરી પહેલી પોસ્ટ, ખુશીથી ઝૂમી ઉઠ્યા દીપિકા સહિત આ બોલીવુડ સેલેબ્સ

  શું હતો સમગ્ર મામલો?


  હકીકતમાં શોમાં એક કન્ટેસ્ટન્ટ હતો, જેનું નામ સક્ષમ હતું. લિટલ સક્ષમનું અંગ્રેજી થોડુ નબળુ હતું. જ્યારે તે કોઈના નામનો સ્પેલિંગ કહે તો બધા હસી પડતા. આલિયા પણ શોમાં પહોંચી હતી, તેથી સક્ષમ પાસેથી તેના નામનો સ્પેલિંગ પૂછવામાં આવ્યો હતો.

  સક્ષમે આલિયાનો સ્પેલિંગ 'ALMAA' (અલ્મા) તરીકે કર્યો હતો. આ સાંભળીને બધા હસવા લાગ્યા, પરંતુ આલિયાએ કહ્યું હતું કે અલ્મા બહુ સુંદર નામ છે, હું મારી દીકરીનું નામ અલ્મા રાખીશ. હવે જ્યારે આલિયાની દીકરીનો જન્મ થયો છે ત્યારે આ વીડિયો ફરી ચર્ચામાં આવ્યો છે.

  ફોટો : @aliaabhatt ઇન્સ્ટાગ્રામ


  આ પણ વાંચો : આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે ખુશીઓના વધામણા, એક્ટ્રેસે દીકરીને આપ્યો જન્મ

  આલિયા રણબીરે ક્યારે લગ્ન કર્યા હતા?


  આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કર્યા હતા. બંનેની લવ સ્ટોરી વર્ષ 2018માં ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી. બંને સ્ટાર્સ લગભગ ચાર વર્ષ સુધી રિલેશનશિપમાં હતા અને પછી કાયમ માટે એકબીજા સાથે રહેવાનો નિર્ણય કર્યો. આ વર્ષે 14 એપ્રિલના રોજ આલિયા અને રણબીરે તેમના ઘરે નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં ધૂમધામથી લગ્ન કર્યા હતા.  તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પહેલીવાર સોનમ કપૂર અને આનંદ આહુજાના રિસેપ્શનમાં સાથે જોવા મળ્યા હતા. બંનેએ એકસાથે પાપારાઝી માટે પોઝ આપ્યો હતો અને આ સાથે જ તેમના ડેટિંગના સમાચાર કન્ફર્મ થયા હતા. થોડા સમય પછી રણબીરે પણ એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું કે તે આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે. હવે સાત મહિનામાં જ કપૂર અને ભટ્ટ પરિવારને નાનકડી પરીની ભેટ મળી છે. આલિયા-રણબીરના પેરેન્ટ્સ બનવાના સમાચાર પર લોકો સોશિયલ મીડિયા પર પણ રિએક્શન આપી રહ્યા છે.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Alia Bhatt, Alia bhatt ranbir kapoor wedding, Bollywood Latest News, Ranbir Kapoor

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन