Home /News /entertainment /Weekend film and webseries on OTT : આ અઠવાડીયાના અંતે, તમે આ વેબ સિરીઝ અને ફિલ્મની ઘરે બેસીને મજા લઈ શકો છો

Weekend film and webseries on OTT : આ અઠવાડીયાના અંતે, તમે આ વેબ સિરીઝ અને ફિલ્મની ઘરે બેસીને મજા લઈ શકો છો

આ સપ્તાહના અંતે આ ફિલ્મો-વેબસિરીઝ જોઈ શકો છો

Weekend film and webseries on OTT : આ અઠવાડીયે આ ફિલમ્સ અને વેબ સિરીઝ તમને મનોરંજન આપશે, જેમાં દસવી (Dasvi), અભય 3 ( Abhay 3), ગુલ્લક (Gullak : Season 3), માઈ ( Mai), મર્ડર ઈન અગોન્ડા (Murder In Agonda) અને એનાટોમી ઓફ સ્કેન્ડલ (ANATOMY OF SCANDAL) સામેલ છે.

વધુ જુઓ ...
  Weekend film and webseries on OTT : અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ની ફિલ્મ 'દસવી', કુણાલ ખેમુ (Kunal Kemmu) ની ક્રાઈમ-થ્રિલર 'અભય 3' (Abhay 3), સાક્ષી તંવરની સ્ત્રી-કેન્દ્રિત ડ્રામા 'માઈ' (Mai) OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે. આ સિવાય આ અઠવાડિયે બીજી ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ (Web Series) ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. જે દર્શકોનું અલગ-અલગ ફ્લેવરમાં મનોરંજન કરશે. આજે અમે તમને જણાવીશું કે તમે OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ સ્ટાર્સની ફિલ્મો-વેબ સિરીઝ ક્યાં અને ક્યારે અને કેવી રીતે જોઈ શકશો.

  ફિલ્મ 'દસમી'

  અભિષેક બચ્ચનની ફિલ્મ 'દસવી' (Dasvi) આજે 7મી એપ્રિલે નેટફ્લિક્સ (Netflix) અને જિયો સિનેમા (Jio Cinema) પર રિલીઝ થઈ રહી છે. આમાં અભિષેકની સાથે યામી ગૌતમ (Yami Gautam) અને નિમરત કૌર (Nimrat Kaur) લીડ રોલમાં છે. તુષાર જલોટા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મની વાર્તા એક એવા માણસ પર કેન્દ્રિત છે જે ભ્રષ્ટાચારમાં સંડોવાયા પછી જેલમાં જાય છે અને પછી જેલમાંથી જ દસમાની પરીક્ષા આપે છે.

  " isDesktop="true" id="1196813" >

  ફિલ્મમાં અભિષેક એક અભણ નેતાની ભૂમિકા ભજવી રહ્યો છે, જેનું નામ ગંગા રામ ચૌધરી છે. નિમરત કૌર તેની પત્ની બિમલા દેવીના રોલમાં જોવા મળશે. આ સાથે જ યામી આઈપીએસ ઓફિસર બની ગઈ છે જેનું નામ જ્યોતિ દેસવાલ છે.

  અભય-3

  કુણાલ ખેમુ (Kunal Kemmu) ની ક્રાઈમ-થ્રિલર 'અભય 3' ( Abhay Season 3) 8મી એપ્રિલે Zee5 પર રિલીઝ થઈ રહી છે. આ સિરીઝમાં ફરી એકવાર તમને કુણાલની ​​આકર્ષક સ્ટાઈલ જોવા મળશે. આ શોમાં કુણાલ ખેમુ ફરી એકવાર પોલીસ ઓફિસર અભય પ્રતાપ સિંહના પાત્રમાં જોવા મળશે. તો, પહેલાની જેમ આ વખતે પણ નવી સિઝનમાં કુલ આઠ એપિસોડ છે.

  " isDesktop="true" id="1196813" >

  કેન ઘોષે આ સિરીઝનું દિગ્દર્શન કર્યું છે જ્યારે બીપી સિંઘે તેનું નિર્માણ કર્યું છે. આ શોમાં કુણાલ ખેમુ ઉપરાંત આશા નેગી, રાહુલ દેવ અને તનુજ વિરવાની મહત્વની ભૂમિકામાં છે. તમને જણાવી દઈએ કે અભય અને અભય 2 ની અપાર સફળતા બાદ આ શોના મેકર્સ ફરી એક નવી સ્ટોરી લઈને આવી રહ્યા છે.

  ગુલ્લક 3

  છેલ્લી બે સિઝનથી દર્શકોનું મનોરંજન કરનાર મિશ્રા પરિવાર ફરી એકવાર 'ગુલક 3' (Gullak : Season 3) થી નવા 'કિસન્સ' સાથે કમબેક કરી રહ્યો છે. ગુલક 3 7મી એપ્રિલે સોની લિવ પર રિલીઝ થઈ રહી છે.

  " isDesktop="true" id="1196813" >

  પલાશ વાસવાણી દ્વારા દિગ્દર્શિત વેબ સિરીઝ ગુલક એક મજેદાર કૌટુંબિક કોમેડી છે. તેમાં જમીલ ખાન, ગીતાંજલિ કુલકર્ણી, વૈભવ રાજ ગુપ્તા, હર્ષ મૈયાર અને સુનીતા રાજવાર મુખ્ય ભૂમિકામાં છે. જો રિપોર્ટનું માનીએ તો, 'ગુલક સીઝન 3' અગાઉની બે સિરીઝથી બિલકુલ અલગ છે, જેમાં પરિવારના પુત્ર અને તેના પગાર વિશે એક રમુજી કિસ્સો જોવા મળશે.

  માઇ

  સાક્ષી તંવર (Sakshi Tanwar) ની થ્રિલર વેબ સિરીઝ 'માઈ' ( Mai) 15 એપ્રિલે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સાક્ષી લીડ રોલમાં છે. ફિલ્મમાં સાક્ષી તંવર એક મધ્યમ વર્ગની માતાની ભૂમિકા ભજવી રહી છે જે પોતાની પુત્રીના હત્યારાની શોધમાં સંઘર્ષ કરતી જોવા મળશે.

  " isDesktop="true" id="1196813" >

  સાક્ષી ઉપરાંત આ ફિલ્મમાં વિવેક મુશરન, સીમા પાહવા, વામિકા ગબ્બી, રાઈમા સેન, અંકુર રતન, અનંત વિધાત, પ્રશાંત નારાયણ અને વૈભવ રાજ ગુપ્તા પણ છે. ફિલ્મના દિગ્દર્શક અંશાઈ લાલ અને અતુલ મોંગિયા છે.

  મર્ડર ઈન અગોન્ડા

  શ્રિયા પિલગાંવકર, આસિફ ખાન, કુબ્રા સૈત અને લિલેટ દુબે અભિનીત વેબ સિરીઝ 'મર્ડર ઇન અગોંડા' (Murder In Agonda) 8 એપ્રિલે એમેઝોન મિની ટીવી પર રિલીઝ થઈ રહી છે. આ ક્રાઈમ-થ્રિલર આધારિત વેબ સિરીઝ કુલ પાંચ એપિસોડ સાથે રિલીઝ થવા જઈ રહી છે.

  " isDesktop="true" id="1196813" >

  સિરીઝના શીર્ષકથી ખબર પડે છે કે તે એક હત્યા કેસ સાથે સંબંધિત છે. વિક્રમ રાય દ્વારા નિર્દેશિત, આ સિરીઝ ગોવામાં એક હાઈ-પ્રોફાઈલ મર્ડર કેસ પર આધારિત છે, જેમાં ઘણા પ્રકારના સસ્પેન્સ પણ છે.

  આ પણ વાંચોજાણો KGFની સાચી ખોફનાક સ્ટોરી, કહેવાય છે આજે પણ ખાણમાં હાજર છે સોનું

  એનાટોમી ઓફ સ્કેન્ડલ

  15 એપ્રિલે Netflix પર એનાટોમી ઓફ સ્કેન્ડલ (ANATOMY OF SCANDAL) આવી રહ્યું છે. આ ક્રાઈમ થ્રિલર ડ્રામામાં સિએના મિલર, મિશેલ ડોકરી, રુપર્ટ ફ્રેન્ડ, નાઓમી સ્કોટ અને જોસેટ સિમોન મહત્વની ભૂમિકામાં છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Latest News, OTT Platform, OTT Platforms, Web Series

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन