Home /News /entertainment /

Bigg Boss 14: ઘરવાળાઓ પર ગુસ્સે થયો સલમાન, તમામ સપર્ધકોને કર્યા બેઘર, VIDEO

Bigg Boss 14: ઘરવાળાઓ પર ગુસ્સે થયો સલમાન, તમામ સપર્ધકોને કર્યા બેઘર, VIDEO

સલમાન ખાન, બિગ બોસ 14નાં સેટ પર

સલમાન ખાન (Salman Khan) કંટેસ્ટન્ટની સાથે મસ્તી મજાક કરતાં નજર આવ્યાં, પણ આ વચ્ચે બિગ બોસ 14 (Bigg Boss 14) નો એક વીડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. જેમાં સલમાન ખાન શોનાં સ્પર્ધકોની ક્લાસ લેતાં નજર આવ્યાં છે.

    મુંબઇ: કોરોનાની વચ્ચે બિગ બોસ 14 (Bigg Boss 14)ની શરૂઆત થઇ ગઇ છે. અને શો આવવાની સાથે જ ચર્ચાઇ રહ્યો છે. તૂફાની સીનિયર્સ સિદ્ધાર્થ શુક્લા (Siddharth Sukla), હિના ખાન (Hina Khan) અને ગોહર ખાન (Gauhar Khan)ની એન્ટ્રીથી મેકર્સે શોને વધુ એન્ટરટેઇનિંગ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ વચ્ચે સલમાન ખાને શનિવારે શોનાં પહેલાં વિકએન્ડનો વાર હોસ્ટ કર્યો.

    જ્યાં તેણે ઘણાં સ્પર્ધકોને અરિસો બતાવ્યો હતો. અને તેમને ખુબ ફટકાર લગાવી છે. સલમાન ખાન સ્પર્ધકોની સાથે મસ્તી મજાક કરતી નજર આવી છે. આ વચ્ચે બિગ બોસ 14નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે સ્પર્ધકોની ક્લાસ લેતી નજર આવી રહી છે.








    View this post on Instagram





    Who is the most fake in the house? #weekendkavaar #BB14 #BiggBoss2020 #BiggBoss14 #BB14update #viralbhayani 📽 @colorstv


    A post shared by Viral Bhayani (@viralbhayani) on






    વીડિયોમાં સલમાન ખાન શોનાં સ્પર્ધકોને કહેતા નજર આવે છે કે, 'આપ લોકો પોતાને શું સમજો છો, પોતાની જાતને તુર્રમ ખાન ન સમજો. આપ લોકોએ સીન પલટાવ્યો જરૂર છે. આપનો જજ્બો, આપનો જોશ અને આપનો જનૂન જોઇને અમે નિર્મણ લીધો છે કે, કેમ કોઇનો સમય વેળફવો. ફાઇનલ ડિસીઝન એ છે કે, આપ દસેય દસ લોકો પોત પોતાનો સામાન પેક કરી લો. અને આ ઘરમાંથી નીકળી પડો. કારણ કે આ સમયની બર્બાદી છે.' આ સાથેજ સલમાને સીનિયર્સને એક રિપોર્ટ કાર્ડ બનાવવાં કહ્યું છે.

    આ પણ વાંચો-Thalaivi નાં સેટ પરથી કંગનાએ શેર કરી તસવીરો, હૂબહૂ જયલલિતા જેવી લાગે છે એક્ટ્રેસ

    આ રિપોર્ટ કાર્ડમાં સીનિયર્સે ઘરનાં સૌથી ફેકથી લઇ સૌથી ડિઝર્વિંગ સર્ધકનું નામ કહેવાનું છે. આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેમનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો ચે. જેનાં પર સલમાન ખાનનાં ફેન્સ કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. જોકે સલમાન ખાન આ વાતો ફક્ત સપર્ધકની ક્લાસ લગાવતા જ કરી રહ્યાં છે. કોઇપણ કન્ટેસ્ટન્ટ ઘરની બહાર નથી ગયું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Actor salman khan, Bigg boss 14, Video, વાયરલ વીડિયો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन