Home /News /entertainment /સુનીલ પાલે મનોજ બાજપેયીને કહ્યો 'ગિરા હુઆ ઇન્સાન', 'મિર્ઝાપુર'ને કહી પોર્ન

સુનીલ પાલે મનોજ બાજપેયીને કહ્યો 'ગિરા હુઆ ઇન્સાન', 'મિર્ઝાપુર'ને કહી પોર્ન

PHOTO- @Manoj Bajpayee/PankajTripathi instagram

સુનીલ પાલ (Comedian Sunil pal)એ બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયી (Manoj Bajpayee) અને એમેઝોન પ્રાઇમ (Amazon Prime)ની વેબ સીરીઝ 'ધ ફેમિલી મેન' (The Family Man) પર નિશાનો સાધ્યો છે. આ ઉપરાંત તેણે 'મિર્ઝાપુર'ની પણ આલોચના કરી છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોમેડિયન સુનીલ પાલ (Comedian Sunil Pal) અવાર નવાર તેનાં વિવાદિત નિવેદનો અંગે ચર્ચામાં રહે છે. આ વખતે પણ એવું જ કંઇક થયું છે. આ વખતે તેણે બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયી (Manoj Bajpayee) અને એમેઝોન પ્રાઇમ (Amazon Prime)ની વેબ સીરિઝ 'ધ ફેમિલી મેન' (The Family Man) પર નિશાન સાધ્યો છે. આ ઉપરાંત તેણએ 'મિર્ઝાપુર' ફિલ્મની આલોચના કરી છે.

આ પણ વાંચો- SARA ALI KHAN: મનિષ મલ્હોત્રાનાં 'નૂરાનિયત કલેક્શન'માં જુઓ સૈફની દીકરીનો ઠાઠ

સુનીલ પાલ (Comedian Sunil Pal)એ કહ્યું કે, 'જે કંઇ થયું, એ થવાનું જ હતું, અને તે જરૂરી પણ હતું, હું આમ એટલે કહું છુ કારણ કે મોટા લોકો ગમે તે હોય વેબ સીરીઝ હોય કે અન્ય જગ્યા સેન્સરશિપ ન હોવાનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. જે વેબ સીરીઝ બની રહી છે, તે ઘરે સૌની સાથે બેસીને જોવા જેવી નથી હોતી. એટલું જ નહીં તેણે મનોજ બાજપેયીને 'ગિરા હુઆ ઇન્સાન' ગણાવ્યો હતો. '

આ પણ વાંચો- Isabelle Kaif: ગરમીમાં કોટન બિકિનીમાં શેર કર્યા ફોટા, જોવા મળ્યો હિરોઇનનો HOT અંદાજ

રિપોર્ટ મુજબ, હાલમાં જ સુનીલ પાલ (Sunil Pal)થી રાજ કુન્દ્રા (Raj Kundra)નાં પોર્નોગ્રાફિક કેસ અને પોર્ન કન્ટેન્સટ પર સવાલ કરવામાં આવ્યો હતો. જેનાં જાબમાં તેણે ક્યું કે, ડિજિટલ પ્લેટફર્મો્સ પર સેન્સરશિપ ન હોવાને કારણે લોકો તેનો ફાયદો ઉઠાવી રહ્યાં છે અને એવી સીીરઝ બનાવી રહ્યાં છે જે આપ પરિવારની સાથે બેસીને ન જોઇ શકો. સુનીલે કહ્યું કે, 'હું ખાસ કરીને એવાં લોકોનું નામ લેવાં ઇચ્છીશ, જેમને હું ખુબ જ નફરત કરુ છુ એવાં ત્રણ-ચાર લોકોને, જેમ કે મનોજ બાજપેયી'
" isDesktop="true" id="1118412" >

તેણે વધુમાં કહ્યું કે, 'મનોજ બાજપેયી કેટલો પણ મોટો એક્ટર હોય, હું તેનાંથી વધુ 'બદતમીજ' અને 'ગિરા હુઆ ઇન્સાન' ક્યારેય નથી જોયો, દેશે તમને પદ્મશ્રીથી નવાઝ્યાં છે. આપ ફેમિલી ઓડિયન્સ માટે શું કરી રહ્યાં છે? આપ એક વેબ સીરીઝ બનાવો છે જ્યાં પત્નીનો કોઇ બીજા પુરૂષ સાથે અફેર ચાલે છે અને આપનું ક્યાંય બીજે. સગીર દીકરી તેનાં બોયફ્રેન્ડની વાત કરી રહી છે. અને નાનો દીકરો તેનાંથી મોટી ઉંમરનો વ્યવહાર કરે છે. શું આ પરિવાર જેવું દેખાય છે.'

'ધ ફેમિલી મેન' (Th Family Man) અને મનોજ બાજપેયી અંગે નિવેદન આપ્યા બાદ તેણએ અલી ફઝલ, પંકજ ત્રિપાઠી અને શ્વેતા ત્રિપાઠી મિર્ઝાપુરનાં સ્ટાર્સની ભારે આલોચના કરી હતી. તેણે કહ્યું કે, 'શો મિર્ઝાપર કેટલાંક બીમાર લોકો દ્વારા બનાવવામાં આવ્યો ચે. હું તેમને ખુબજ નફરત કરુ છું. આ બધા પર પ્રતિબંધ હોવો જોઇએ કારણ કે આ પણ પોર્ન છે. પોર્ન, ફક્ત જે આપણે જોઇએ છીએ તે નથી પણ જે વિચારોની પમ અશ્લીલતા પોર્નમાં આવે છે.'
First published:

Tags: Ali Fazal, Amazon prime, Comedian Sunil Pal, Manoj bajpayee, Pankaj-tripathi, Raj Kundra