Home /News /entertainment /વેબ સિરીઝ Ashram 3ના શૂટિંગમાં બજરંગ દળની તોડફોડ, પ્રકાશ ઝા પર ફેંકી શાહી, ક્રુ મેમ્બર્સને માર માર્યો

વેબ સિરીઝ Ashram 3ના શૂટિંગમાં બજરંગ દળની તોડફોડ, પ્રકાશ ઝા પર ફેંકી શાહી, ક્રુ મેમ્બર્સને માર માર્યો

આશ્રમ 3 વેબ સિરિઝ

આ વેબ સિરીઝમાં હિન્દૂ ધર્મને બદનામ કરવામાં આવતો હોવાનો આક્ષેપ બજરંગ દળના કાર્યકરોએ કર્યો હતો.

મધ્યપ્રદેશ (Madhya Pradesh) રાજધાની ભોપાલ (Bhopal)માં આશ્રમ 3 વેબ સિરીઝ (Ashram 3 web series)ના શૂટિંગ દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ (Bajrang Dal members vandalised) સેટમાં તોડફોડ કરી હતી અને ડિરેક્ટર પ્રકાશ ઝા (Prakash Jha) પર શાહી પણ ફેંકી હતી. બનાવ બાદ તરત જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ વેબ સિરીઝમાં હિન્દૂ ધર્મને બદનામ કરવામાં આવતો હોવાનો આક્ષેપ બજરંગ દળના કાર્યકરોએ કર્યો હતો.

અહેવાલો મુજબ પ્રકાશ ઝા ભોપાલની જૂની જેલમાં વેબ સિરીઝની ત્રીજી સીઝન માટે શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે બજરંગ દળના કાર્યકરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સેટ પર તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું. સેટ પર માથાકૂટ કરનાર બજરંગ દળના કાર્યકરોનું કહેવું છે કે, આશ્રમ વેબ સિરીઝ હિન્દુત્વનું અપમાન છે. આવી સ્થિતિમાં જ્યાં સુધી સિરીઝનું નામ બદલવામાં નહીં આવે ત્યાં સુધી તે તેને ટેલિકાસ્ટ થવા દેવાશે નહીં.

Timesnownewsના અહેવાલ મુજબ આ ઘટના બાદ ભોપાલના DIG ઇર્શાદ વાલીએ તોડફોડ કરનાર તમામને પરિસરમાંથી દૂર રાખવામાં આવ્યા હોવાનું અને કોઈને જીવલેણ ઈજા થઈ ન હોવાનું કહ્યું હતું. જોકે કેટલાક વાહનોને નુકસાન થયું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે આવી જ પરિસ્થિતિનું ફરીથી પુનરાવર્તન નહીં થાય.

આ બનાવ અંગે વધુ વિગતો મુજબ રવિવારે સાંજે બજરંગ દળના કાર્યકરોનું ટોળું અચાનક સેટ પર ઘસી ગયું હતું અને હુમલો કર્યો હતો. સેટમાં જબરદસ્તી પ્રવેશેલા કાર્યકરોએ પ્રકાશ ઝા મુર્દાબાદ, બોબી દેઓલ મુર્દાબાદ અને જય શ્રીરામના નારા પણ લગાવ્યા હતા. આ ઘટના દરમિયાન બાબા નિરાલાની ભૂમિકા ભજવનાર અભિનેતા બોબી દેઓલ પણ હાજર હોવાનું જાણવા મળે છે.

બજરંગ દળના નેતા સુશીલ સુડેલે આ બાબતે મીડિયાને જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવે તેવું અમે ઇચ્છીએ છીએ. લોકોને રોજગારી મળવી જોઈએ, પરંતુ આ જમીનનો ઉપયોગ હિન્દુ સમાજનું અપમાન કરવા માટે ન થવો જોઈએ.

સુડેલે વધુમાં કહ્યું કે, તેઓએ આશ્રમનો પહેલો અને બીજો ભાગ બનાવ્યો છે અને હવે તે ત્રીજા ભાગનું શૂટિંગ કરી રહ્યા છે. દિગ્દર્શકે તેમની સિરીઝમાં ગુરુ મહિલાઓનું શોષણ કરી રહ્યા હોવાનું બતાવ્યું છે. શું તેમની અન્ય ધર્મ વિશે આવી વેબ સિરીઝ બનાવવાની હિંમત છે?

આ પણ વાંચોસત્ય ઘટના પર આધારીત 11 Crime ડોક્યુમેન્ટરી ફિલ્મનું List, જુઓ - કઈં ડોક્યુમેન્ટ્રી ક્યાં જોઈ શકાશે

ઉલ્લેખનીય છે કે, બજરંગ દળના કાર્યકરો દ્વારા વેનિટી વાન સહિત પાંચ ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. બજરંગ દળના કાર્યકરોએ ચેતવણી આપી હતી કે, જો ફિલ્મનું નામ બદલવામાં નહીં આવે તો તેઓ ભોપાલમાં શૂટિંગ થવા દેશે નહીં.
First published:

Tags: Bobby deol, Bollywood News in Gujarati, Important Bollywood News, Web Series

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો