Home /News /entertainment /

Katrina Vicky Wedding: વિક્કી કૌશલનાં પિતાએ લગ્ન પહેલાં પેપરાઝીને વહેંચી મિઠાઈ, VIDEO

Katrina Vicky Wedding: વિક્કી કૌશલનાં પિતાએ લગ્ન પહેલાં પેપરાઝીને વહેંચી મિઠાઈ, VIDEO

વિકી કૌશલે કેમેરા પર્સન્સને આપી મિઠાઇઓ અને ફૂડ પેકેટ

Katrina Kaif Vicky Kaushal Wedding : કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન એક વ્યક્તિગત ફંક્શન હશે. આ લગ્નમાં માત્ર તેમના પરિવારજનો અને તેમના મિત્રો જ શામેલ થશે. લગ્ન બાદ ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે એક રિસેપ્શન રાખવામાં આવશે. વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન સવાઈ માધોપુરના સિક્સ સેંસેસ ફોર્ટ બરવાડામાં થશે.

વધુ જુઓ ...
    વિક્કી કૌશલ અને કેટરીના કૈફ (Vicky Kaushal Katrina Kaif Wedding Place) ના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્નનો સમારોહ આજથી શરૂ થઈ જશે. કેટરીના કૈફ અને વિક્કી કૌશલ 9 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જશે. વેડિંગ પ્લેસ પર જતા પહેલા વિક્કી કૌશલે મુંબઈના ઘરની બહાર પાપારાઝી માટે મિઠાઈઓ મોકલાવી હતી. જેનો એક વિડીયો સામે આવ્યો છે. આ મિઠાઈઓ ઘરે જ બનાવવામાં આવી છે.

    આ પણ વાંચો-Katrina Kaif Wedding: લગ્ન માટે નીકળતી કેટરિના કૈફની ગાડી ટ્રાફિક પોલીસે રોકી, VIDEO VIRAL

    પાપારાઝી વિરલ ભાયાણીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. વિક્કી કૌશલ (Vicky Kaushal House) જે ફ્લેટમાં રહે છે, તે ફ્લેટ આ વિડીયોમાં જોવા મળી રહ્યો છે. વિડીયોમાં કેટલાક પાપારાઝીના હાથમાં મિઠાઈઓના પેકેટ જોવા મળી રહ્યા છે. વિરલ ભાયાણીએ આ વિડીયો શેર કરીને જણાવ્યું કે, વિક્કી કૌશલે પાપારાઝીસને લગ્નની મિઠાઈઓ મોકલાવી છે.




    વિરલે જણાવ્યું કે, વિક્કી કૌશલે ઘરે જ પોતાના શેફે બનાવેલ મિઠાઈઓ મોકલાવી છે. ગઈકાલે રાત્રે વિક્કી કૌશલના ઘરે લગ્નનો સમારોહ શરૂ થઈ ગયો છે. બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ અને તેના મમ્મી મોડી રાત સુધી તેમના ઘરે રોકાયા હતા.

    આ પણ વાંચો-Katrina Kaifનો ભાઈ છે Gold Medalist માઈકલ ફેલ્પ્સ! ગૂગલ બાબાને તો એવું જ લાગે છે, શું છે સત્ય?

    વિક્કી 7 ઘોડાના રથ પર એન્ટ્રી કરશે

    બોલીવુડ અભિનેતા વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન સંબંધિત માહિતી સામે આવી આવી છે. રિપોર્ટ્સ અનુસાર વિક્કી જાનમાં એક ગ્રાન્ડ એન્ટ્રી કરશે. વિક્કી કૌશલ પારંપરિક રૂપે ઘોડા પર બેસીને એન્ટ્રી કરશે. લગ્નના દિવસે વિક્કી કૌશલની ગ્રાન્ડ એન્ટ્રી માટે 7 સફેદ ઘોડાની પસંદગી કરવામાં આવશે. વિક્કી કૌશલ આ 7 ઘોડાના રથ પર સવાર થઈને લગ્નમાં ગ્રાન્ડ એન્ટ્રી કરશે. દુલ્હન માટે શાહી મંડપને વિશેષરૂપે ડિઝાઈન કરવામાં આવ્યો છે.

    લગ્નમાં પરિવારજનો અને મિત્રો શામેલ થશે

    કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન એક વ્યક્તિગત ફંક્શન હશે. આ લગ્નમાં માત્ર તેમના પરિવારજનો અને તેમના મિત્રો જ શામેલ થશે. લગ્ન બાદ ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે એક રિસેપ્શન રાખવામાં આવશે. વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન સવાઈ માધોપુરના સિક્સ સેંસેસ ફોર્ટ બરવાડામાં થશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Destination Wedding, Entertainment, Katrina kaif, Vicky Kaushal

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन