Home /News /entertainment /TRP લિસ્ટમાં 'અનુપમા' નંબર 1 પર કાયમ, જાણો TOP-5 માં કયા કયા ટીવી શોને મળ્યું સ્થાન
TRP લિસ્ટમાં 'અનુપમા' નંબર 1 પર કાયમ, જાણો TOP-5 માં કયા કયા ટીવી શોને મળ્યું સ્થાન
સપ્તાહિક ટીઆરપી રિપોર્ટ
Weekly TRP List : આ સપ્તાહની ટીઆરપી યાદી પણ બહાર આવી છે. આ લિસ્ટમાં લાંબા સમયથી ટીઆરપી લિસ્ટમાં નંબર 1 પર ચાલી રહેલો શો 'અનુપમા' (Anupamaa) એક વખત ફરી તેની જગ્યા પર કાયમ રહ્યો છે.
Weekly TRP List: કઈ ટીવી સિરિયલો (TV Serials) ને દર્શકોનો સૌથી વધુ પ્રેમ મળી રહ્યો છે. દર અઠવાડિયે આવતી ટીઆરપી પરથી એ સ્પષ્ટ થાય છે. એક અઠવાડિયામાં દર્શકોએ કયા શોને કેટલો પ્રેમ આપ્યો તે તેમના રેટિંગ પરથી જાણી શકાય છે. આ સપ્તાહની ટીઆરપી યાદી પણ બહાર આવી છે. આ લિસ્ટમાં લાંબા સમયથી ટીઆરપી લિસ્ટમાં નંબર 1 પર ચાલી રહેલો શો 'અનુપમા' (Anupamaa) એક વખત ફરી તેની જગ્યા પર કાયમ રહ્યો છે. તો ચાલો તમને જણાવીએ કે આ અઠવાડિયે ટોપ 5માં કોણે કોણે સ્થાન મેળવ્યું છે.
નંબર 1- 'અનુપમા' (Anupamaa)
રૂપાલી ગાંગુલી (Rupali Ganguly), સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા મુખ્ય ભૂમિકામાં અભિનય કરતી 'અનુપમા' ફરી એકવાર 4.2 મિલિયન વ્યૂ સાથે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ (TRP) સાથે ટોચ પર છે.
નંબર 2- 'ગુમ કિસી કી પ્યાર મેં' (gum hai kisi ke pyar mein)
'ગમ હૈ કિસી કે પ્યાર મેં' 3.1 મિલિયન વ્યૂ સાથે રેટિંગ ચાર્ટ પર બીજું સ્થાન મેળવ્યું છે. આ શો ત્રણ પાત્રો વિરાટ, સાઈ અને પાખી વચ્ચે બદલાતા સમીકરણો પર આધારિત છે. આ શોમાં નીલ ભટ્ટ, આયેશા સિંહ અને ઐશ્વર્યા શર્મા મુખ્ય ભૂમિકામાં છે.
સ્ટાર પ્લસની સિરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' અને સિરિયલ 'ઈમલી' યાદીમાં ત્રીજા નંબર પર હતી. બંનેને 2.9 મિલિયન વ્યૂઝ મળ્યા છે. જ્યાં એક તરફ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' છેલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં છે, તો બીજી તરફ શો 'ઇમલી'માં આમલીનો નવો અવતાર દર્શકોને ઘણો પસંદ આવી રહ્યો છે.
નંબર 4- 'યે હૈ ચાહતેં' (yeh hai chahatein)
અભિનેતા અબરાર કાઝી અને સરગુન કૌરના શો 'યે હૈ ચાહતેં'એ ટીઆરપી ચાર્ટમાં ચોથું સ્થાન મેળવ્યું છે. સ્ટાર પ્લસના આ શોને 2.8 મિલિયન વ્યૂઝ મળ્યા છે. યે હૈ ચાહતેંએ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી પ્રેક્ષકોને તેની કહાની સાથે જકડી રાખ્યાં છે.
નંબર 5- 'કુંડળી ભાગ્ય' અને 'ઉદાર્યાં' (kundli bhagya and udaariyaan)
'કુંડલી ભાગ્ય' અને 'ઉદારિયાં' આ અઠવાડિયે ટોપ 5માં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યાં. આ અઠવાડિયે 'કુંડળી ભાગ્ય' અને 'ઉદારિયાં' બંનેને 2.5 મિલિયન વ્યૂઝ મળ્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર