Squid Game Reality TV Show: નેટફ્લિક્સની સ્ક્વિડ ગેમ (Squid Game) સિરીઝ સુપરહિટ રહી હતી. કરોડો લોકોએ આ સિરીઝને વખાણી હતી. સ્ક્વિડ ગેમ એ કોરિયન સિરીઝ (Korean web series) હતી અને આ સિરીઝ બાળપણની રમતો રમી પૈસા જીતવા પર કેન્દ્રિત હતી. આ રમતોમાં હારી જનારને મોત મળતું હોવાનું દર્શાવાયું હતું, જેથી લોકોને આ સોરીઝ ખૂબ રોચક લાગી હતી.
આ સિરીઝમાં વિવિધ ગેમ્સ રમાડવામાં આવતી હોવાનું બતાવાયું હતું. જેમ જીતવા માટે સ્પર્ધકોની રણનીતિની પરીક્ષા થતી હતી. ત્યારે હવે નેટફ્લિક્સે આ સિરીઝને રિયાલિટી બનાવવાનું નક્કી કર્યું છે. નેટફ્લિક્સે 'સ્ક્વિડ ગેમ: ધ ચેલેન્જ' નામનો રિયાલિટી શો લાવવાની જાહેરાત કરી છે. આ શોમાં કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે.
10 એપિસોડનો રિયાલિટી શો
રિપોર્ટ મુજબ 'સ્ક્વિડ ગેમ'ની જેમ આ રિયાલિટી શોમાં 456 લોકો હશે. જે રીતે સીરીઝમાં હારનારને મોત મળતું હતું તેમ રિયાલિટી શોમાં હારનાર સ્પર્ધક સાથે ખરાબમાં ખરાબ ઘટના થશે. આ 10 એપિસોડનો રિયાલિટી શો હશે. આમાં વિજેતાને 4.56 મિલિયન ડોલર એટલે કે 35.56 કરોડ રૂપિયાની રકમ મળશે.
Do you want to play a game? Enter to join Squid Game: The Challenge at https://t.co/MaXfZnqmvb pic.twitter.com/6gYLXlplDC
— Netflix (@netflix) June 14, 2022
નફ્લિક્સે પોતાની જાહેરાતમાં જણાવ્યું હતું કે, શોમાં ભાગ લેનાર ખેલાડીને ઓરીજીનલ શોમાંથી પ્રેરિત રમતમાં ભાગ લેવાનો રહેશે. તેમાં અન્ય રમતો પણ ઉમેરવામાં આવશે. શોમાં પાર્ટિસિપન્ટ્સને એલિમિનેટ કરવામાં આવશે ત્યારે તેમની સ્ટ્રેટેજી, એલાયન્સ અને કેરેક્ટરની પણ ચકાસણી કરવામાં આવશે. આ રિયાલિટી શોમાં ભાગ લેવા માટે પાર્ટિસિપન્ટની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ.
સ્પર્ધકો માટે આવી છે શરતો
'સ્ક્વિડ ગેમ: ધ ચેલેન્જ'માં ભાગ લેનારાઓએ અંગ્રેજી બોલવતા આવડવું જોઈએ અને 2023ના પહેલા ચાર અઠવાડિયામાં ઉપલબ્ધ રહેવા જોઈએ. તેમાં શ્રેણીની જેમ જ 456 ખેલાડીઓ હશે. નેટફ્લિક્સે તેના માટે કાસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે
આવી રીતે લઈ શકો છો ભાગ
નેટફ્લિક્સે સ્પર્ધકો માટે સ્ક્વિડગેમ કાસ્ટિંગ ડોટ કોમ નામની વેબસાઇટ પણ બનાવી છે. તમે પણ ભાગ લેવા માંગતા હોવ તો અહીં તપાસ કરી ભાગ લઈ શકો છો. નેટફ્લિક્સે સ્ક્વિડ ગેમની ક્લિપ શેર કરીને લખ્યું છે કે, શું તમે ગેમ રમવા માંગો છો? સ્ક્વિડગેમ કાસ્ટિંગ ડોટ કોમની મુલાક5 લો અને 'સ્ક્વિડ ગેમ: ધ ચેલેન્જ' માં જોડાઓ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cash prize, Reality Show, Squid game