Welcome 3: બોલિવૂડની હિટ કોમેડી ફ્રેન્ચાઈઝી વેલકમના ત્રીજા ભાગની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને હવે નિર્માતાઓએ તેના ત્રીજા ભાગ (વેલકમ 3)ની પણ જાહેરાત કરી દીધી છે. ફિલ્મનું શૂટિંગ 2022થી શરૂ થવા જઈ રહ્યું છે. નાના પાટેકર (Nana Patekar), અનિલ કપૂર (Anil Kapoor) અને પરેશ રાવલ (Paresh Rawal) વેલકમ અને વેલકમ બેકમાં જબરદસ્ત કોમેડીની ધમાલ મચાવ્યા પછી વેલકમ 3માં ફરી એકવાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
વેલકમ 3ની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે અને સ્ટારકાસ્ટ પણ ફાઈનલ થઈ ગઈ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વેલકમ 3 (Welcome 3) ની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે અને સ્ટારકાસ્ટ પણ ફાઈનલ થઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ 2022ના બીજા ભાગમાં શરૂ થઈ શકે છે. ખાસ વાત એ છે કે, વેલકમ 3માં ફરી એકવાર મોટી સ્ટારકાસ્ટ જોવા મળશે, જે દર્શકોનું ભરપૂર મનોરંજન કરશે. દર્શકો ફરી એકવાર ફિલ્મમાં એક્શન અને કોમેડીની ભરપૂર મજા માણશે.
આ ફિલ્મ પણ ફિરોઝ નડિયાદવાલા બનાવવા જઈ રહ્યા
વેલકમ ફ્રેન્ચાઈઝીની આ ફિલ્મ પણ ફિરોઝ નડિયાદવાલા (Firoz Nadiadwala) બનાવવા જઈ રહ્યા છે. વેલકમની સિક્વલ હોવાથી દર્શકો તેના ત્રીજા ભાગની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ, હવે લાંબા સમય પછી, નિર્માતાઓ આખરે તેના ત્રીજા ભાગ માટે તૈયાર છે. જેમાં નાના પાટેકર સિવાય બે મોટા સ્ટાર્સ પરેશ રાવલ (Paresh Rawal) અને અનિલ કપૂર (Anil Kapoor) જોવા મળશે. જેમના નામ પર હજુ વિચારણા ચાલી રહી છે.
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar), કેટરિના કૈફ (Katrina Kaif), અનિલ કપૂર Anil Kapoor), નાના પાટેકર (Nana Patekar) અને પરેશ રાવલ (Paresh Rawal) સ્ટારર ફિલ્મ 'વેલકમ', જે ડિસેમ્બર 2007માં આવી હતી, તેણે દર્શકોને ખૂબ હસાવ્યા હતા. અનીસ બઝમી (Anis Bazmi) ની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ જોરદાર કમાણી કરી હતી. આ પછી આ 2015 માં તેનો બીજો ભાગ 'વેલકમ બેક' આવ્યો, જેમાં અક્ષય કુમાર અને કેટરિનાને બદલે જોન અબ્રાહમ (john abraham) અને શ્રુતિ હાસન (shruti haasan) મુખ્ય ભૂમિકામાં હતા અને તેમને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર