Squid Gameના કારણે Netflixને અરબોનો ફાયદો, 660 કરોડ રૂપિયાની રેકૉર્ડ તોડ કમાણી થશે

Squid Gameના કારણે Netflixને અરબોનો ફાયદો

દુનિયાની સૌથી પોપ્યુલર સિરીઝ બનેલી સ્ક્વિડ ગેમ (Squid Game) ના કારણે નેટફ્લિક્સને અરબોનો લાભ થવા જઈ રહ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ ક્રિટિક રમેશ બાલા મુજબ નેટફ્લિક્સને આનાથી 660 કરોડનો ફાયદો થશે.

  • Share this:
    મુંબઈ. કોરિયન વેબ સિરીઝ સ્ક્વિડ ગેમ (Web Series Squid Game) આખી દુનિયામાં જાણીતી થઈ રહી છે. ભારતમાં પણ તેને પસંદ કરવામાં આવી રહી છે. આ સિરીઝ 17 સપ્ટેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ. તેના સ્ટ્રીમિંગ બાદ દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યું છે. આ શોના કારણે મેકર્સને ઘણો ફાયદો થયો છે અને તેનાથી વધારે ફાયદો ઓટીટી પ્લેટફોર્મને થયો છે. ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલા (Ramesh Bala Twitter)નું માનવું છે કે ઓટીટીને આ સિરીઝ થકી 891 મિલ્યન એટલે કે 660 કરોડ રૂપિયાથી વધારે ફાયદો થશે. ઓટીટીએ મેકર્સને માત્ર 21 મિલ્યન ડોલર એટલે કે 150 કરોડ રૂપિયાથી વધારે પેમેન્ટ કર્યું છે.

    રમેશ બાલાએ પોતાની એક ટ્વીટમાં લખ્યું હતું કે, ‘નેટફ્લિક્સે સૌથી મોટા શો સ્ક્વિડ ગેમ માટે 21 મિલ્યન ડોલર આપ્યા છે. આનાથી 891 ડોલરની કમાણી થશે.’ ટીવી/ઓટીટી પ્લેટફોર્મ ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્ક્વિડ ગેમ જેવા બ્લોકબસ્ટર શોની શોધમાં છે. નેટફ્લિક્સ ઉપર કોરિયન સિરીઝ સ્ક્વિડ ગેમ (Squid Game) સૌથી વધારે જોનાર શો બની ચૂક્યો છે. આ સિરીઝના સ્ટાર્સને આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા મળી રહી છે. નવ એપિસોડની આ સિરીઝ લોકોને બાંધી રાખે છે.

    શું ખાસ છે આ શોમાં?

    આ સિરીઝ એકચ્યુઅલી, સાઉથ કોરિયા (South Korea)ની આર્થિક સ્થિતિને લઈને વાત કરે છે. સિરીઝમાં બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે 456 લોકોને એક જગ્યાએ ભેગા કર્યા છે. આ લોકોમાં એક વસ્તુ કૉમન છે અને તે છે પૈસાની જરૂરિયાત. કોઈ ઉપર બેંકનું લેણું છે તો કોઈ ઉપર માફિયાનું. ત્યાં સુધી કે કોઈને પોતાની માતાના ઈલાજ માટે પૈસાની જરૂર છે તો કોઈને ભાઈના ભણતર માટે.

    આ પણ વાંચો: Tabbar Web Series REVIEW: અભિનયનો માસ્ટર ક્લાસ છે ‘ટબ્બર’, કલાકારોનું કામ છે ઉમદા

    પ્લેયર્સની અલગ અલગ દાસ્તાં

    ખેલાડી નંબર 456ની જુગારની લત છે. જેના કારણે તે તમામ પૈસા ગૂમાવી ચૂક્યો છે. પત્ની છોડીને ચાલી ગઈ છે. તો ખેલાડી નંબર 218 એક ઇન્વેસ્ટમેન્ટ કંપનીનો હેડ છે. તે પોતાની યૂનિવર્સિટીનો ટૉપર વિદ્યાર્થી રહી ચૂક્યો છે. સમજદાર, હોશિયાર છે. જોકે, કોઈ કારણસર પોલિસ તેના પાછળ પડી છે.
    Published by:Nirali Dave
    First published: