Home /News /entertainment /Richa Chadha-Ali Fazal Marriage: આજથી લગ્નનાં ઢોલ વાગશે, જાણો દિલ્હીથી મુંબઈ સુધીના દરેક ફંક્શનની ડિટેલ

Richa Chadha-Ali Fazal Marriage: આજથી લગ્નનાં ઢોલ વાગશે, જાણો દિલ્હીથી મુંબઈ સુધીના દરેક ફંક્શનની ડિટેલ

રિચા ચઢ્ઢા (Richa Chadha) અને અલી ફઝલ (Ali Fazal) લગ્ન માટે દિલ્હી રવાના થઈ ગયા છે. બોલિવૂડ કપલના લગ્ન અત્યારે ચર્ચામાં છે. રિચા ચઢ્ઢા-અલી બુધવારે દિલ્હી પહોંચી ગયા છે અને આજથી એટલે કે 29 સપ્ટેમ્બરથી ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ જશે.

રિચા ચઢ્ઢા (Richa Chadha) અને અલી ફઝલ (Ali Fazal) લગ્ન માટે દિલ્હી રવાના થઈ ગયા છે. બોલિવૂડ કપલના લગ્ન અત્યારે ચર્ચામાં છે. રિચા ચઢ્ઢા-અલી બુધવારે દિલ્હી પહોંચી ગયા છે અને આજથી એટલે કે 29 સપ્ટેમ્બરથી ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ જશે.

વધુ જુઓ ...
    રિચા ચઢ્ઢા (Richa Chadha) અને અલી ફઝલ (Ali Fazal) લગ્ન માટે દિલ્હી રવાના થઈ ગયા છે. બોલિવૂડ કપલના લગ્ન અત્યારે ચર્ચામાં છે. રિચા ચઢ્ઢા-અલી બુધવારે દિલ્હી પહોંચી ગયા છે અને આજથી એટલે કે 29 સપ્ટેમ્બરથી ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ જશે. રિપોર્ટ્સના અનુસાર, આજે પૂજા-પાઠની સાથે લગ્નની સેરેમનીની શરૂઆત થશે. તેના પછી આવતીકાલે એટલે કે શુક્રવારે વિવિધ ફંક્શન શરૂ થઈ જશે.

    આ પણ વાંચોઃ- અલી ફઝલ અને રિચા ચઢ્ઢાના લગ્નમાં હોલિવૂડના આ સ્ટાર હાજરી આપશે, દિલ્હીમાં સાત ફેરા લેશે

    રિચા અને અલીએ લગ્નનો નિર્ણય ઘણા સમય પહેલા લઈ લીધો હતો પરંતુ કોરોનાનાં કારણે તેમને પોતાના લગ્ન બંધ રાખ્યા હતા. હવે આ કપલ ધામધૂમથી પોતાની નવી જીંદગીની શરૂઆત કરશે. આ જ કારણ છે કે બંને લગ્ન સાથે સંબંધિત દરેક ફંક્શનને લઈને ઉત્સાહિત છે. ગુરુવારે પૂજાની સાથે તેમના ઘરે ઢોલ વાગવાનું શરૂ થઈ જશે.


    30 સપ્ટેમ્બરે ગેટ ટુ ગેધર


    રિપોર્ટ્સના અનુસાર, દિલ્હીમાં લગ્નના બે ફંક્શન થશે. તેના પછી બધા ફંક્શન મુંબઈમાં યોજવામાં આવશે. દિલ્હીથી બંને સ્ટાર્સનો ખાસ સંબંધ છે અને અહીં બંનેના ઘણા મિત્રો પણ છે. સૂત્રોના અનુસાર, 30 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારે એક ગેટ ટૂ ગેધરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમાં નજીકના લોકો સામેલ થશે. આ દરમિયાન લગ્ન સાથે સંબંધિત તૈયારીઓ પર ચર્ચા પણ થશે.

    2 ઓક્ટોબરે બીજું ફંક્શન


    રિચા અને અલીના લગ્નનું ફંક્શન 30 સપ્ટેમ્બરથી શરૂ થયા પછી 2 ઓક્ટોબરે એક મોટું ફંક્શન હશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ પહેલા એક કોકટેલ પાર્ટીનું આયોજન થશે. તેના પછી બે ઓક્ટોબરે મોટું ફંક્શન થશે. જાણકારીના અનુસાર, રિચાની મહેંદીનું ફંક્શન દિલ્ગીમાં તેના એક મિત્રના ઘરે રાખવામાં આવ્યું છે. લગ્ન માટે રાજસ્થાનથી મહેંદી મગાવવામાં આવી છે. સાથે જ દિલ્હીની લોકપ્રિય વાનગીઓ પણ મેન્યુમાં સામેલ છે.

    3 ઓક્ટોબરે મુંબઈ પરત ફરશે


    દિલ્હીમાં રિચા અને અલીના લગ્નનના શરૂઆતના ફંક્શન પછી મુંબઈમાં પાર્ટી રાખવામાં આવશે. જાણકારીના અનુસાર, દિલ્હીમાં ફંક્શન થયા બાદ 3 ઓક્ટોબરે આ કપલ મુંબઈ રવાના થશે.

    6 ઓક્ટોબરે લગ્ન થશે


    સૂત્રોના અનુસાર, રિચા અને અલી 6 ઓક્ટોબરે એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્નનાં બંધનમાં બંધાઈ જશે. આ ખાસ પ્રસંગે બંનેના પરિવારના લોકો અને નજીકના મિત્રો સામેલ થશે. સૂત્રોના અનુસાર, આ પહેલા બોલિવૂડ ફ્રેન્ડ્સ માટે એક નાની પાર્ટી પણ રાખવામાં આવશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Bollywood Actors, Marriage, Richa chadda

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन